રવિવાર, 17 ઑક્ટોબર, 2021

સ્નાત્ર પૂજાનો ભાવાર્થ

*🙏સ્નાત્ર પૂજાનો ભાવાર્થ ....*
◼️◼️◼️◼️◼️◼️◼️◼️◼️
*🙏૧. જ્યારે જ્યારે તીર્થંકર પરમાત્મા તીર્થંકરપણે છેલ્લા ભવમાં જન્મે છે, ત્યારે ત્યારે દેવ-દેવીઓ પરમાત્માનો મેરુપર્વત ઉપર જન્માભિષેક કરે છે. તેનું સુંદર વર્ણન આ સ્નાત્ર પૂજામાં છે. આ પૂજા શ્રી વીરવિજયજી મહારાજશ્રીએ આશરે વિક્રમ સંવત ૧૮૮૫ માં બનાવી છે.*

*🙏૨. તીર્થંકર પરમાત્માના જીવનમાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એમ કુલ પાંચ કલ્યાણકો થાય છે. જગતના જીવોનાં કલ્યાણ કરનારા પ્રસંગો તે કલ્યાણક કહેવાય છે.*

*🙏૩. તીર્થંકર ભગવંતો જ્યારે સમ્યક્ત્વ પામે છે. ત્યારથી તેમના ભવોની સંખ્યા ગણાય છે. તીર્થંકર જે ભવમાં મોક્ષે જાય છે તેનાથી પૂર્વે ત્રીજા ભવમાં સંયમ લઈ, વિશિષ્ટ જ્ઞાન-ધ્યાન-તપ કરી, વીશસ્થાનકની આરાધના કરી મનમાં એવી ભાવના ભાવે છે કે મારી એવી શક્તિ ક્યારે આવે કે હું આ જગતના સર્વ જીવોને જૈન શાસનના રસિક કરૂં, ધર્મ પમાડું અને સંસારથી તારૂં. આવી ભાવનાથી જીવો ઉપર ભાવદયા કરી તીર્થંકર નામકર્મ બાંધે છે.*

*🙏૪. ત્યારબાદ ઉત્કૃષ્ટ ધર્મ આરાધના કરી, મૃત્યુ પામી દેવલોકનો (અથવા કદાચ નરકનો જો આયુશ્ય કર્મ પહેલા બાન્ધ્યુ હોયતો) એક ભવ કરીને ત્યાંથી ચ્યવીને અઢીદ્વીપની અંદર પંદર કર્મભૂમિના (5 ભરત, 5 ઐરાવત 5 મહાવેદહ) મધ્યખંડમાં રાજકુલમાં પરમાત્મા જન્મ પામે છે. જ્યારે પરમાત્મા માતાની કુક્ષીમાં આવે છે ત્યારે તેમના પ્રભાવથી માતા ચૌદ સુપન જુએ છે. હાથી-વૃષભ-સિંહ વિગેરે ચૌદ સ્વપ્નો આકાશમાંથી ઉતરતાં અને મુખમાં પ્રવેશ કરતાં સ્વપ્નો જોઈને માતા જાગે છે. માતા પોતાના પતિને સ્વપ્નો કહે છે. રાજા તે સ્વપ્નોના અર્થો કહે છે કે આ ચૌદ મહાસ્વપ્નો હોવાથી તીર્થંકર થનાર મહાપુત્ર જન્મશે.*

*🙏૫. શુભ ઘડી આવે છે અને પરમાત્મા જન્મ પામે છે. તે વખતે પ્રથમ ૫૬ દિક્કુમારિકા દેવીઓ આવી શારીરિક પવિત્રતાનું કામ કરે છે. ત્યારબાદ સૌધર્મેન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ થયો જાણીને હરિણગમેષી દેવ પાસે પ્રભુનો જન્મ થયાનું અને જન્માભિષેક માટે મેરુપર્વત ઉપર આવવાનું સર્વદેવોને સુઘોષાઘંટા વગડાવવા દ્વારા જણાવે છે. સર્વે દેવો તુરત મેરુ પર્વત ઉપર આવી પહોંચે છે.*

*🙏૬. પછી સૌધર્મેન્દ્ર પ્રભુના ઘરે આવે છે. માતાને પોતાની ઓળખાણ આપી, તેમને અવસ્વાપિની નિદ્રા આપી, બાલક પરમાત્માના જેવું બીજું બાલક બનાવીને માતા પાસે મુકીને, પોતે પાંચ રૂપ ધારણ કરીને પ્રભુને લઈને દેવ-દેવીઓના પરિવાર સાથે નાચતા-કુદતા ઘણા હર્ષ સાથે મેરૂપર્વત ઉપર આવી પહોંચે છે.*

*🙏૭. ચારે નિકાયના (વૈમાનિક, જ્યોતીશ્ક, વ્યંતર, અને ભવંપતિ) ઘણા દેવ-દેવીઓ તથા ચોસઠે ઇન્દ્રો મેરૂ પર્વત ઉપર આવી પહોંચે છે. બારમા દેવલોકનો અચ્યુતેન્દ્ર હુકમ કરે છે. હે સર્વે દેવો ! તમે જલ્દી જાવો અને ક્ષીરસમુદ્રનું પાણી લઈ આવો. ઉત્તમ ઔષધીઓ લઈ આવો. આપણે ભગવાનનો અભિષેક કરીએ. તે સાંભળીને દેવો આકાશ માર્ગે ઉડીને સર્વ વસ્તુઓ તુરત લઈ આવે છે.*

*🙏૮. આ જન્માભિષેકમાં કોઈક દેવો પોતાના ભાવથી આવે છે. કોઈક સ્ત્રીની પ્રેરણાથી આવે છે. કોઈક મિત્રની પ્રેરણાથી અને કોઈક કૌતુક જોવા માટે આવે છે. સોનાના, રૂપાના, માણેકના, એમ આઠ આઠ જાતિના આઠ આઠ હજાર કલશાઓ કુલ ૬૪૦૦૦ કલશાઓ ૧ અભિષેકમાં હોય છે. એવા ૨૫૦ અભિષેક જુદા-જુદા દેવ-દેવીઓના હોય છે. ૬૪૦૦૦ X ૨૫૦ = કુલ ૧,૬૦,૦૦,૦૦૦ કળશાઓથી પ્રભુનો અભિષેક કરે છે. ત્યારબાદ પરમાત્માને તેમના ઘરે પાછા લઈ જાય છે. . બત્રીસ ક્રોડ સૌનૈયા આદિની પરમાત્માના ઘરે વૃષ્ટિ કરે છે. અને અત્યન્ત હર્ષને પૂર્ણ કરવા નંદીશ્વર દ્વીપમાં જઈને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે.*

*🙏૯. મનમાં આવી શુભ ભાવના ભાવે છે કે પરમાત્મા જલ્દી મોટા થાય, દીક્ષા લે, અને અમને દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક ઉજવવાનો પ્રસંગ જલ્દી જોવા મળે. આવી ઇચ્છા રાખતા રાખતા પોત-પોતાના સ્થાને પધારે છે.*
👏👏👏👏👏👏👏👏👏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top