શુક્રવાર, 5 ઑગસ્ટ, 2022

Shree Parshwanath Bhagwan શ્રી પાર્શ્વનાથ ભગવાન

 શ્રી પાર્શ્વનાથ ભગવાન 


                     પ્રભુ પાર્શ્વનાથ વારાણસી નગરી ના મહારાજા અશ્વસેન ના પુત્ર હતા. એમની માતાનું નામ વામા દેવી હતું. ભગવાનનું માતાની કુક્ષી માં ચ્યવન થતાં જ માતાએ 14 સ્વપ્ન જોયા. સ્વપ્ન પાઠકો એ પુત્ર તીર્થંકર કે ચક્રવર્તી બનશે એમ સ્પષ્ટ સંકેત આપ્યો. માગશર વદ 10 ના દિવસે ત્રેવીસના તીર્થંકર ના રૂપમાં જન્મ આપ્યો. 

                    પાર્શ્વ કુમાર જ્યારે યુવાવસ્થા માં આવ્યા ત્યારે કુશસ્થલ નગરના મહારાજ પ્રસનજિત ની પુત્રી પ્રભાવતી સાથે પાર્શ્વ કુમાર ના લગ્ન થયા. 

                     એક દિવસ પાર્શ્વ કુમાર મહેલના ઝરોખા માં બેસ્યા હતા. એટલા માં જોયું કે નગરવસિયોના ટોળે ટોળા એક દિશામાં જઈ રહ્યા છે. પૂછતાં ખબર પડી કે નગર બહાર એક કમઠ નામનો તાપસ પંચાગ્નિ તપ ની સાધના કરી રહ્યો હતો. બધા હાથમાં ફળ ફૂલ લઈને એની પૂજા કરવા જઈ રહ્યા હતા. 

                    પાર્શ્વ કુમારે અવધિજ્ઞાન થી જોયું કે તાપસ ની ધૂણી માં એક લાકડાં માં નાગ નાગિન બળી રહ્યા હતા. આ અજ્ઞાન તપ નું ભાંડફોડ કરવા અને નાગ નાગિન ને ધર્મના સહારા માટે પાર્શ્વ કુમાર ત્યાં આવ્યા. તાપસ ને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તપની આડ માં અનર્થ થઈ રહ્યું છે. એક સાપ ની જોડ અગ્નિ માં બળી રહી છે. આ કહીને પોતાના સેવક ને કીધું કે આ લાકડું બહાર નીકાળો. ધીમે ધીમે સાવધાની પૂર્વક એ લાકડાં ને ચીર્યું અને એમાંથી બળતું સાપ ની જોડી બહાર નીકળી. બધા લોકો જોઈને હેરાન થયા. 

                     ભગવાને એ સાપની જોડી ને નવકાર સંભળાવ્યો. નવકાર મંત્ર સાંભળતા એ સાપ ની જોડે પ્રાણ નો ત્યાગ કર્યો. નાગ મરીને ધરણેન્દ્ર દેવ બન્યો અને નાગિન મરીને પદ્માવતી દેવી બની. 

                       તાપસ ની નિંદા ચારે બાજુ ફેલાઈ ગઈ. તાપસ મનમાં પાર્શ્વ કુમાર પ્રતિ રોષ કરીને બીજા સ્થાને જતો રહ્યો. અને ઘોર તપ કરવા લાગ્યો. છેલ્લે મરીને ભુવનપતિ દેવમાં મેઘમાલી દેવ થયો. પાર્શ્વ કુમાર 30 વર્ષની ઉંમરે 300 રાજાઓની સાથે સંયમ લીધું. 

                        પાર્શ્વનાથ ભગવાન એક ગામથી બીજા ગામે વિહાર કરતાં તાપસ ની આશ્રમ ની પાસે ધ્યાનસ્થ ઊભા રહ્યા. એ સમયે ત્યાં કમઠ નો જીવ મેધમાલી દેવ પ્રભુ ને ધ્યાનમાં જોઈને ક્રોધિત થયો. પોતાના પહેલા ના વેરને યાદ આવતા ભગવાનને અનેક ઉપસર્ગ કરવા લાગ્યો. પરંતુ પ્રભુ ધ્યાનથી વિચલિત થયા નહિ. પ્રભુને અવિચળ ધ્યાન કરતા જોઈ મેઘમાલી દેવ વરસાદ કરવા લાગ્યો. એને વિચાર્યું કે ભગવાનને પાણીમાં વહાવી દઉં. પાણી વધતું વધતું પ્રભુના કાન સુધી પહોંચી ગયું. પ્રભુ છતાં પણ ધ્યાનમાં અવિચળ રહ્યા. પાણી નાકના આગળ ના ભાગ સુધી પહોંચી ગયું. ત્યારે ધરણેન્દ્ર દેવ નું આસન ચલાયમાન થયું. એને અવધિજ્ઞાન થી જોયું કે કમઠ નો જીવ મેઘમાલી દેવ ભગવાનને ઉપસર્ગ કરે છે. ધરણેન્દ્ર દેવ ભગવાનની સેવા કરવા તરત જ ત્યાં આવી ગયા. પ્રભુને વંદન કરીને ચરણ કમળ ની નીચે આસનની જેમ એક સ્વર્ણ કમળ બનાવ્યું. તથા પોતાના શરીરથી પ્રભુના શરીરને ઢાંકી ને સાત ફણ બનાવીને પ્રભુ માટે છત્ર બનાવ્યું. જેથી પ્રભુ સુરક્ષિત રહ્યા. આજુબાજુ માં ધરણેન્દ્ર દેવની દેવીઓ મધુર તાનની સાથે ગીત નૃત્યુ કરવા લાગી. મેઘમાલી જોયું કે તે અસફળ થયો ત્યારે તે ભગવાનના ચરણોમાં આવીને પડ્યો. મેઘમાલી એ પોતાના અપરાધની પ્રભુ પાસે ક્ષમા યાચના કરી. પ્રભુ તો સમતામાં લીન હતા. દીક્ષાના થોડાક દિવસો પછી ભગવાનને કેવલજ્ઞાન થયું. 

                        કેવલજ્ઞાન પછી ભગવાને તીર્થની સ્થાપના કરી. ભગવાનના 10 ગણધરો માં આર્યદત્ત મુખ્ય ગણધર હતા. 70 વર્ષનો કેવલી પર્યાય નું પાલન કરીને 100 વર્ષની ઉંમરે શ્રાવણ સુદ 8 ના દિવસે સમેતશિખર પરથી નિર્વાણ પામ્યા. ભગવાન પાર્શ્વનાથના માતા પિતા તથા મહારાણી પ્રભાવતી એ દીક્ષા લઈને બધા કર્મનો ક્ષય કરીને મોક્ષે ગયા.

જન્મ સ્થાન - વારાણસી નગરી 

પિતા - અશ્વસેન રાજા 

માતા - વામા રાણી 

ચ્યવન તિથિ - ફાગણ 4

જન્મ તિથિ - માગશર વદ 10

કુમાર અવસ્થા - 30 વર્ષ

દીક્ષા તિથિ - માગશર વદ 11 

કેવળજ્ઞાન તિથિ - ફાગણ વદ 4 

ચારિત્ર પર્યાય - 70 વર્ષ 

નિર્વાણ તિથિ - શ્રાવણ સુદ 8 

આયુષ્ય - 100 વર્ષ 

લાંછન - સર્પ

ગણધર - 10

કેવલી સાધુ - 1000

કેવલી સાધ્વી - 2000 

મનઃપર્યવજ્ઞાની - 750 

અવધિજ્ઞાની - 1400 

પૂર્વધર - 350 

વાદલબ્ધિધારી - 600 

વૈક્રિયલબ્ધિધારી - 1050 

સાધુ - 16000

સાધ્વી - 38000 

શ્રાવક - 164000

શ્રાવિકા - 336000

સંકલન - દેવલોક જિનાલય પાલિતાણા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top