About Us

 “બધા વગર ચાલશે પણ ધર્મ વગર નહિ ચાલે”

આદરણીય ધર્મપ્રેમી વડીલો અને સ્નેહી મિત્રો,

એક જ વિષય જે અલગ અલગ આગમોમાં હોય તેને એક જ જગ્યાએ સંગ્રહિત કરીને આપની સમક્ષ પ્રદર્શિત કરવું. તેમજ જૈનદર્શનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે વ્યવસ્થા કરેલ છે.વર્તમાન સમયમાં જૈન સમાજમાં પ્રભુ મહાવીરનું શાસન છે. પ્રભુ મહાવીરની અંતિમ દેશના “આગમ શાસ્ત્ર” રૂપે આપણને મળેલ છે.“આગમ” એટલે અરિહંત પરમાત્માનું હ્રદય અને અનુભવ અમૃત.“આગમ” એટલે જિ ન વાણી.

જૈનદર્શનના અનેક વિષયોને સ્પર્શતા “આગમ ગ્રંથોનું” સર્જન થયું જે આપણો સૌનો સાચો વારસો અને વૈભવ છે. કોઈ વિષય, ક્ષેત્ર એવાં નહીં હોય કે જેના પર જૈન શ્રમણ સંઘ કે ગૃહસ્થોએ વિચારણા, સર્જન નહીં કર્યાં હોય. આ અનુષ્ઠાનનું એકમાત્ર લક્ષ્ય-ધ્યેય એ જ હતું કે ભવ્ય વિરાસત-વૈભવને આંચ નહીં આવે અને તેના વાંચન, મનન તથા અનુકરણ દ્વારા આત્માની પરમ પદ પ્રત્યેની યાત્રા પૂર્ણવિરામને પામે.

“કરુણા સિંધુ વીર પ્રભુએ જે ત્રીપદીને ભાખી

ગણધર ભગવંતોએ જેને નિજ હૈયામાં રાખી

એ ત્રિપદીનો લઇ સહારો પ્ રગટાવી દીપમાલા

યુગ યુગ સુધી ઝળહળતાં રહેશે આગમના અજવાળા”

“જેમ વૃક્ષોના જીવનમાંથી પાણી બાદ થાય તો વૃક્ષ સુકાય રસોઈમાંથી નમક બાદ થાય તો સ્વાદ ન અનુભવાય

ગાડીમાંથી પેટ્રોલ બાદ થાય તો તેની ગતિ રોકાય જીવનમાંથી આગમ બાદ થાય તો ઘોર અંધકાર છવાય”

આજના કોમ્પ્યુટર, નેટ, વોટ્સએપના જમાનામાં બધું સુવીધાજનક છે. તન શાંત બને પણ મન અશાંત રહે, તેને માટે એક જ ઉપાય તે છે જિનવાણીનું વાંચન…………

કોઈ પણ આર્ટીકલમાં ખુબ જ ઉપયોગ રાખવા છતાં ભૂલ થઇ જવી સંભવ છે. આપને અભ્યાસમાં વાંચન કરતાં જો કોઈ ભૂલો ધ્યાનમાં આવે તુરત અમોને જણાવવા વિનંતી છે જેથી તુરત સુધારો કરવામાં આવશે.

જ્ઞાન તથા જ્ઞાનીની કોઈ પ્રકારે અશાતના થઇ હોય તો અંત:કરણપૂર્વક ક્ષમાયાચના…મિચ્છામી દુક્કડં…!

ઈંટરનેટમાંથી બધું ભેગું કરી રજુ કરેલ છું,  બહારમાંથી ભેગું કરવું તે માહિતી છે અને અંદર થી પ્રગટ કરવું તે જ્ઞાન છે.

નોંધ :

વાચક મિત્રો અહી જે આર્ટીકલ પોસ્ટ કરવામાં આવે છે તે ઘણી બધી વેબ સાઇટ પરથી અને જૈન સાહિત્યના પુસ્તકોમાથી લેવામાં આવે છે. આ બાબત કોઈ પણ સમસ્યા આવે તો અમારો સંપર્ક કરવા વિનંતી છે. અમારો હેતુ ધર્મપ્રેમી મિત્રો અને જૈન શ્રાવક – શ્રાવિકાઓના લાભાર્થે અહીં તહીંથી સંકલન કરીને એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે એટલો જ છે.

આ બ્લોગ પર જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.

અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top