*પ્રશ્ન : ભગવાનની પૂજા સાંજે કેવી રીતે હોઈ શકે ? દેરાસર તો બપોરે 12 વાગે માંગલિક કરતા હોય છે, તો સંધ્યા પૂજા બીજી કઈ રીતે થાય તે જણાવશોજી.*
*(પ્રજ્ઞા શાહ, અમદાવાદ)*
*જવાબ :* *શાસ્ત્રોમાં પરમાત્માની ત્રિસંધ્યા પૂજા કરવી કહી છે, જેમાં એક પૂજા સાંજે સંધ્યા સમયે કરવાની હોય છે.*
*અહીં પૂજા શબ્દથી અંગપૂજા કે અગ્રપૂજા સ્વરૃપ દ્રવ્યપૂજા સમજવાની છે. સવારે વાસક્ષેપ દ્વારા અંગપૂજા થાય છે. મધ્યાહ્ને અષ્ટપ્રકારી પૂજા દ્વારા અંગપૂજા અને અગ્રપૂજા થાય છે. સાંજે ધૂપ–દીપ–આરતી–મંગળ દીવા સ્વરૃપે અગ્રપૂજા કરવાની છે. એટલે બપોરે 12 વાગે માંગલિક થતા જિનાલયો સાંજે પાછા ખોલીને જે ધૂપ–દીપ–આરતી–મંગળ દીવો કરાય છે, તે સંધ્યા પૂજા છે, એમ સમજવું.*
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
📝 *मुनि सौम्यरत्न विजयजी*
*Shilp Vidhi*
*જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો