શ્રી અરિહંત પદ ના ખમાસમણા ના દુહા
અરિહંત પદ ધ્યાતો થકો,
દવ્વહ ગુણ પજ્જાય રે;
ભેદ છેદ કરી આતમા,
અરિહંત રૂપી થાય રે.
વીર જિનેશ્વર ઉપદિશે,
તુમે સાંભલ જો ચિત્ત લાઈ રે
આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.
શ્રી સિદ્ધ પદ ના ખમાસમણા ના દુહા
રૂપાતીત સ્વભાવ જે,
કેવલ દંસણ નાણી રે,
તે ધાતા નિજ આત્મા,
હો ગયે સિદ્ધ ગુણ ખાણી રે
વીરો જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સંભલ જો ચિત્ત લાયી રે
આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.
શ્રી આચાર્યપદ ના ખમાસમણા ના દુહા
ધ્યાતા આચાર્ય ભલા,
મહામંત્ર શુભધ્યાની રે,
પંચ પ્રસ્થાને આતમા,
આચાર્યજ હોય પ્રાણી રે,
વીરાજિનેશ્વર ઉપદિશે,
તુમે સાંભલજો ચિત્ત લાઈ રે,
આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.
શ્રી ઉપાધ્યાયપદ ના ખમાસમણા ના દુહા
તપ સજ્ઝાયે રત સદા,
દ્વાદશ અંગના ધ્યાતા રે.,
ઉપાધ્યાય તે આતમા,
જગહબંધવ જગભ્રાતા રે.
વીરો જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સાંભલજો ચિત્ત લાઈ રે
આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવી આઈ રે.
શ્રી સાધુપદ ના ખમાસમણા ના દુહા
અપ્રમત જે નિત રહે,
નવી હરખે નવી શોચે રે,
સાધુ સુધા તે આતમા,
શું મુંડે શું લોચે રે…?
વીર જિનેશ્વર ઉપદિશે,
તુમે સાંભર જો ચિત્ત લાઈ રે,
આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.
શ્રી દર્શનપદ ના ખમાસમણા ના દુહા
શમ સંવેગાદિક ગુણા,
ક્ષય ઉપશમ જે આવે રે,
દર્શન તેહી જ આતમા,
શું હોય નામ ધરાવે રે.
વીર જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સાંભલ જો ચિત્ત લાઈ રે.
આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.
શ્રી જ્ઞાનપદ ના ખમાસમણ ના દુહા
જ્ઞાનાવરણીય જે કર્મ છે,
ક્ષય ઉપશમ તસ થાય રે
તો હુએ એહી જ આત્મા,
જ્ઞાને અબોધતા જાય રે
વીર જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સાંભલ જો ચિત્ત લાઈ રે
આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.
શ્રી ચારિત્રપદ ના ખમાસમણ ના દુહા
જાણ ચારિત્ર તે આતમા,
નીજ સ્વભાવમાં રમતો રે
લેશ્યા શુદ્ધ અલંકર્યો,
મોહ બને નવી ભમતો રે
વીર જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સાંભલ જો ચિત્ત લાઈ રે
આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.
શ્રી તપપદ ના ખમાસમણ ના દુહા
ઇચ્છારેધે સંવરી,
પરિણતિ સમતા યોગેરે;
તપ તે એહી જ આતમા,
વર્તે નિજ ગુણ ભોગે રે.
વીર જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સાંભલ જો ચિત્ત લાઈ રે
આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો