Dada Tara Vina Mara Nayan Bhina
(રાગ: સિદ્ધાચલ ના વાસી... વિમલાચલના...)
દાદા તારા વિના મારા નયન ભીનાં કોણ લૂછે,
મુજ અંતર ને કોણ પૂછે...
મનડું મારું રહે છે મુંજાતુ, મુજ મન માં કઈ કઈ થાતું,
મન મારું ભમે, દીલ ને કાઈ ના ગમે, શુંન્ય રહે છે?
તલસી રહ્યો પણ કોઈ નહિ સાથી, સૌ છે સ્વાર્થ ના સંગાથી,
અંધકાર મય અટવાયા કરું, નવી સુજે... મુજ અંતર ને...
આધી વ્યાધિ ઉપાધિ અનેરી, મોહ માયા ની છાયાં છે ઘેરી,
સુખ શાંતિ વિના, રસ જીવન માં નવી રહે... મુજ અંતર ને...
જલ વિના જેમ મીન રહે તલસી, તેમ તુમ દર્શન નો હું પ્યાસી,
કૃપા દૃષ્ટિ કરો, અમી વૃષ્ટિ કરો, આશા એ છે... મુજ અંતર ને...
જ્ઞાન દીપક નો તું છે મિનારો, મુજ મુક્તિ નૈયા નો કિનારો,
દાસ તારો બની, એનો નાવિક બની તારી લેજે... મુજ અંતર ને...
સુણ સિદ્ધાચલવાસીવાલા, મુજ અંતર ના કાલાવાલા,
આત્મકમળ વિકાસી, લબ્ધિ દીલ માં પ્રકાશી,
મુક્તિ દેજે... મુજ અંતર ને...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો