શનિવાર, 21 મે, 2022

શત્રુંજયના ઉદ્ધાર

*🏵️શત્રુંજયના ઉદ્ધાર*
 ➖➖➖➖➖➖➖
*ઇતિહાસયુગના સમયમાં શત્રુંજય ના નીચે મુજબ સોળ ઉદ્ધારો થયા છે.*

*ઉદ્ધાર – ૧* ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં શ્રી ભરત ચક્રવર્તીએ કર્યો.

*ઉદ્ધાર – ૨*- સૌધર્મ ઇંદ્રની પ્રેરણાથી શ્રી ભરત ચક્રવર્તીના વંશમાં થયેલ આઠમાં રાજા શ્રી દંડવીર્યે કર્યો.

*ઉદ્ધાર – ૩*- શ્રી તીર્થંકર દેવ ના ઉપદેશથી ઈશાન ઇંદ્રે (દંડવીર્યના પછી સો સાગરોપ જેટલો કાળ ગયા બાદ) કર્યો.

*ઉદ્ધાર – ૪*- ત્રીજા ઉદ્ધાર પછી ક્રોડ સાગરોપમ કાળ બાદ મહેન્દ્ર ઇંદ્રે કર્યો.

*ઉદ્ધાર – ૫*- ચોથા ઉદ્ધાર પછી દસ ક્રોડ સાગરોપમ કાળ બાદ પાંચમા દેવલોક ના ઇંદ્રે કર્યો.

*ઉદ્ધાર – ૬*- પાંચમા ઉદ્ધાર પછી લાખ ક્રોડ સાગરોપમ કાળ બાદ ભવન નિકાયના ઇંદ્રોએ કર્યો.

*ઉદ્ધાર – ૭*- શ્રી અજિતનાથ ભગવાનના શાસનમાં સગર ચક્રવર્તીએ કર્યો.

*ઉદ્ધાર – ૮*- શ્રી અભિનંદનસ્વામીના શાસનમાં વ્યંતરેન્દ્રોએ કર્યો.

*ઉદ્ધાર – ૯*- શ્રી ચંદ્રપ્રભ પ્રભુના શાસનમાં ચંદ્રયશા રાજાએ કર્યો.

*ઉદ્ધાર – ૧૦*- શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં ચક્રધર રાજાએ કર્યો.

*ઉદ્ધાર – ૧૧*- શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં, પોતાના લઘુ બંધુ શ્રી લક્ષ્મણજી સાથે રહીને, શ્રી રામચંદ્રજીએ કર્યો.

*ઉદ્ધાર – ૧૨*- શ્રી અરિષ્ઠનેમિનાથના શાસનમાં પાંચ પાંડવોએ કર્યો.
 
*ઉદ્ધાર – ૧૩*- શ્રી મહાવીરદેવના શાસનમાં વી.સં. ૧૦૮ વર્ષમાં મધુમતીનિવાસી જાવડ શ્રેષ્ઠીએ, આચાર્યશ્રી વજ્રસ્વામીના સાનિધ્યમાં કર્યો.

*ઉદ્ધાર – ૧૪*- વિ.સં.૧૨૧૧માં (મતાંતરે સં.૧૨૧૩માં) ઉદયનમંત્રીના પુત્ર બાહડમંત્રીએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સાનિધ્યમાં કર્યો.

*ઉદ્ધાર – ૧૫*- પાટણના શ્રેષ્ઠી દેશળશાના પુત્ર સમરસિંહે(સમરશાએ) વિ.સં.૧૩૭૧માં, આચાર્યશ્રી સિદ્ધસૂરિની નિશ્રામાં કર્યો.

*ઉદ્ધાર – ૧૬*- વિ.સં.૧૫૮૭ મહાન મંત્રવિધ્યા વિશારદ આચાર્ય ભગવંત શ્રી વિદ્યામંડનસૂરિજીના સાનિધ્યમાં ચિત્તોડગઢના મંત્રી સ્વનામધન્ય કરમાશાએ કર્યો.
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top