Virti Dhar No Vesh Pyaro Lage Re Jain Saiyam Song
વિરતિધરનો વેષ પ્યારો પ્યારો લાગે રે
સંસારીનો સંગ ખારો ખારો લાગે રે
ભવસાગર છે ભારી મુજને, તરતા ના ફાવે,
તરવાની ઘણી હોંશ મુજને, કોણ હવે ઉગારે,
સંયમનો આ પંથ, તારણહારો લાગે રે…
સંસારી…
સાચા સુખને શોધું છું, મને મારગ કોણ દેખાડે ?
આંગળી મારી પકડો મુજને મુક્તિ પંથ બતાવે,
સદગુરુ નો સંગ એક જ સાચો લાગે રે…
સંસારી…
રજોહરણ મેળવવાનો હવે, મન મારું લોભાયું,
ગુરુકુળમાં વસવાને કાજે દિલ મારું લલચાયું,
મહાવીર તારો માર્ગ, કામણગારો લાગે રે…
સંસારી…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો