માતાનાં નામે હતી તે જગ્યા, પોતાના નામે કરી લેવાની ઈચ્છા થી બંને ભાઈઓ 'માઁ' પોતાના ઘરે રહે ,તે બાબત ને લઈ ને બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા. તેઓએ 'માઁ' ને પૂછ્યું તો 'માઁ' એ કહ્યું, હું જે ત્રણ ગોળીઓ લઉ છું, તેના નામ જે બતાવી આપે, તેના ઘરે હું જઈશ. બંને ભાઈ ઓ નીચું જોઈ ગયા.
*નાનકડી કથા-૨.*
ભણવા માટે દૂર ગયેલા દિકરા એ માતાને પત્ર લખ્યો, કે અહિંયા મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં. પત્ર વાંચી ને માતા એ એક વખતનું ભોજન બંધ કર્યું, કેમ કે પત્રના અંતમાં પુત્રનાં આંસુ થી શાહી બગડેલી હતી.
*નાનકડી કથા-૩.*
દાદા ની લાકડી પકડી ને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, જોજે, ધીમે ધીમે, દાદા પડી ન જાય. દાદા હસીને બોલ્યા, હું કંઈ પડતો હોય, મારી પાસે બે લાકડી ઓ છે.
*નાનકડી કથા-૪.*
કેરીનાં ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરાં ના વાસે રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી દીધો. કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યાં નહિં.
*નાનકડી કથા-૫.*
ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા, તે જોઈને રાત્રે દિકરી એ પિતાજી ના પીઠ પર માલીશ કર્યું. આ જોઈએ દાદી બોલ્યા થાળીમાંથી વાટકીમાં અને વાટકીમાં થી થાળીમાં.
*નાનકડી કથા-૬.*
પિતાજીના ગયાં પછી સંપત્તિ ની વહેચણી કર્યા બાદ ઘરડી *'માઁ'* ને પોતાના ઘરે લઈ જતી દિકરી બોલી , હું ખૂબ નસીબદાર છું, મારા ભાગે તો જીવન આવ્યું છે.
*નાનકડી કથા-૭.*
*ગઈ કાલે મારો છોકરો મને કહે, પિતાજી હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં, કેમકે તમે પણ કદી દાદા દાદી ને છોડીને ગયા નથી. આ સાંભળી ને મને મારા વડીલો ની મિલકત મળી ગયાં નો આનંદ થયો.*
*નાનકડી કથા-૮.*
તેના પતિ ના મિત્ર હોસ્પિટલમાં મળવા આવ્યા. જતા જતા પરાણે ૫૦૦૦રુ. તેના હાથ માં આપ્યા અને કહ્યું લગ્ન માં બહેન ને દક્ષિણા આપવાની રહી ગઈ હતી. તે દિવસે મળેલી બધી ભેટો માં આ શ્રેષ્ઠ હતી.
*નાનકડી કથા-૯.*
આજે ઓફિસ થી છૂટી ને ભેળ ખાવાની બહુ ઈચ્છા હતી, પણ સાસુજી ને મંદિર જવાનું મોડું થાય તેથી ઘરે જલ્દી પહોંચી ગઈ. જઈને જેવી રસોડામાં ગઈ તો સાસુજી એ કહ્યું ચાલ જલ્દી, હાથ પગ ધોઈ લે, કેરી નાખીને ભેળ બનાવી છે, ઘણાં દિવસથી મને ખાવાનું મન હતું.
*નાનકડી કથા-૧૦.*
સાંજના સમયે સુમતીબેન માળા ફેરવતા હતા, ત્યાં છોકરો નોકરી એ થી ઘરે આવ્યો, તેની સાથે મોગરાના ફૂલ ની સુગંધ આવી. તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથાં માં નાખી ને આવશે. પણ ત્યાં તો તેણે જોયું કે શ્રીકૃષ્ણ ભગવાન માટે મંદિર ની થાળીમાં મોગરાના ફૂલ હતાં. *ભગવાન પણ ગાલમાં હસતાં હતાં.*
*હકારાત્મક વિચારો.*
*અત્યારે આ કોરોના ના સમયમાં નકારાત્મક વિચારો એટલા ફેલાઈ છે કે લોકોને સારાં પણા પરથી વિશ્ર્વાસ ઉઠી જાય છે.*
*આવાં સમયે આવી હકારાત્મક કથાઓ વધારે ને વધારે લોકો સુધી પહોંચવી જોઈએ તે જ હેતુથી.*
*✍️ અજ્ઞાત...*
🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏
*સંવેદના ના ઝરણાઓ 💟*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો