રવિવાર, 1 મે, 2022

Barash Puja

*🎋બરાસપૂજા શાસ્ત્રોક્ત છે કે માત્ર પ્રણાલિકા છે ?*

શ્રાદ્ધ દિનકૃત્ય વગેરે અનેક ગ્રંથોમાં વિલેપન પૂજામાં સુખડ સાથે કેશર-કસ્તૂરી-અંબર-બરાસ વગેરે જેવાં ઉત્તમ દ્રવ્યો ઘસીને પ્રભુની વિલેપન પૂજા કરવી કહી છે. સત્તરભેદી પૂજામાંની એક વિલેપન પૂજામાં ઉત્તમ સુગંધી દ્રવ્યો સુખડ સાથે ઘસીને તેનાથી પ્રભુજીને વિલેપન કરવું કહ્યું છે.
  પ્રાયઃ 500-600 વર્ષ પૂર્વે પ્રભુના નવ અંગે તિલક સ્વરૃપે પૂજા થતી ન હતી. તે પછી નવાંગપૂજા પ્રચલિત થઈ છે. તેનું સંભવિત કારણ કદાચ પૂજા કરનારાની સંખ્યા વધતાં નિત્ય વિલેપન માટેનાં મોંઘાં દ્રવ્યો જરૃર પૂરતા પ્રમાણમાં મળવાં-દુર્લભ થયાં હોય ! એટલે નિત્ય સર્વભક્તોને સર્વાંગે વિલેપનના બદલે નવ અંગે તિલક કરવા સ્વરૃપે ચંદનપૂજા સ્વરૃપે તિલકપૂજા પ્રચલિત થઈ અથવા એમ પણ સંભવે કે વિલેપન અનેક લોકો કરે, પછી સાફ-સૂફી બહુ અઘરી બની જાય, જલ્દીથી સાફ ન થાય. તે કારણે વિલેપન પૂજા ચડાવો લેનાર એક-બે જણ જ કરે, તેવું ચાલું થયું. બીજા બધા માટે નવાંગ (13 સ્થાને) પૂજા ચાલુ થઈ. વિશેષાર્થીએ પૂ. ચારિત્રસુંદરગણીકૃત આચારોપદેશ ગ્રંથ જોવો.
  વર્તમાનમાં ચંદનપૂજા પ્રચલિત છે, જેના બે ભાગ સ્વરૃપે બરાસ પૂજા અને કેશર પૂજા પ્રચલનમાં છે. બરાસ પૂજામાં પ્રભુજીને વિલેપન કરાય છે, કેશરપૂજામાં નવ અંગે તિલક કરાય છે. બરાસ પૂજામાં સુખડ સાથે બરાસ ઘસાય છે. કેશર પૂજામાં સુખડ સાથે કેશર તેમજ કવચિત્ બરાસ પણ ઘસાય છે. જો કે બજારમાં કેમિકલવાળું બરાસ આવતું થયું એટલે તેનો ઉપયોગ ઓછો થયો છે.
  પ્રભુજીને અંગલૂંછણા બાદ મૂળભૂત વિલેપન પૂજા તો રાખવી જ જોઈએ, એટલે બરાસપૂજા સ્વરૃપે વિલેપન પૂજા જ કરાય છે. આમ, બરાસપૂજા શાસ્ત્રીય પણ છે તથા પ્રાચીન પણ છે.

*✍️मुनि सौम्‍यरत्न विजयजी*
 *Shilp Vidhi*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top