*શ્રી સુવિધિનાથ ભગવાન*
*કાકંદીના રાજા સુગ્રીવ પિતા અને રામા દેવી માતાની કુક્ષીએ મહા વદ 9ના દિવસે ચ્યવન થયેલ અને કારતક વદ 5ના દિવસે જન્મ થયેલ. ગર્ભ સમયે માતા બધી વિધિઓમાં કુશળ રહેલ તેથી સુવિધિનાથ નામ અને પુષ્પનો દોહલો થયેલ તેથી બીજું નામ પુષ્પદંત હતું. વર્તમાન ચોવીશીના નવમાં ભગવાનના ચ્યવન , જન્મ , દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણકનું સૌભાગ્ય આ પાવન ભૂમિને મળ્યું હતું. જ્યાં પ્રભુની અમૃતવાણીનું પાન કરીને અનેક મહાત્માઓએ માનવ જીવનને સફળ બનાવ્યું હતું. આજે પણ એ શુદ્ધ નિર્મળ પરમાણું યાત્રિકોને ભાવ વિભોર બનાવે છે. પ્રભુ ભક્તિમાં લીન બને છે.*
*અત્યારે અહીંયા કાકંદી ગામની મધ્યમાં પ્રાચીન જિનાલયમાં શ્રી સુવિધિનાથ ભગવાનના 18 સે.મી.ના ચરણ બિરાજે છે. શ્વેત વર્ણના પદ્માસનસ્થ શ્રી સુવિધિનાથ ભગવાન મૂળનાયક બિરાજમાન છે. પ્રાચીન પાર્શ્વનાથની પ્રતિમા ખૂબ જ કલાત્મક છે. આ જિનાલયનો જીણોદ્ધાર કલકત્તા નિવાસી દાનવીર શ્રી તારાબેન કાંકરિયા તરફથી થયેલો છે. અહીં ધર્મશાળા આદિની સગવડ છે. આ તીર્થ બિહાર પાટણથી 125 કિ. મી. , જમુઈથી 20 કિ. મી. છે.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો