મનને મહેતાજી કરી કામે લગાડજો . . . આ૦
આજ સુધી જીવ્યા તમે કેટલું ને કેવું ,
કેટલી કમાણી કરી કેટલું છે દેવું ,
કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો . . . આ૦
કેટલાં સત્કર્મો કર્યા કેટલી લબાડી ,
કયા પાટે ચાલી રહી , જિંદગીની ગાડી ,
પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો . . . આ૦
જમા ને ઉધારનો કાઢજો તફાવત ,
કેટલી પ્રભુનાં નામે કરી છે બનાવટ ,
એક એક પાનું ચિંતનથી ચકાસજો . . . આ૦
કંઠી પહેરીને કંઠ કેટલાનાં કાપિયા ,
માળાના મણકામાં પ્રભુજીને માપિયા ,
તિલકની બુદ્ધિથી શુદ્ધિ વધારજો . . . આ૦
ધર્મની વાતો તમે કેટલી પચાવી ,
કેટલી કુટેવો છોડી , કેટલી બચાવી ,
સત્સંગથી જીવનને સુંદર બનાવજો . . . આ૦
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો