મંગળવાર, 12 નવેમ્બર, 2024

શ્રી શત્રુંજય તીર્થના મોટા ઉદ્ધારો

 શ્રી શત્રુંજય તીર્થના મોટા ઉદ્ધારો 

--------------------------------------------

1. શ્રી ઋષભદેવ સ્વામીના સમયમાં શ્રી ભરતચક્રવર્તીએ ગિરિરાજનો ઉદ્ધાર કરાવ્યો. 


2. ભરતચક્રવર્તીના મોક્ષગમન પછી છ કોટી વર્ષ પછી ભરત ચક્રવર્તીના વંશમાં થયેલા શ્રી દંડવીર્યરાજાએ બીજો ઉદ્ધાર કરાવ્યો.  


3. દંડવીર્યરાજાના ઉદ્ધાર પછી સો સાગરોપમ ગયા પછી બીજા દેવલોકના ઇન્દ્ર ઈશાનેન્દ્રે  ત્રીજો ઉદ્ધાર કરાવ્યો. 


4. ઈશાનેન્દ્રના ઉદ્ધાર પછી એક કરોડ સાગરોપમ ગયા પછી ચોથા દેવલોકna ઇન્દ્ર માહેન્દ્રે સુહસ્તિની દેવીને વશ કરી ચોથો ઉદ્ધાર કરાવ્યો.


5. માહેન્દ્રના ઉદ્ધાર પછી દશ કોટી સાગરોપમ ગયા પછી પાંચમા દેવલોકના ઇન્દ્ર બ્રહ્મેન્દ્રે પાંચમો ઉદ્ધાર કરાવ્યો. 


6. બ્રહ્મેન્દ્રના ઉદ્ધાર પછી લાખ કોટી સાગરોપમ પછી ભવનપતિના ઇન્દ્ર ચમરેન્દ્રે છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો.


7. શ્રી અજિતનાથ પ્રભુના શાશનમાં શ્રી સગર ચક્રવર્તીએ સાતમો ઉદ્ધાર કરાવ્યો.


8. આઠમો ઉદ્ધાર વ્યંતરેન્દ્રે કરાવ્યો.


9. શ્રી ચંદ્રપ્રભસ્વામીના સમયમાં શ્રી ચંદ્રયશા રાજાએ નવમો ઉદ્ધાર કરાવ્યો. અને ચંદ્રપ્રભાસ (પ્રભાસ પાટણ) તીર્થમાં ચંદ્રપ્રભસ્વામીનો પ્રાસાદ કરાવ્યો.


10. શ્રી શાંતિનાથ ભગવાનના શાશનમાં તેમના પુત્ર શ્રી ચક્રયુદ્ધરાજાએ દશમો ઉદ્ધાર કરાવ્યો. 


11. શ્રી મુનિસુવ્રત ભગવાનના શાશનમાં શ્રી રામચંદ્રજીએ અગિયારમો ઉદ્ધાર કરાવ્યો.


12. શ્રી નેમિનાથ ભગવાનના શાશનમાં પાંડવોએ બારમો ઉદ્ધાર કરાવ્યો હતો. 


           પાંચમાં આરાનાં ઉદ્ધારો


13. શ્રી મહાવીરસ્વામીનાં શાશનમાં વિ. સં. 108માં જાવડશાએ શ્રી વજ્રસ્વામીનાં ઉપદેશથી તેરમો ઉદ્ધાર કરાવ્યો. તે વખતે મૂળનાયક તરીકે બિરાજમાન કરવા માટે તક્ષશિલાથી શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા લાવ્યા. પ્રતિમાજી લાવતા નવ લાખ સોના મહોરોનો ખર્ચ કર્યો. અને પ્રતિષ્ઠામાં 10 લાખ સોનામહોરો વાપરી. 


14. શ્રી શત્રુંજય માહાત્મ્યનાં કથન મુજબ શ્રી ધનેશ્વરસુરી મહારાજનાં ઉપદેશથી શ્રી શીલાદિત્ય રાજાએ ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. જયારે નવ્વાણું પ્રકારી પૂજા તથા કુમારપાલ-ચરિત્રનાં કથન મુજબ ચૌદમો ઉદ્ધાર ઉદયન મંત્રીનાં પુત્ર બાહડ મંત્રીએ વિ. સં. 1213માં કરાવ્યો. (અત્યારે મૂળનાયકજીનું જે દેરાસર છે તે બાહડમંત્રીનાં ઉદ્ધારનાં સમયનું છે.)


15. શ્રી સિદ્ધસેનસુરિના ઉપદેશથી સમરાશા ઓશવાળે પંદરમો ઉદ્ધાર કરાવ્યો. વિ. સં. 1371 મહા સુદ 14 સોમવારે પ્રતિષ્ઠા કરી હતી. આ તીર્થોદ્વારમાં 27 લાખ, 70 હજાર દ્રવ્ય ખર્ચ કર્યો. 


16. આ તીર્થનો સોળમો ઉદ્ધાર જે હાલ છે તે વિ. સં. 1587 વૈશાખ વદિ 6 રવિવારે કરમાશાહે કરાવેલ છે. મૂળ દેરાસર તો બાહડમંત્રીનું કરાવેલું જ છે. 


17. આ તીર્થનો છેલ્લો ઉદ્ધાર શ્રી દુપ્પહસુરિનાં ઉપદેશથી વિમલવાહન રાજા પાંચમા આરાના અંતિમ કાળમાં કરાવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top