બુધવાર, 16 ડિસેમ્બર, 2020

ZANZARIYA MUNI

ઝાંઝરીયા મુનિ - ઐતિહાસિક ગૈરવગાથા

પ્રતિષ્ઠાપુર નામનું નગર હતું. ત્યાંના રાજાનું
નામ હતું મકરધ્વજ અને રાણી નું નામ હતું
મદન સેના.
તેમનો એક જ કુમાર, તેનું નામ પાડેલું
મદનબ્રણ.
મદન બ્રહ્મ એટલે રૂપરૂપનો અંબાર!
શોર્ય, વૈર્ય અને સૌદ્રય ની મૂર્તિ!
જ્યારે એ યુવાન થયો ત્યારે રાજા મકરધ્વજે
૩૨ રાજકુમારીઓ સાથે મદનબ્રબનાં લગ્ન
કર્યા. મદનબ્રબ પોતાની રાણીઓ સાથે
સુખથી દિવસો પસાર કરવા લાગ્યો.
એક દિવસ પ્રતિષ્ઠાપુરના બાલ ઉધાનમાં
એક મહામુનિ પધાર્યો. એ સમાચાર મળતાં
રાજકુમાર પોતાની ૩૨ પત્નીઓ સાથે
મુનિરાજના દર્શન કરવા ગયો. મુનિરાજનાં
દર્શન કરતાં જ એના હદયમાં આનંદઆનંદ થઈ ગયો. મુનિરાજને વંદના કરી,
વિનયથી એ એમની સામે બેઠો. મુનિરાજે
ધર્મોપદેશ આપ્યો. રાજકુમારની જ્ઞાનદ્રષ્ટિ
ખૂલી ગઈ. તે મહેલે આવ્યો.
રાજા-રાણીને વિનયથી કહ્યું ક્વે સંસારમાં
નહીં રહી શકું. મારું
મનવિરક્ત બન્યું છે. હું સર્વસ્વનો ત્યાગ
કરી સંયમધર્મ સ્વીકારેવા ઈચ્છું છું. મને
અનુમતિ આપો.’

દુઃખી મને માતા પિતાએ અનુમતિ આપી.
મદનબ્રબકુમાર મદનબ્રબ મુનિ બની ગયા.
ગુરુચરણોમાં રહી જ્ઞાન પ્રાપ્ત કર્યું. તપ કર્યું.
ઉપસર્ગો-પરિષહોને
સહન કરવાની શક્તિ કેળવી. ગુરુદેવે
મદનબ્રબ મુનિને એકલા વિચરવાની
આજ્ઞા આપી.
ગુરુએ અનુમતિ આપી. મદનબ્રબ મુનિ
વિચરતા-વિચરતા ત્રંબાવતી
નગરીમાં પહોંચ્યા. મધ્યાહન કાળ હતો.
મુનિરાજ ગોચરી લેવા માટે નગરમાં ફરવા
લાગ્યા.
એક હવેલીની બારીમાં એક યૌવના ઊભી
હતી. તેણે મુનિરાજને
જોયા. યુવાન અને રૂપવાન મુનિરાજને જોઈ
એ એમના પર મોહી પડી.

શ્રીમંત ઘરની સ્ત્રી હતી, પતિ પરદેશ હતો.
ઘરમાં એ અને એની દાસી.
બે જ હતા. તરત જ દાસીને મુનિરાજ પાસે
મોકલી ભિક્ષા માટે
હવેલીમાં બોલાવ્યા..
દાસી વિનયથી મુનિને હવેલીમાં લઈ આવી.
યુવાન
શેઠાણી શણગાર સજીને દ્વારે
ઊભી હતી. એણે મુનિરાજ સામે મોદક ધરી
કહ્યું, મુનિરાજ, આ મોદક ગ્રહણ કરો. પછી
હું તમને ઉત્તમ વસ્ત્રો આપું છું એ પહેરી
મારા શયનખંડમાં પધારો.
આપની પત્ની તરીકે મારો સ્વીકાર કરો.
મુનિરાજે એ વાતનો અસ્વીકાર કરતાં
શેઠાણી એમને ભેટી પડી. દાસીએ તરત
એક ઝાંઝર મુનિના એક પગમાં પહેરાવી
દીધું જેથી મુનિ બાર ન જઈ શકે પરંતુ
મુનિ શેઠાણીને ધક્કો મારીને ઝાંઝર કાઢવા
રોકાયા વિના
હવેલીની બહાર દોડી ગયા.
શેઠાણીએ મુનિને બદનામ કરવા બૂમાબૂમાં
કરી મૂકી. લોકોએ મુનિનાં પગમાં ઝાંઝર
જોઈ અને શેઠાણીની
વાત સાંભળી મુનિની ખૂબ નિંદા કરવા
માંડી.
પરંતુ સામે જ રાજમહેલ હતો. રાજ મહેલના
ઝરૂખામાં રાજા બેઠેલો હતો.
રાજાએ વિચાર્યું મારા નગરમાં નિર્દોષ
મુનિની સતામણી ન થવી જોઈએ’ રાજા
રાજમાર્ગ પર આવ્યો.
લોકોને સાચી વાત જણાવી. લોકોએ
મુનિરાજની પ્રશંસા કરવા માંડી.
રાજાએ પેલી શેઠાણીને પોતાના રાજ્યમાંથી
કાઢી મૂકી. એનાં હાટ-હવેલી રાજાએ લઈ
લીધાં. મદનબ્રબ મુનિ ઝાંઝરીયા મુનિ
તરીકે ઓળખાવા લાગ્યા.
તેઓ વિહાર કરી કંચનપુરમાં પધાર્યા.
કંચનપુરના રાજમાર્ગ પર જ રાજમહેલ હતો.
રાજમહેલના ઝરૂખામાં રાજા-રાણી બેઠાં
બેઠાં નગરચર્યા જોઈ રહ્યાં હતાં અને
વાર્તાલાપ કરી રહ્યાં હતાં. ત્યાં બંનેની નજર
મુનિ પર પડી.
રાણીની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં.
રાજાને આશ્ચર્ય થયું‘આ સાધુને જોઈ રાણી
કેમ રડવા લાગી? સાધુ યુવાન છે, રૂપવાના
છે.
શું પૂવાવસ્થામાં રાણીનો પ્રેમ તો નહીં હોય
?
સાધુવેશમાં એ રાણીને મળવા તો આ નગર
માં નહીં આવ્યો હોય?
એ રાણીને મળે, એ પહેલાં એને પરલોકમાં
પહોંચાડી દઉં.’
રાજા કંઈ જ બોલ્યા વિના ત્યાંથી ઊઠીને
ઘોડા પર બેસી નગરની બહાર ઉધાનમાં
ગયો. ઉધાનના માણસો પાસે એક ઊંડો
ખાડો ખોદાવડાવ્યો. સૈનિકોને કહ્યું એ
મુનિને મારતાં મારતાં અહીં લઈ આવો. એ
સાધુ નથી, પાખંડી
સૈનિકો મુનિવરને ઉધાનમાં લઈ આવ્યા.
રાજાએ ભયંકર ક્રોધથી મુનિને કહ્યું, ‘રે
પાખંડી, આ ખાડામાં ઊર્ભો રહી જા. તારા
ભગવાનને યાદ કરી છે. આજે તારો અંત
છે.” મુનિ ખાડામાં ઊભા રહી ગયા.
મુનિ બધા જીવોને ખમાવી આભામાં લીન
થઈ ગયા.
રાજાએ તીવ્ર કોધમાં અંધ બની મુનિરાજના
ગળા પર તલવારનો પ્રહાર કરી ર્દીધો. એ જ
ક્ષણે મુનિ કેવળજ્ઞાની બની મોક્ષગામી
બની ગયા.
મુનિરાજનું રજોહરણ, કંબલ, વસ્ત્રો બધું
ઊંહીથી લથપથ થઈ ગયું. એટલામાં સમડી
આકાશમાંથી ચીલઝડપે નીચે આવી.
માંસનો લોચો સમજીને તેણે રજોહરણને
પોતાની ચાંચમાં લીધું અને આકાશમાં
ઊS..
પરંતુ વજન વધારે હોવાથી રજોહરણ
સમડીની ચાંચમાંથી નીચે પડી ગયું.
નીચે રાજમહેલ હતો. અગાસીમાં રજોહરણ
પડ્યું. રાણીએ ભાઈ-મુનિના ૨ જોહરણને
જોયું. સેવકો દ્વારા, મુનિરાજની રાજાએ
કરેલી હત્યાની વાત જાણી, રાણીએ
છાતી ફાટ રુદન કર્યું. અનશન (આજીવના
ઉપવાસ) કરી લીધું.
રાજાએ પૂછયું, ‘અનશન કેમ કર્યુ’
તમે મારા સગા ભાઈ મદનબ્રણ મુનિની
હત્યા કરી નાંખી...
ઘોર અનર્થ કરી દીધો. ધિક્કાર છે આ
સંસારને અને સંસારના સુખોને.
રાણીની વાત સાંભળી રાજા ધ્રુજી ગયો,
બોલ્યો, “શું મુનિ તારા ભાઈ હતા ?
મદનબ્રણ હતા? અહો, મે ખૂબ અવિચારી
કામ કર્યું.
મેં મુનિની હત્યા કરી નરકે જવાનું નક્કી
કર્યું.
કેવી ભયંકર ભૂલ થઈ ગઈ?” એમ ખૂબ
પ્રાયશ્ચિત કરવા લાગ્યો.
પ્રાયશ્ચિત કરતાં કરતાં રાજાના કર્મ પણ
નાશ પામ્યા અને કેવળજ્ઞાન પ્રગટ થયું.
થોડા જ સમય પહેલાનો ઋષિનો હત્યારો
કેવળજ્ઞાની બની ગયો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top