શનિવાર, 31 ઑક્ટોબર, 2020

Prabhu Taru Geet Mare Gavu Chhe Jain Stavan પ્રભુ તારું ગીત મારે ગાવું છે

Prabhu Taru Geet Mare Gavu Chhe Jain Stavan


પ્રભુ તારું ગીત મારે ગાવું છે

પ્રેમનું અમૃત પાવું છે (૨ વાર)

પ્રભુ તારું ગીત…


આવે જીવનમાં તડકા-છાંયા

માંગુ હે પ્રભુ, તારી માયા

ભક્તિના રસમાં ન્હાવું છે (૨ વાર)

પ્રભુ તારું ગીત…


ભવસાગરમાં નૈયા ઝૂકાવી

ત્યાં તો અચાનક આંધી ચડી આવી

સામે કિનારે મારે જાવું છે (૨ વાર)

પ્રભુ તારું ગીત…


તું વીતરાગી, હું અનુરાગી

તારા સ્તવનની રટ મને લાગી

પ્રભુ તારા જેવું મારે થાવું છે (૨ વાર)

પ્રભુ તારું ગીત…

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top