*પ્રશ્ન : નવસ્મરણ કયા સમયે ગણી શકાય અને કયા સમયે ના ગણી શકાય ? બેનોને પિરિયડના સમયમાં તે ગણી શકાય ?*
*(અંકિતા જૈન, મુંબઈ)*
*પ્ર. : નવસ્મરણ ગણવા માટે કોઈ નિયત સમય ખરો કે પછી ગમે ત્યારે ગણી શકાય ? તે ગણવામાં વસ્ત્રશુદ્ધિ આવશ્યક ખરી? સવારે ગણવાના રહી ગયા હોય તો ઑફિસમાં ગણી શકાય?*
*(હીરક શાહ, સુરત)*
*જવાબ :* *બેસતા વર્ષના દિવસે માંગલિકમાં નવસ્મરણ શ્રી સંઘે સાંભળવાની આપણી પવિત્ર પરંપરા છે. વિવિધ આપત્તિઓ– સંકટો–વિઘ્નોમાંથી શ્રી સંઘને ઉગારવા માટે પ્રભાવક આચાર્ય ભગવંતો દ્વારા રચાયેલા નવ મંત્રાક્ષરગર્ભિત સ્તોત્રોનો આમાં સમાવેશ થાય છે. આ સ્તોત્રો તે પ્રભુની ભક્તિ – મહિમાગાન સ્વરૃપના છે.*
*આ નવસ્મરણ દિવસમાં ગમે તે સમયે માંગલિક સ્વરૃપે ગણી/ બોલી શકાય છે. જો નવા ગોખવાના હોય તો કાળવેળા છોડીને ગોખવા જોઈએ. બેનો પિરિયડના દિવસોમાં નવસ્મરણ ગણી શકતા નથી.*
*નવસ્મરણ ગણવામાં વસ્ત્રશુદ્ધિ હોય તો સારું જ છે. કોઈ પણ આરાધનામાં વસ્ત્રશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, વિધિશુદ્ધિ વગેરે જેટલી સચવાય તેટલું તે આરાધનાનું બળ અને ફળ પણ વધે છે. માટે શક્ય હોય તો વસ્ત્રશુદ્ધિ જાળવવાનો આગ્રહ રાખવો.*
*નવસ્મરણ સવારે ગણવાના રહી ગયા હોય તો ઑફિસમાં શાંતચિત્તે એકાગ્ર થઈ જગ્યાની – વસ્ત્રની શક્ય શુદ્ધિ જાળવીને પણ ગણી શકાય. પરંતુ, તે ગણતાં ગણતાં વચ્ચે ફોન રીસિવ કરવા કે ઑફિસના કામ કરવા વગેરે ન થાય તે જરૃરી જાણવું.*
*વળી, ઑફિસમાં ગાદીવાળી ખુરશી પર શેઠની જેમ ગમે તે પોઝીશનમાં બેસીને ગણવામાં પણ અવિનયનો દોષ લાગે છે. તે ન લાગે તે માટે શક્ય હોય ત્યાં સુધી જમીન પર કટાસણા પર બેસીને ગણવાથી વિનય પળાય, તેમ જાણવું.*
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
📝 *मुनि सौम्यरत्न विजयजी*
*Shilp Vidhi*
*જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો