શ્રી મહાવીર સ્વામીનો નિર્વાણ સમય જાણી ને અપાપાપુરી આવે છે. ત્યાં દેવતાઓ સમવસરણની રચના કરે છે. શ્રી મહાવીર સ્વામી સમવસરણમાં બેસીને દેશના આપે છે. ત્યારે પુણ્યપાલ રાજા 8 સ્વપ્ન જુવે છે. પુણ્યપાલ રાજા સમવસરણ આવે છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનને વંદન કરે છે. પુણ્યપાલ રાજા પોતે જોયેલ આઠ સ્વપ્નોના ફળને પૂછે છે. શ્રી મહાવીર સ્વામી ભગવાન સ્વપ્ન ફળ જણાવે છે.
૧. પ્રથમ સ્વપ્નમાં જીર્ણશાળામાં હાથીઓ રહે છે. તે શાળા પડવા જેવી છતાં પણ તેમાંથી હાથીઓ નીકળતા નથી. જે નીકળ્યા હતા તે ફરીથી ત્યાં આગળ પાછા જાય છે. તેથી તે શાળા પડવાથી બધા નાશ પામે છે.
આ સ્વપ્નનું ફળ આ પ્રમાણે :- દૂષમ ગૃહવાસ તે જીર્ણશાળા જાણવી, સંપદા, સ્નેહ અને નિવાસો સ્થિર હોવાથી અહો ! દૂષમ કાલમાં દુ:ખે જીવી શકાય. દ્રવ્યજીવી ઈત્યાદિ વચનથી ધર્માર્થી શ્રાવકો હાથી રૂપ જાણવા.
અને પરદર્શનના ગૃહસ્થોની અપેક્ષાએ પ્રધાન હોવાથી તે ગૃહસ્થો દેશભંગાદિથી દેશથી સર્વથી વગેરે ભાંગાના અનુસારે ગૃહવાસમાં પડે છે. છતાં પણ નીકળવા ઈચ્છતા નથી. વ્રત-ગ્રહણ દ્વારા જે નીકળે છે તેઓ પણ અવિધિથી નિકળતા હોવાથી નાશ પામે છે. ગૃહસ્થ લોકોના સંકલેશમાં પડીને તેઓ ભગ્ન પરિણામવાળા થાય છે. કોઈક વિરલા સુસાધુ થઈને, ગૃહસ્થના સંકલેશમાં પડવા છતાં પણ આગમના અનુસાર તેને અવગણીને કુલીનપણાથી સાધુ જીવનનું પાલન કરશે. એ પ્રમાણે સ્વપ્નનો અર્થ થયો.
૨.બીજા સ્વપ્ન આ પ્રમાણે :- ઘણા વાંદરાઓની મધ્યે યુથાધિપતિઓ છે. તે અસુચિ દ્વારા પોતાને લીપે છે. બીજા વાંદરાઓ તેમ કરે, તેથી લોકો હસે છે. ત્યારે તેઓ કહે છે કે આ અસુચિ નથી પરંતુ ગોશીર્ષ ચંદન છે. વિ૨લા વાનરો વિલેપન કરતા નથી, તે વાનરોની વિલેપન કરતાં વાંદરાઓ નિંદા કરે છે, તેઓ ઉપર ખીજાય છે.
આ સ્વપ્નનું ફળ આ પ્રમાણે :- વાનરના સ્થાને અહીં ગચ્છગતસાધુઓ જાણવા. તેઓ અપ્રમત્ત ભાવવાળા અને ચલ પરિણામ વાળા થશે. ગચ્છાધિપતિ આચાર્ય તે યૂથાધિપતિ જાણવા. અસુચીનું વિલેપન તે આઘાકર્માદિ સાવધનું સેવન જાણવું. અન્ય વિલેપન તે = બીજા પણ તેમ કરે છે, તે કારણથી લોકો હાંસી કરે છે. તેઓની અનુચિત પ્રવૃત્તિ હોવાથી પ્રવચનની હીલના થાય છે. ત્યારે તે કહે છે આ નિંદા કરવા યોગ્ય નથી. પરંતુ આ ધર્મનું અંગ છે. વિ૨લ સાધુઓ એવા હોય છે જે આચાર્યાદિ દ્વારા અનુરોધ કરવા છતાં પણ સાવધમાં પડશે નહી. તેઓ (આધાકર્માદિવાળા) સુસાધુઓની નિંદા કરશે. જેમ કે આ મુનિ ગીતાર્થ જાણતા નથી. નકામા છે વગેરે, એ પ્રમાણે બીજા સ્વપ્નનો અર્થ થયો.
૩. ત્રીજું સ્વપ્ન અને તેનો ફલાદેશ આ પ્રમાણે : શ્રેષ્ઠ છાયાવાળા ક્ષીરવૃક્ષ ની નીચે સિહના પ્રશાંતરૂપ વાળા ઘણાં બચ્ચા રહેલા છે. તે સિંહના બચ્ચાની લોકો પ્રશંસા કરે છે. અને આવ જા કરે છે, અને બાવળના ઝાડ નીચે કુતરા છે.
આ સ્વપ્નનું ફળ આ પ્રમાણે :- ખીર વૃક્ષના સ્થાને સાધુને પ્રયોગ્ય ક્ષેત્રો અથવા શ્રાવકો જે સાધુઓ ઉપ૨ ભક્તબહુમાન વાળા, ધર્મ ઉ૫ક૨ણ આપવા વાળા, શ્રેષ્ઠ સાધુઓનું રક્ષણ કરવામાં પરાયણ હોય છે. તે ક્ષેત્રોને ઘણાં સિંહના બચ્ચા સરખા નિત્યવાસી પાસત્થા અવસન્નાદિ દ્વારા સંકલિષ્ટપણાથી ઘેરશે. તે પાસત્થાદિ વિગેરે પોતાને માણસોને ખુશ કરવા માટે પ્રશાંત દેખાડે છે, તેના વચનને માનવા વાળા તેવા પ્રકારના કૌતુકી લોકો તેમની પ્રશંસા કરે છે. આવજા કરે છે. તેમનું કહ્યું કરે છે. ત્યાં ક્યારેક કોઇક ધર્મશ્રદ્ધા વાળા હોય છે. અથવા વ્યવહારનો પરિહાર કરનારા દુ:ખી થશે. તેઓની અને તેઓથી ભાવિત મનવાળાઓની કૂતરા સમાન, અવર્ણવાદ, હાંસી કરશે.' આખો દિવરા શુદ્ધ ધર્મ કરવા દ્વારા ભસ્યા કરે છે. જે કુલોમાં ધર્મશ્રદ્ધાળુઓ દુઃખી થાય, અવજ્ઞાથી ઉપહાસ કરાય તે સાધુનું કુલ બાવળ સમાન સમજવું, દુષમકાળના યોગથી ધર્માચાર્ય સિંહના બચ્ચાની જેમ ભસશે.
૪. ચોથું સ્વપ્ન આ પ્રમાણે : કેટલાક તરસ્યા થયેલાં કાગડાઓ વાવડીના તટ ઉપર ઝાંઝવાના જળને - માયા સરોવરને દેખીને ત્યાં જવા માટે પ્રવૃત્ત થયા. કોઈકે નિષેધ કર્યાં. આ તો પાણી નથી. તે વાત પર અશ્રદ્ધા કરતાં ત્યાં ગયા, તેથી નાશ પામ્યા.
તેનું ફળ આ પ્રમાણે :- વાવડી જેવી શ્રેષ્ઠ સાધુઓની પરંપરા, તે સાધુઓ ઘણા જ ગંભી૨ અને સારી રીતે અર્થને ભાવવાવાળા ઉત્સર્ગને અપવાદ સમજવામાં કુશલ, મૂર્ખ નહીં હોવા છતાં મૂર્ખ બનેલ રાજાના દ્રષ્ટાંતથી કાલને ઉચિત ધર્મમાં નિરત, અનિશ્ચિત આશ્રયવાળા છે. ઘણાંજ વાંકા અને જડ, અનેક પ્રકારના કલંકથી ઉપહત થયેલાં ધર્માર્થી કાગડા જેવા જાણવા. તે આર્યધર્મ શ્રદ્ધા વડે અભિભૂત થયેલાં છે, અને ઝાંઝવાના જળ જેવા છે. જ્યારે પૂર્વે કહેલાથી વિપરીત આચારવાળા એવા ધર્માચાર્યો ઘણાંજ કષ્ટકારી અનુષ્ઠાનમાં નિરત હોવા છતાં પણ પરિણત ન હોવાના કારણે ઉપચારહિતમાં પ્રવૃત્ત થયેલા હોવાથી કર્મબંધના હેતુભૂત છે. તેઓને દેખીને મૂઢ ધર્મવાળા ત્યાં જશે. ત્યારે ગીતાર્થ વડે કહેવાશે, આ ધર્મ માર્ગ નથી પરંતુ આ તો ધર્મઆભાસ છે. તો પણ શ્રદ્ધા નહીં કરતાં કેટલાક ત્યાં જશે સંસારમાં પડશે, નાશ પામશે, જેઓ વળી તેઓના વચનથી અટકી જશે. તે કુશળ ધર્મસાધકો થશે. અચૂક શુદ્ધ ધર્મના સાધક બનશે.
૫. પાંચમું સ્વપ્ન આ પ્રમાણે : અનેક પ્રકારના જંગલી પ્રાણીઓનાં સમૂહથી વ્યાપ્ત વિષમવનની મધ્યે મરેલો સિંહ પડેલો છે. પરંતુ તેને કોઇપણ શિયાળીઆઓ વગેરે નાશ ક૨વા હિમ્મત કરી શક્તાં નથી. અનુક્રમે તે મરેલા સિંહના ક્લેવરમાં કીડાઓ ઉત્પન્ન થયા. તે કીડાઓ કલેવરને ખાઈ રહ્યા છે. તે દેખીને શિયાણીઆઓ પણ ઉપદ્રવ કરે છે.
તેનું ફળ આ પ્રમાણે :- જિનશાસન પરવાદી મતોથી અપરાજેય હોવાથી જિનપ્રવચન - એ સિંહ રૂપ છે. આવી રીતે ધર્મની પરીક્ષા કરવા વાળા કોઈક વિરલ સુપરીક્ષક ધર્મજતવાળું ભરતક્ષેત્ર વન જેવું સમજવું. પરતીર્થીકાદિ એ જંગલી પશુઓ જેવા સમજવા. તેઓ એ પ્રમાણે માને છે. આ જૈન પ્રવચન અમારા પૂજા, સત્કાર, દાનાદિનો ઉચ્છેદ કરનારૂં છે. તેથી વિષમ અને પક્ષપાતી માણસોની ભરપૂર છે. જેમ તેમ કરીને ગમે તે રીતે નાશ પામો. તે નાશ પામેલું તે પ્રવચન મરેલું છે. એટલે અતિશય દૂર થવાથી નિષ્પ્રભાવવાળું થશે. તો પણ શત્રુઓ ભયથી તેને ઉપદ્રવ ક૨શે નહી. કારણ જો તેઓ માને છે કે - ખરેખર = આ પ્રવચન ૫૨૨૫૨ સંગતિવાળું છે. અને સુસ્થિત છે. કાલના દોષથી ત્યાં આગળ કીડા સ૨ખા પ્રવચન ને નાશ ક૨ના૨ા મતાંત૨ીયો ઉત્પન્ન થશે. તેઓ ૫૨૨૫૨ નિંદા, કુથળી, કજીયો વિગેરેથી શાસનની લઘુતા (હિલના) કરશે. તેને દેખીને શત્રુઓ પણ કહેશે કે એઓને ૫૨૨૫૨ મેળ નથી. માટે નિશ્ચયથી આ પણ પ્રવચન વિશેષતા વગરનું છે. એમ માની નિર્ભયતાથી બિંદાસ્ત પણે પ્રવચનને ઉપદ્રવ કરશે.
૬. છઠ્ઠું સ્વપ્ન આ પ્રમાણે : પદ્માકર = કમળોથી યુક્ત હોય તે સરોવર, કમળો વિનાનું અને ગર્દભક છીલ્લરથી યુક્ત સરોવ૨ છે. પદ્મો તો ઉકરડામાં છે. તે પણ થોડા અને મનોહર નથી.
તેનું ફળ આ પ્રમાણે :- પદ્મ સરોવર સમાન ધર્મક્ષેત્રો અથવા શ્રેષ્ઠકુલો, તેમાં ધર્મને કરનારા, કમલો સરખા સાધુ અથવા શ્રાવક સંઘો નથી, જે પણ ધર્મને કરશે, સ્વીકારશે તે પણ કુશીલ સાધુ શ્રાવકના સંગથી શિથીલ લોલુપ પરિણામવાળા થશે. ઉકરડા સરખા, હલકા કુલો અથવા નીચકુલમાં ધર્મ પ્રવર્તશે. તેની પણ અસ્થાને ઉત્પન્ન થવાના દોષના કારણે લોકો નિંદા કરશે. આથી ઈર્ષ્યાદિ દોષથી દુષ્ટ થવાથી, તેઓ સ્વકાર્ય ને સાધી શકશે નહિ.
૭. સાતમું સ્વપ્ન આ પ્રમાણે : કોઇક જડ જેવો ખેડૂત બળેલા, ઘુણ નામના કીડાથી ખવાયેલા, ઉગવા માટે અયોગ્ય બીજાદિ ને સારા બીજ માની ખરીદે છે. અને ઉખર ભૂમિમાં વાવે છે. તે બીજમાં આવેલાં શુદ્ધ બીજને દૂર કરે છે. અને સારા ક્ષેત્રને (ખેતર ને) છોડી દે છે.
આનું ફળ આ પ્રમાણે :- ખેડૂત સ૨ખા દાન-ધર્મરૂચિ વાળા દાતારો તે જ્ઞાનના ખોટા અભિમાન વાળા, પોતાને જ્ઞાની માનતા અપ્રાયોગ્ય સંઘને ભક્તાદિ દાન વિગેરેને પ્રાયોગ્ય માને છે. અને તે પણ અપાત્રમાં આપે છે. આ ચાર ભંગી છે. એક શુદ્ધ અપ્રાયોગ્યની મધ્યે કાંઈ પણ શુદ્ધ આવે છે. તેને દૂર કરે છે. અથવા આવેલા પ્રાપ્ત થયેલ સુપાત્રોને દૂર કરે છે, આવા પ્રકારના દાન આપનારા અને ગ્રહણ કરનારા પણ થશે. આ સ્વપ્નની બીજા લોકો બીજી રીતે વ્યાખ્યા કરે છે. અબીજ એટલે અસાધુ તેઓને પણ સાધુ છે એ બુદ્ધિ થી જ્ઞાનના ખોટા અભિમાન વાળા ગ્રહણ કરશે. અસ્થાનમાં અવિધિથી સ્થાપન ક૨શે. જે જ્ઞાનના ખોટા અભિમાનવાળો કોઈક ખેડૂત અબીજોને બીજ અને બીજને અબીજ માનતો તેવા પ્રકારે ત્યાં સ્થાપન કરે છે, વાવશે, કે જે સ્થાને તે બીજ ને કીડા આદિ ખાઈ જાય અને ચોપગા (સ્નેહવાળા) વિનાશ કરે, અથવા બીજી રીતે નકામા ઉગેલાને લણવામાં આવતા નથી. બાલવાવાળા થાય છે. એ પ્રમાણે અજ્ઞાન ધર્મશ્રધ્ધાળુઓ પાત્રને પણ અવિધિ, અબહુમાન, અભક્તિ આદિથી એવી રીતે કરશે કે જેથી તે પુણ્ય પેદા કરવામાં અસમર્થ થશે.
૮. આઠમું સ્વપ્ન આ પ્રમાણે : પ્રાસાદ શિખર ઉપર ક્ષીરોદધિ થી ભરેલાં, સૂતર વિગેરેથી અલંકૃત ગ્રીવા, ( કાના ) વાળા કેટલાક કળશો રહેલાં છે. અને બીજી ભૂમિમાં બોડા.. અનુક્રમે તે શુભ કળશો પોતાના સ્થાનથી ચલાયમાન થઇને બાંડા ઘડા ઉપ૨ પડ્યા. તેથી તે બન્ને ભાંગી ગયા.
તેનું ફળ આ પ્રમાણે :- સારા કળશ સરખા સુસાધુઓ, પહેલા ઉગ્ર વિહા૨ વડે વિચરતાં પૂજ્ય થઈને કાલાદિ દોષથી પોતાનાં સંયમ સ્થાનથી ભ્રષ્ટ થયેલ અવસન્ન બનેલ શિથિલ થઈને શિથિલ વિહા૨વાળા પ્રાયઃ થશે. બીજા પણ પાર્શ્વસ્થાદિ ભૂમિ ૫૨ ૨હેલાં ભૂમિની ધૂળ ઉગાલ સમાન સેંકડો અસંયમ સ્થાનથી યુક્ત બોડા ઘડા સરખા નિષ્ટ પરિણામ વાળા થશે. તે સુસાધુ વિચરતા બીજા વિહાર ક્ષેત્રના અભાવથી બોડા ઘડા સરખા પાર્શ્વાસ્થાદિ ના ક્ષેત્રમાં જવું તેમને પીડા કરશે. તેઓને તકલીફ કરશે. તેઓ પોતાના ક્ષેત્ર ઉપર આક્રમણ થવાથી ખેંચાતું દેખી પીડાયા છતાં નિધ્વંસ પરિણામના કારણે ઘણા જ તેઓ પ્રત્યે સંકલેશવાળા થશે. તે પરસ્પર વિવાદને કરતાં બંને પણ સંયમથી ભ્રષ્ટ થશે. એક તપના ગારવવાળા બીજાં ધર્મક્રિયામાં શિથિલ. બંને પણ ઈર્ષ્યાના વશથી અપુષ્ટ ધર્મવાળા ( પોલા ધર્મવાળા ) થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો