સોમવાર, 27 એપ્રિલ, 2020

Sacho Sangam Prabhu Sathe Haji Na Thayo સાચો સંગમ પ્રભુ સાથે

Sacho Sangam Prabhu Sathe Haji Na Thayo Lyrics 


સાચો સંગમ પ્રભુ સાથે હજીયે ના થયો 
એ દિશામાં ( ૨ ) રેલો મારો હજીયે ના ગયો 
સાચો સંગમ . . . . 

એક લગની સાથે વહેત , આતમનું ઝરણું ( ૨ ) 
પાવન સરિતા પાસે પહોંચી , લઈ લેઉ શરણે ( ૨ ) 
આતમ કેરો ( ૨ ) આ મનોરથ હજીયે ના ફળ્યો 
સાચો સંગમ . . . . 

મારગ રોકે ડુંગરધારા , ગયા ભવના પાપ ( ૨ ) 
પાછળ વહેતી પુનિતા ગંગા , થાય ના મેળાપ ( ૨ ) 
વિરહ અગ્નિ ( ૨ ) આતમાને બાળતો રહ્યો 
સાચો સંગમ . . . .

રોજે રોજે નાનું ઝરણું , ડુંગર ખોધ્યે જાય ( ૨ ) 
કોણ જાણે ક્યારે છુટશે કર્મનો અંતરાય ( ૨ ) 
આજ લગી તો ( ૨ ) ઉદ્યમ એનો સફળના થયો 
સાચો સંગમ . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top