રજોહરણ મારુ મંગલ સૂત્ર હોજો
મારી મુહપત્તી હાથ નુ મિઢણ
તારી પ્રીત નુ પાનેતર સજીને આવુ છુ
વિરતિ વિવાહ માટે...
સંસાર ત્યજીને આવુ છુ ..(2)
સંયમ ના અર્થિ શૂરા સત્વ કેવું લાવે ..(2)
જોઇ જોઇ મારુ હૈયુ બોલે આજ ભાવે
ઓ... સંયમ ક્યારે મળશે
ઓ... ક્યારે ક્યારે મળશે
ઓ... મુજને ક્યારે મળશે
ઓ... સંયમ ક્યારે મળશે..(2)
હુ ભોગ માં ડૂબી પડ પડ દુખ પામું
તૃષ્ણા માં સડગી દિન રાત ઘૂમાવૂ
તુ ભોગ તજીને હર પળ સુખ પામે
સંતોષ ના સુખ માં દિન રાત બીતાવે
ભોજન થાળી રમવા શેરી તારી મારી હેત
હુ ભટકુ તુ મુજને છોડી સંયમ પામ્યો છે
ઓ... સંયમ ક્યારે મળશે
ઓ... ક્યારે ક્યારે મળશે
ઓ... મુજને ક્યારે મળશે
ઓ... સંયમ ક્યારે મળશે..(2)
આ મોંઘુ જીવન પળ મા વહી જાશે
જો નહીં સુધરૂ તો ક્યાં આતમ જાશે
ગુરુ મળ્યા એવા જે હાથ પકડશે
દઇ સાથ મને જે મોક્ષે લઇ જાશે
સંયમ નો અભિલાષ હવે તો રોમ રોમ માં થાય
હૃદય વીણા તાર વગાડી યોગ નો સાક્ષી જાય
ઓ... સંયમ ક્યારે મળશે
ઓ... ક્યારે ક્યારે મળશે
ઓ... મુજને ક્યારે મળશે
ઓ... સંયમ ક્યારે મળશે..(2)
ઓ... સંયમ ક્યારે મળશે
ઓ... મુજને ક્યારે મળશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો