Hu Chu Tamaro Tame Cho Mara Lyrics
ધર્મના દાયક તમે ધુરંધર, તમે પરમ તારક શુભંકર
તમે કૃપાના સરસ સાગર, તમને આપું અનંત આદર (2)
સાહેબ. સાહેબ. સાહેબ. સાહેબ.....
તમે તો મુજને બધું જ આપ્યું, મે તો તમો ને કાંઈ ન આપ્યું
તમે છો મારા જીવન દાતા, તમે જ પિતા તમે જ માતા
હું છું તમારો, તમે છો મારા (2)
આ વાત તમને કહી દઉં છું , હું છું તમારો, તમે છો મારા, આ
વાત તમને કહી દઉં છું
તમારી પાસે જ બેસવું છે, તમારી છાયામાં વશવું છે
તમારી ભક્તિથી ખુશી મળે છે તમારી શક્તિ થી દુખ ટળે છે

સાહેબજી. મારા સાહેબજી.
યાદ કરું છું છું હર પળે, મન માં ધરું છું હર પળે
જે તમારા માં મળે, તેવું બીજા માં ના મળે
સાહેબ મારા પ્રાણ તમે છો, સાહેબ મારૂ ધ્યાન તમે છો
સહુ થી સલામત સ્થાન તમે છો, આતમ તત્વનું જ્ઞાન તમે છો
હું છું તમારો, તમે છો મારા (2)
આ વાત તમને કહી દઉં છું , હું છું તમારો, તમે છો મારા, આ
વાત તમને કહી દઉં છું
હું તમારા સંગ માં, દિન રાત રહેવા ચાહું છું
મારા મનની વાત બધી તમને કહેવા ચાહું છું
તમારા દરબાર ની દેવરધી
ને જોયા કરું
કયારે મળશે પરમ પદ, એ ચિંતા થી રોયા કરું
તમારી પાસે જ બેસવું છે, તમારી છાયામાં વશવું છે
તમારી ભક્તિથી ખુશી મળે છે તમારી શક્તિ થી દુખ ટળે છે
હું છું તમારો, તમે છો મારા (2)
આ વાત તમને કહી દઉં છું , હું છું તમારો, તમે છો મારા, આ
વાત તમને કહી દઉં છું
સહુથી મોટું બળ તમે રે, સહુથી પાવન પળ તમે રે
સહુ થી ઉચુ મંગલ તમે રે, ક્ષત્રિય કુંડ જળહળે તેમ રે
સાચું ત્રીરથ સ્થળ તમે , મુજ પુણ્યનું ફળ તમે
આંનદમાં અવિચલ તમે રે, જાડ જાખર ને કમળ તમે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો