બુધવાર, 29 જુલાઈ, 2020

Anand Rang Bhagwant Sang આનંદ રંગ, ભગવંત સંગ

Anand Rang Bhagwant Sang Lyrics 


આનંદ રંગ ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો,
અમ અંગ અંગ... સાગર તરંગ... ઉછરંગ સુમંગલ પાયો,
ગુણગાન પ્રભુના... સુરતાલમાં... અદભૂત અનુપમ છાયો,
નેમિનાથ મંદિરે... મનોહર... નેમિનાથ મંદિરે...

આંગી કેવી જાજરમાન... શોભે જાણે દેવવિમાન,
દીવે દીવે સોનેરી... જ્યોતિ કરત નદંન ગાન,
આ પુણ્ય અમારા જાગ્યા કેવા... ભાગ્ય ફળ્યા છે કેવા...
જે શક્તિ મળી છે તેના યોગે... કરીએ ઉત્તમ સેવા...
          ગુણગાન પ્રભુના...  નેમિનાથ મંદિરે...

સુખકારણ દુઃખવારણ છે... જીનરાયા ભવતારણ છે,
ભયહારણ મદમારણ છે... નેમિનાથ ગુણ ધારણ છે,
જે ભક્તિ કરી તે ઓછી લાગે... જાગે નિત નિત પ્રીતિ,
અમ અંતર આ હંમેશા ગાતું... પરમ પ્રભુ ની ગીતી...
          ગુણગાન પ્રભુના...  નેમિનાથ મંદિરે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top