રવિવાર, 6 નવેમ્બર, 2022

Puny Pap ni Bari Palitana

પુણ્ય પાપની બારી

[ ઐસી દશા હો ભગવન્ !
 જબ પ્રાણ તનસે નિકલે,
ગિરિરાજ કી હો છાયા, 
મનમેં ન હોયે માયા,
તપસે હો શુદ્ધ કાયા   
            જબ...
                         સ્તવન ]

પાટણના પ્રતાપદાસ શેઠ આવા ટેકધારી હતા પથ્થરની રેખ સાથે સરખાવી શકાય એવી એમની ટેક હતી આબાલ્ય વ્રતધારી પ્રતાપચંદ શેઠ જાનના જોખમે એક ભીષ્મ પ્રતિજ્ઞા જાળવતા હતા એમને પ્રતિજ્ઞા હતી કે *કાર્તિકી પૂનમના પર્વ દિવસે ગિરિરાજ સિદ્ધાચલની યાત્રા કરવી એટલે કરવી જ* આ યાત્રા પણ કેવી *ચોવીયાર અઠ્ઠમ પૂર્વકની* આ જાતની યાત્રા કરવાની એમની ટેક ભલભલાને આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવી હતી 

     એમને નિયમ હતા એક આજીવન બ્રહ્મચર્ય અને બીજો દર કાર્તિકી પૂર્ણિમાએ ચોવીયાર અઠ્ઠમ તેના માટે દર વર્ષે કારતક સુદ તેરસ , ચૌદશ અને પૂનમનો ચોવીહાર અઠ્ઠમ કરતા *ચોમાસી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ* તેઓ સાંઢણી સવાર બનીને ગિરિરાજ તરફની મુસાફરી કરતા એ સાંઢણી એવી પવનવેગી હતી કે *પૂનમની બપોર સુધીમાં* એ શેઠને પાલીતાણાના પાદરમાં અને ગિરિરાજની ગોદમાં લાવીને મૂકી દેતો.

     વર્ષો સુધી શેઠનો યાત્રાક્રમ અખંડ જળવાયો ____અઠ્ઠમનો તપ એમને કોઈ અદ્રશ્ય સહાય પૂરી પાડતો.

     એક કાર્તિકી પૂર્ણિમા જાણે કટોકટીનો સંદેશ લઈને આવી એ વર્ષ દુકાળિયુ હતું અષાઢી આકાશની આંખમાંથી એક આંસુ ય ટપકતું નહોતું શ્રાવણ સરવરિયા વિનાનો વીત્યો હતો ભાદરવો તો ભડકે બળ્યો હતો આસો મહિનો આગ બન્યો હતો કારતક ચાલુ થઈ ગયો હતો પણ એ આગ ઠરવાનું નામ પણ લેતી ન હતી 

    યાત્રાની ટેક જાળવવી હોય તો અમારી ના નથી પણ ચોવીયાર અઠ્ઠમ કરવાનું રહેવા દો પ્રાણ જીવતા જાગતા હશે તો પ્રતિજ્ઞા ભંગનું પ્રાયશ્ચિત થશે અને નવી પ્રતિજ્ઞા પણ ધારણ કરી શકાશે આવી ઘણી વિનંતી થઈ પણ પ્રતાપદાસ શેઠનો જવાબ એક જ હતો કે *પ્રતિજ્ઞા ભંગ કરીને પછી એનું પ્રાયશ્ચિત કરવાની વાતો કરવી અને ભવિષ્યમાં વધુ ને વધુ પ્રતિજ્ઞાઓ ધારણ કરી શકવાનો ઠગારો આશાવાદ સેવવો એ તો એક આત્મવંચના જ ગણાય* પ્રતિજ્ઞા પાળવાની મારી મક્કમ ભાવના છે સંકટ આવે તો એમા સમાધિ જાણવાનો મારામાં વિશ્વાસ છે માટે આજ સુધી જે પ્રતિજ્ઞાને અણનમ અને અણિશુદ્ધ જાળવી એમા હું ઢીલો ના પડી જાઉં એ માટે તમારે સૌ એ મને પ્રબળ પ્રેરણા આપવી જોઈયે.હું તમારા બધાની પાસે આવી આશા રાખું છું માટે હવે બીજી ઢીલીપોચી વાત ના કરતા પ્રતિજ્ઞા પાલનમાં જ મને સહાયક બનજો. 

     આમ ગરમી અસહ્ય હતી બે ઉપવાસ તો એમણે પૂરા કરતા ઠીક ઠીક ઢીલાશ અનુભવી છતા મનોબળથી મક્કમ રહીને જ એમણે *ચોમાસી પ્રતિક્રમણ પૂર્ણ કરીને* ( *કારતક સુદ ચૌદશની રાત્રીએ ચોમાસામાં યાત્રા નથી કરી.* )પાલીતાણાના પંથે પ્રયાણ કરવાની તૈયારી કરી રબારી અને સાંઢણી અને પ્રતાપદાસ શેઠ આ ત્રણે પાટણથી પાલીતાણાના માર્ગે જવા રવાના થઈ ગયા.

     ગરમી એ સાંઢણીની ગતિને ઘટાડી ગાયબ કરી દીધી હતી જે સમયે ગિરિરાજ પહોંચતા એ સમયે શોષ અનુભવતા માંડ વલ્લભીપુર પહોંચ્યા ત્યાં આરામ કરીને પાછો પ્રવાસ થાકી ગઈ હોવા છતા સાંઢણીએ એનું કર્તવ્ય અદા થયાનો સંતોષ અનુભવ્યો.

    લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું ખરચીને સાંઢણીએ આત્મ સંતોષ લઈ દાદાનો દરબાર હજી દૂર હતો ત્યાં પહોંચવા સીમા ઓળંગે એ પહેલાં તો સાંઢણી અને શેઠ અને વફાદાર સેવક રબારીનો દેહ ઢળી પડ્યો 

     સંઘ બોલી ઊઠ્યો કે ખરી યાત્રા તો આ ત્રિપુટીની ગણાય અને તેઓની સ્મૃતિમાં શિલ્પાંકન કરાવ્યું જે આજે પુણ્ય -પાપની બારીના નામે મોજૂદ છે. 

    તે સમાચાર વદ બીજે પાટણ મળ્યા અને આજેય તે દિવસની ઊજવણી કરવાની શરૂ કરેલી પરિપાટી આજેય પળાય છે એમનો વંશવેલો આજેય હયાત છે આ ઘટનાને અંકિત કરતું એક ભીંતચિત્ર કાકાસાહેબના ગૃહમંદિરમાં મોજૂદ છે.

     તેઓ ગિરિરાજના ધ્યાનમાં દિવંગત થયા માટે એમની કાર્યોત્સર્ગ મુદ્રાવાળી એક ધાતુમૂર્તિ પાટણના ઝવેરીવાડમાં ગોડી પાર્શ્વનાથ જિનાલયમાં સ્થાપિત છે.

.પૂ પૂર્ણચંદ્રસૂરિશ્વરજી મ.સા. (રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ )

નોંધ _લેખ લાંબો હોવાથી સારાંશ જ ટાઈપ કર્યો છે.કારતક સુદ તેરસ ચૌદશ પૂનમ ત્રણ દિવસ અટ્ઠમ કર્યો છે, પણ ચાલુ ચોમાસામાં તેરસ કે ચૌદશની યાત્રા એક પણ વાર કરી નથી. ]

સંકલન - એસ. વીરવાડિયા 

જય ગિરિરાજ ,જઈએ ગિરિરાજ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top