સોને કી છડી
રૂપે કી મશાલ
જરીયન કા જામા
મોતીયન કી માળા
હીરો કા મુગટ
રત્નો કા બાજુબંધ
સૂર્ય કા તિલક
ચંદ્ર કા કુડંલ
જીવદયા પ્રતિપાલક
ઇક્ષિવાકુ વશં વિભૂષણ
અયોધ્યા નગરી નરેશ
નાભિરાય ના સપૂત
મરૂદેવા ના નંદન
સુનંદા અને સુમંગલા ના હૈયા ના હાર
પ્રથમ રાજા
પ્રથમ શ્રમણ
પ્રથમ કેવળી
પ્રથમ તિથઁકર
અષ્ટાપદ નુ આભૂષણ
રાણકપુર નુ રત્ન
શંત્રુજય શિખર શણગાર
ચક્રેશ્ર્વરી દેવી પરિપૂજિતાય
ગૌમુખ યક્ષ રક્ષાય
વૃષભ લંછનધારી
શ્ર્વેત પરિકરધારી
શિવપદ દાતાર
મોક્ષફળ દાયક
કરૂણા ના સાગર
દયા ના અવતાર
અવનિ નો અલંકાર
ધરતી નો ધબકાર એવા
શ્રી સેવન હેવન નો રણકાર
એવા મારા તમારા આપણા
સૌના વ્હાલા વ્હાલા
રાજ રાજેશ્ર્વર
ત્રણ લોક ના નાથ
દેવાધિદેવ
શ્રી આદિનાથ દાદા ને
ઘણી ખમ્મા
ઘણી ખમ્મા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો