મંગળવાર, 12 નવેમ્બર, 2024

શત્રુંજય ઉપર એક અભૂતપૂર્વ ઘટના....

 શત્રુંજય ઉપર એક અભૂતપૂર્વ ઘટના....

------------------------------------

સોળમાં સૈકામાં (૧૫૮૭માં) જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે પ્રતિષ્ઠાનું વર્ણન કરતા એક પ્રબન્ધ ગ્રન્થમાં એક ઐતિહાસિક નોંધમાં લખ્યું છે કે....


શ્રીઆદિશ્વર ભગવાનની પ્રતિષ્ઠા થઈ ગયા પછી પ્રતિષ્ઠાના મંગલ પ્રસંગે અદૃશ્ય રીતે ઉપસ્થિત રહેલા દેવમાંથી એક દેવે પ્રભુની મૂર્તિમાં પ્રદેશ કરીને પ્રતિમા જ જાણે સાત વખત શ્વાસોશ્વાસ લઈ રહી હોય તેવું દૃશ્ય ખડુ કર્યું હતું. દેવોએ પણ મૂર્તિને પ્રભાવિત કરવા દૈવિક પ્રભાવનું આરોપણ કર્યું હતું. તે જોઈને દર્શકોનાં હૈયાં ભાવવિભોર બની સ્તબ્ધ બની ગયાં હતાં.


આજે આ પરમાત્મા જાણે જીવંત બેઠા હોય, હાજરાહજૂર હોય તેવા લાગે છે, દર્શન કરતાં સહુ ભાવવિભોર બની જાય છે, અને અનેરા સાન્નિધ્યનો અનુભવ કરે છે. મૂર્તિ અને મૂર્તિનું ગર્ભગૃહ દિવ્ય ચેતનાઓથી ઠસોઠસ ભરેલું છે એટલે સેંકડો વર્ષથી આ મૂર્તિ સહુનું મહાન આકર્ષક અને અનન્ય શ્રદ્ધાનું સ્થાન બની ગઈ છે. એવા સંસ્થાને આકારે અડીખમ બેઠી છે કે જોતાં જ ભલભલાનાં હૈયા ત્રિકરણ ભાવે ઝુકી પડે છે. 


યાત્રાએ આવનાર યાત્રિકોના શરીરની ગમે તેવી પ્રતિકૂળતા હોય પણ તીર્થ અને દાદાનો પ્રભાવ એવો છે કે હિંમત અને શ્રદ્ધાથી યાત્રાએ જાય છે તેની યાત્રા સારી રીતે સફળ થાય છે.


માણસ હસતો જાય છે અને હસતો પાછો આવે છે. દાદાનો પ્રભાવ જ કોઈ અનેરો પથરાએલો છે. હજારો આત્માઓ એને અનુભવ કરતા રહ્યા છે.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top