રે આવ્યા શ્રી જિનરાજ મોતી વેરાણા
મારા ચિત્તના દ્વારે આવો… (૨)
આનંદ ઉત્સવ ને ભક્તિ ની રમઝટ સાથે લાવો
પ્રભુ પ્રેમ ની ધારા લાવો… (૨)
ઢોલ નગારા ને મંજીરા, પ્રભુના દ્વારે વગાડો
મોતી વેરાણા ચોકમા આવ્યા શ્રી જિનરાજ
ચોક મા જગમગ થાયે
રે આવ્યા શ્રી જિનરાજ શ્રી જિનરાજ… (૨)
અક્ષત ફુલડે વધાવો રે આવ્યા શ્રી જિનરાજ
ચૌક મા જગમગ થાયે રે આવ્યા શ્રી જિનરાજ…
પ્રભુ મૂરત જોઈ હરખાવું… (૨)
ઉમંગ ની છોડો ઉછલે છે હરખે પ્રભુ ને વધાવુ
તને લાખ-લાખ દિવડે વધાવુ… (૨)
વિવિધ જાતના વિવિધ ભાતીના ફુલડાઓ થી સજાવુ
મોતી વેરાણા ચોકમા આવ્યા શ્રી જિનરાજ
ચોકમા જગમગ થાયે રે આવ્યા શ્રી જિનરાજ
દિવ્ય ધ્વનિ સંભળાય રે આવ્યા શ્રી જિનરાજ
ચોકમા જગમગ થાય રે આવ્યા શ્રી જિનરાજ
અક્ષત ફૂલડે વધાવો રે આવ્યા શ્રી જિનરાજ
ચોકમા જગમગ થાય રે આવ્યા શ્રી જિનરાજ
આવ્યા શ્રી જિનરાજ…
આવ્યા શ્રી જિનરાજ…
પ્રભુ આવશે ને લઈ જાશે…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો