મંગળવાર, 19 ઑગસ્ટ, 2025

Motivational Story


     
જીવનના અંતિમ છેડા સુધી, ધન કમાવામાં પોતાની બધી શક્તિઓને ખર્ચનાર એક ધનાઢ્ય શેઠેતિજોરીમાં રહેલા નાણાંને પૂછયું : ધનને પૂછયું...  👇🏻

 

 "તને મેળવવા માટે, સાચવવા માટે મેં અનેક પ્રકારના પાપોઅન્યાયઅનીતિ, વિશ્વાસ-ઘાત, જીવો પ્રતિ નિર્દયતાક્રુરતા... વગેરે કરી. ધર્મ માર્ગની  ઉપેક્ષા કરી... તો તમે મારા મર્યા પછી ક્યાં સુધી સાથે રહેશો???" 

 

તિજોરીના રૂપિયા બોલ્યા કે - 'એક ડગલું પણ અમે તારી સાથે આવવાના નથી.

 

શેઠ કહે,  "પણ, તમારા ખાતર તો મેઁ શાંતિથી ખાધું પણ નથી, મજાથી ઊંઘ્યો પણ નથી.  તોય મારી આટલી   કદર???"

 

રૂપિયા કહે કે  -  'ખબરદાર!!!  વધુ બોલશો તો!!!   કડવું સત્ય છે કે, તારા મર્યા પછી નનામી અને બાળવાના લાકડા પણ અમે પૂરા પાડવાના છીએ.'

 

ધનાઢ્ય શેઠ તો જવાબ સાંભળીને સજ્જડ થઈ ગયા!! 

 

પછી પોતાની પ્રાણપ્રિય પત્નીને પૂછ્યું, :-   'તારી ખાતર તો મેઁ મારું સત્ત્વ નીચોવી નાખ્યું, બ્રહ્મચર્ય વ્રતને પણ ગૌણ કર્યુંતને શણગારવામાં મેં ઘણાના ઘાટ ઉતાર્યા, ભારે અન્યાય કીધા.'

 

બોલ!!  મારા મરણ પછી તું ક્યાં સુધી??

 

વધુમાં વધુ આંગણા સુધી... એથી આગળ તો નહિ ... પત્ની બોલી.

 

હવે પોતાના વ્હાલસોયા પુત્રને પૂછ્યું :-  'બેટા!!  તું મારી સાથે ક્યાં સુધી??  તને વારસામાં સંપત્તિ, મકાન, પેઢી... વગેરે આપવામાં મેઁ દિવસ-રાત મજુરી કીધી, ઘણાની સાથે વેરઝેર કર્યા, સગાભાઈને પડતો મુકયો અને સામે કોર્ટે ચડ્યોધર્મને તો મેં પડતો મૂક્યો, ડગલેને પગલે હુ જુઠું બોલ્યો.'

 

પપા/બાપુજી!!  મારે સ્મશાન સુધી તો આવવું પડશેને!!  કારણ તમને બાળવાનો આદેશ વગર માંગ્યે મને મળેલ છે.  કદાચ બહારગામ હોઈશ તો પણ તમને બાળવા માટે મારે હાજર થવું પડશેને!!   શેઠની આંખમાં આંસુ આવી ગયા.

 

  ...અંતે, નિરાશ થઈને શેઠે  છેલ્લે પોતાના શરીરને પૂછ્યું :  'જન્મ્યો ત્યારથી   આખી જિંદગી તારી આળપંપાળ કરી ખાવાનું તને ખવડાવ્યુંઅભક્ષ્યઅનંતકાય ખવડાવ્યુંરાત્રે ખવડાવ્યું બોલવાનું હું બોલ્યો, તપ-ત્યાગ વગેરે બધું પડતું  મૂકયુંઅને તને  નવડાવવા - ધોવડાવવા - શણગારવા, ખવડાવવા... ઘણાં ઘણાં પાપ કર્યા.  બોલ તું મારી સાથે ક્યાં સુધી??'

 

શરીર બોલ્યું - 'હું!!  વધુમાં વધુ ચિતા સુધી!!  આગળ નહિ .'

 

શેઠ તો સાંભળી બેભાન થઈ ગયા!!!

 

 જે કંચન, કામિની, કુટુંબકાયા... ખાતર જન્મમાં ભારે પાપો કાર્યા, તે બધા અહીં રહી જવાના...!!  અને એમના ખાતર કરેલા પાપો જનમોજનમ આત્માને દુર્ગતિમાં ભટકાવ્યા કરે!!  અને ત્રાસની હારમાળા સર્જે!!

 

માટે જ્ઞાની મહાપુરૂષો ફરમાવે છે કે - મળેલી શક્તિઓને સન્માર્ગે ખર્ચી શીઘ્ર આત્મકલ્યાણ સાધી લો... !

 

નમસ્તે..., વાચીને નિરાતે 7-વાર વિચાર કરજો.   

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top