Tame Man Muki Ne Lyrics
તમે મન મુકી ને વરસ્યા, અમે જનમ-જનમ ના તરસ્યા (૨)
તમે મુશળધારે વરસ્યા, અમે જનમ-જનમ ના
તરસ્યા (૨)
તને મન મુકી ને વરસ્યા, અમે જનમ-જનમ ના
તરસ્યા (૨)
હજારે હાથે તમે દીધું પણ જોળી અમારી ખાલી (૨)
જ્ઞાન ખજાનો તમે લુટાવ્યો તોય અમે અજ્ઞાની (૨)
તમે અમૃત રુપે વરસ્યા અમે જનમ-જનમ ના તરસ્યા (૨)
તને મન મુકી ને વરસ્યા અમે જનમ-જનમ ના તરસ્યા (૨)
સ્નેહ ની ગંગા તમે વહાવી જીવન નિર્મલ કરવા (૨)
પ્રેમ ની જ્યોતિ તમ જલાવી આત્મ ઉજ્જવલ કરવા (૨)
તને સૂરજ થઈને ચમક્યા, અમે અંધારા મા ભટક્યા (૨)
તને મન મુકી ને વરસ્યા અમે જનમ-જનમ ના તરસ્યા (૨)
શબ્દે શબ્દે સાતા આપે એવી તમારી વાણી (૨)
એ વાણીની પાવનતા ને અમે કદીના પીછાણી (૨)
અમે સાગર થઈને
ઉમટ્યા અમે કાઠે આવી અટક્યા (૧)
તમે મેહરામન થઈ ઉમટ્યા, અમે કાઠે આવી અટક્યા (૧)
તમે મન મુકી ને વરસ્યા અમે જનમ-જનમ ના તરસ્યા (૨)
તમે મુશળધારે વરસ્ય અમે જનમ-જનમ ના તરસ્યા (૨)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો