સાથ ગિરનારનો હાથ નેમનાથનો,
હોય જો મસ્તકે તો શો તોટો,
અન્ય સ્થાને રહી ધ્યાવે રૈવતગિરી,
ચોથે ભવે પામતો મોક્ષ મોટો
સાથ ગિરનારનો…
માત તાત ઘાતકી પાતકી અતિ ઘણો,
રાય ભીમસેન ગિરનાર આવે,
મુનિ બની મૌન ધરી અષ્ટદિન તપ તપી,
ઉજ્જ્યંત ગિરીએ મુગતિ પાવે
સાથ ગિરનારનો…
વસ્તુપાલ તેજપાલ મંત્રી સાજનને,
ધાર પેથડ શ્રાવક ભીમો,
તીર્થભક્તિ કરી તન-મન-ધન થકી,
મનુજ અવતાર તસ સફલ કીનો
સાથ ગિરનારનો…
છાયા પણ પક્ષીની આવી પડે ગિરીવરે,
ભ્રમણ દુર્ગતિ તણા નાશ થાવે,
જલ થલ ખેચરા ઇણ ગિરી પર રહી,
ત્રીજે ભવે મોક્ષ મોઝાર જાવે
સાથ ગિરનારનો…
વ્યક્ત ચેતન રહિત પૃથ્વી અપ તેજસા,
વાયુ પાદપ ગિરનાર પામી,
તીર્થ મહિમા થકી કર્મ હળવા કરી,
સવિ થયા તેહથી મુગતિ ગામી..
સાથ ગિરનારનો…
રત્ન, પ્રમોદ, પ્રશાંત, પદ્મગિરી,
સિદ્ધશેખર, ભવિ પાપ જાવે,
ચન્દ્ર-સૂરજગિરી, ઇન્દ્રપર્વતગિરી,
આત્માનંદ, ગિરીવર કહાવે
સાથ ગિરનારનો…
કથીર કાંચન હૂવે પારસના યોગથી,
“હ્રેમ” પરે શુદ્ધ નિજગુણ પાવે,
તિમ રૈવતગિરી યોગથી આત્મા,
પદવી “વલ્લભ “ લહી મોક્ષ જાવે
સાથ ગિરનારનો…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો