બુધવાર, 27 એપ્રિલ, 2022

Salibhadra

🌻🌻🌻🌻◼️🌻🌻🌻🌻
*🙏સભા : શાલિભદ્રે પુણ્યાનુબંધી પુણ્ય કઈ રીતે બાંધ્યું ❓* 

*🙏ઉત્તર : શાલિભદ્રનો જીવ પૂર્વ ભવમાં સંગમ નામનો રબારી છે, માતા ઘર ઘરનું કામ કરીને બન્નેનું પેટ ભરે છે, એક વખત તહેવારના દિવસોમાં બધા બાળકો ખીર પીને આવ્યા, તેથી સંગમને પણ ખીર પીવાનું મન થયું અને રડીને પણ તેણે ખીર મેળવી. ખીર બનાવી આપીને, ઠારી આપીને, તેની માતા બીજે કામ કરવા ગઈ, અને સંગમે કોઈ તપસ્વી મહાત્માને પારણે ભિક્ષામાં ફરતાં જોયા, એટલે તે આગ્રહ કરીને મહાત્માને પોતાના ઘરે લાવ્યો, અને રડીને મેળવેલી ખીર, જીંદગીમાં પહેલી વખત મેળવેલી ખીર, આ આટલી જ છે, આવા ખ્યાલવાળો સંગમ, એ બધી ખીર દાનમાં વહોરાવી દેવા તૈયાર થયો. વિચાર તો કરો કે કેવો શુભભાવ છે ? મહાત્માને પૂછતો નથી કે કેટલી લઉં ? એ તો થાળી ઉંધી જ વાળે છે. આવા ઉછળતાં ભાવે દાન આપતી વખતેય કોઈ પણ જાતની આશંસા નથી, કે સાધુઓને ભિક્ષા આપીએ તો આપણને ભવાંતરમાં મળે, આવી કોઈ આશંસા નથી, માત્ર સાધુઓ ઘણા શ્રેષ્ઠ કહેવાય, ઉત્તમ કહેવાય, સુંદર સાધના કરનારા કહેવાય, એમની ભક્તિ કરવી એ ખાવા કરતાં ય વધારે લાભદાયી કામ છે, આવી આવી સામાન્ય શ્રદ્ધાની સાથે નિરાશંસભાવ હતો, તેથી એવું પુણ્ય બંધાયું કે સર્વશ્રેષ્ઠ ભોગસામગ્રી મળી. તમારે આવું સુખ જોઈએ છે ? હા. પણ એમ નહિં મળે, એ તો જેઓ સુખને ભૂલી જાય તેમને જ આવું સુખ મળે છે. સુખને સલામ ભરનારાઓને આવું સુખ ક્યારે ય મળે નહીં.*

*📕પુસ્તક : આત્મા થી પરમાત્મા સુધી*

*🙏પ્રવચનકાર : પૂ. આ. ભ. શ્રી. વિ. નયવર્ધન સૂ. મ.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top