*પ્રશ્ન : મનમાં વારંવાર ખરાબ વિચારો આવતા હોય, તેના પર કંટ્રોલ ના રહેતો હોય તો એ મનની શુદ્ધિ કરવા ક્યા ભગવાનની ભક્તિ કરવી ?*
*(જિગર વડેચા, સુરત)*
*જવાબ : કોઈપણ તીર્થંકર ભગવાનની ભક્તિથી મનની શુદ્ધિ થાય છે. હૃદયપૂર્વકની સંકલ્પસહિતની ભક્તિથી મનના ક્રોધાદિ કે રાગાદિ વિકારો દૂર થઈ મન નિર્મલ બને છે. પ્રભુવચનોના શ્રવણ-ચિંતન-મનન દ્વારા તેમજ કોઈપણ પ્રભુના મંત્રજાપથી પણ મન પવિત્ર અને પ્રસન્ન બને છે. સાતત્યપૂર્વકનો પ્રયત્ન કરવો જરૂરી છે.*
*વ્યક્તિ પોતે જે મૂળનાયકની પૂજા કરતો હોય, જે પરમાત્મા પ્રત્યે વિશેષ લાગણી-સદ્ભાવ-બહુમાનભાવ હોય તેમને મનમાં લાવી જાપ કરવાથી મન પવિત્ર થાય છે.*
*જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ મનનો કારક એટલે કે મન પર અસર કરનારો ગ્રહ ચંદ્ર છે. ચંદ્રગ્રહ આરાધનામાં, મનની શુદ્ધિ-નિર્મળતામાં અનુકૂળ થાય એ માટે ચંદ્રપ્રભસ્વામી ભગવાનની આરાધના કરી શકાય.*
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
📝 *मुनि सौम्यरत्न विजयजी*
*Shilp Vidhi*
*જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો