શ્રી શાંતીનાથ દાદા ની અદ્દભુત વાતો...
તેમના ૧૨ ભવ થયા. દરેક ભવ આગળના ભવથી ચઢીયાતા હતા.
બારભવ માંથી એકપણ ભવમાં નરકમા ગયા નથી .
આ શાંતીનાથ દાદા એ છે જે બારભવ માંથી એકપણ
ભવમાં તીર્યચ ગતીમા ગયા નથી.
બારભવ માંથી એક ભવમા બલદેવ થયા.
એકવાર ૧૬૦૦૦ દેશના રાજા બન્યા.
જે બારભવ મા બે વાર ચક્રવર્તી બન્યા.
બારભવ માંથી એક ભવમા તિર્થંકરના પુત્ર થયા, એક ભવમાં ૩૨૦૦૦ દેશના રાજા બન્યા, છેલ્લે સ્વયં ર્તિથંકર
થયા.
તેઓ પાંચ ભવમા જન્મ થી જ અવઘીજ્ઞાન સાથે લઇને આવ્યા હતાં, બીજા કેાઇ તિર્થંકર પરમાત્મા ના પાંચ ભવ અવઘીજ્ઞાન સાથે થયા નથી!!
એક ભવમાં જીવની રક્ષામાટે પોતાનુ સંવસ્વ માંસ આપવા તૈયાર થયા હતા.
તેમને એકપણ ભવમાં મોટી બીમારી તો નહીં પણ નાની બીમારી પણ થઇ નથી.
તેઓ ભલે ૩૨૦૦૦ દેશના રાજા બન્યા,પણ એક્વાર પણ યુધ કે કોઇ નો સંહાર કર્યો નથી.
પૂર્વના એકપણ ભવમાં એમને કોઈની પણ જોડે કોઈ વેર બંધાયું નહોતું. તેમનો નાના મા નાનો ભવ એક લાખ વર્ષ નો હતો.
શાંતીનાથ દાદા ની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે.
શાસ્ત્ર વિરુદ્ધ લખાયું હોય તો
મિચ્છામિ દુક્કડમ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો