સોમવાર, 11 નવેમ્બર, 2024

પાલીતાણા અંગારશા પીરનિ કહાની


શેરશાહ નામનો પાટણનો સૂબો હતો. સત્તા અને યુવાનીએ તેનામાં અવિવેકનો તરખાટ મચાવ્યો હતો. કયાંક કોઈ રૂપવતી સુંદરી દેખાઈ નથી કે તેને સ્વાધીન કરી નથી.

કુણઘેરનો ભાણજી શ્રાવક પોતાની રૂપવતી પત્ની કોડાઈને લઈને શંત્રુજયની યાત્રાએ જઇ રહ્યો હતો. શેરશાહે અપહરણ કરાવીને તેને પોતાના ઘરમાં બેસાડી. 

રોજ રૂમ બંધ કરીને કોડાઈ આદેશ્વરદાદા અને શંત્રુજયનું ધ્યાન ધરતી હતી. કોઈકે સુબાના કાન ભંભેર્યા. તપાસ કરવા સુબાએ એકાએક રૂમમાં જઈને જોયું તો કોડાઈ ધ્યાનમાં લીન હતી , પૂછ્યું " શું કરે છે ❓" કોડાઈએ કહ્યું " મારૂં જીવન પતિત થયું છે. પતિતને પણ પાવન કરનાર આદેશ્વર ભગવાન અને શંત્રુજય તીર્થનું ધ્યાન ધરું છું. જો તમે એક વાર તેના દર્શન કરશો તો પાવન થઈ જશો. "

અને એકવાર સુબો કોડાઈને લઈને શંત્રુજય પહોંચ્યો. સાથે અંગારશા નામના ઓલીયાને રાખ્યો છે. શંત્રુજય ઉપર અદ્દભૂત , અલૌકિક , દેદીપ્યમાન આદેશ્વર ભગવાનને જોઈને શેરશાહ સુબો સ્તબ્ધ થઈ ગયો. હાથ જોડાઈ ગયા. ભક્તિભાવથી મસ્તક નમી ગયું. સાથે રહેલા સેવક પાસે પરમાત્માને ચરણે ધરવા સોનામહોરનો થાળ મંગાવ્યો. 

અંગારશા ઓલીયાથી આ સહન થતું નથી. મુસલમાન થઈને જૈનોના ભગવાનને નમ્યો ❗કાફર થયો ❗સમજે છે શું ❓ ત્યાં તો સોનામહોરોનો થાળ ધરાવાયો. 

*ગુસ્સે થયેલો અંગારશા આદેશ્વર ભગવાન ઉપર શસ્ત્રનો છૂટો ઘા કરીને ભાગે છે. રસ્તામાં પડીને મૃત્યુ પામે છે અને પીર બને છે.*

શંત્રુજય અધિષ્ઠાયક કપર્દીયક્ષે એ પીરને નાથ્યો . શંત્રુજયની રક્ષા કરવાનું કામ સોપ્યું. 

એકવાર મહમદ બેગડો શત્રુંજય પર્વત પર દેરાસરો તોડવા આવ્યો હતો તે સમયે અંગારશા પીરે અંગારાનો વરસાદ કરતા લૂંટારાને ભાગવુ પડયુ હતું.

હઝરત અંગારશા પીરનું મહત્વ ૯૦૦ વર્ષથી થયાવત છે. સોમનાથ મંદિર લૂંટવા આવેલો બાદશાહ મહમદ બેગડો પાલિતાણાના શત્રુંજય પર્વત પર આવેલા દેરાસરો પણ લૂંટવા આવી ચડયો હતો. તેવા અરસામાં શત્રુંજય પર્વત પર અંગારશા પીર ભક્તિમાં લીન હતા . અને તેઓને બાદશાહની હરકત અંગે જાણ થતાની સાથેજ દેરાસરોનું રક્ષણ કરવાનું પોતે બીડું ઝડપી લીધુ હતું. મસમોટું સૈન્ય લઇને આવેલા મહમદ બેગડાને ભગાડવા માટે અંગારશાએ પર્વત પરથી ભક્તિના માધ્યમ વડે અંગારા વરસાવ્યા હતા, અને બાદશાહના સૈન્યએ પણ ભાગી જવાની ફરજ પડી હતી. હઝરત અંગારશા પીરે પોતાનું સમગ્ર જીવન શત્રુંજય પર્વત પર જ વિતાવ્યુ હતુ, અને તેઓના નિધન બાદ સમાધી સ્થળે અંગારશા પીરની દરગાહનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તીર્થની રક્ષા કરતાં હોવાથી સંઘપતિ અહીં ચાદર ઓઢાડીને પછી આગળ યાત્રા કરે છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top