મંગળવાર, 7 જુલાઈ, 2020

Lagni Lagi Che Jain Stavan Lyrics લગની લાગી છે અમને

Lagni Lagi Che Jain Stavan Lyrics


લગની લાગી છે અમને 
પ્રભુ તારા નામની . . . હોજી . . . . 

હંસલો ઊડીને આવ્યો સાથે એ તો કાંઈ ન લાવ્યો 
મોહમાયામાં લપટાયો , અંધેર બની અથડાયો 
હો . . . . હંસલાને માયા લાગી , કીર્તિને કાચની 
લગની લાગી . . . . 

જુઠી છે આ જગની માયા , જુઠી છે આ સુંદર કાયા 
રંગ રાગમાં રંગાયા , બે ઘડી તારા ગુણ ના ગાયા 
હો . . . . જીત મેળવવી મારે , જીવન સંગ્રામની રે 
લગની લાગી . . . .  

પાપીને પાવન કરનારુ , દુઃખીના દુઃખ હરનારું 
દૂર કરો કરુણાસાગર , આતમમાંથી અંધારુ 
હો . . . . હાથમાં લીધી છે માળા , પ્રભુ તારા નામની 
લગની લાગી . .

2 ટિપ્પણીઓ:

સ્તવન સર્ચ કરો

Back To Top