સોમવાર, 10 ફેબ્રુઆરી, 2020

Aa Che Angar Amara Jain Stavn

Aa Che Angar Amara Lyrics

જેના રોમરોમ થી ત્યાગ અને સંયમનિ વિલસે ધારા, આ છે આણગાર અમારા, આ છે આણગાર અમારા (૨)
દુનિયામાં જેની જોડ જડેના, એવું જીવન જીવનારા.
આ છે આણગાર અમારા (૨)

સામગ્રી સુખની લાખ હતી, સ્વેછાએ એને ત્યાગી
સંગાથ સ્વજનનો છોડીને, સંયમનિ ભિક્ષા માંગી; સંયમનિ ભિક્ષા માંગી
દીક્ષાનિ સાથે પંચમહાવ્રત, અંતરમાં ધરનારા
આ છે આણગાર અમારા (૨)
જેના રોમરોમ થી ત્યાગ અને સંયમનિ વિલસે ધારા, આ છે આણગાર અમારા, આ છે આણગાર અમારા

ના પંખો વિંજે ગરમીમાં, ના ઠંડીમાં કદી તાપે
ના કાચા જલનો સ્પર્શ કરે, ના લીલોતરીને ચાપે; ના લીલોતરીને ચાપે
નાનામાં નાના જીવોનું પણ સંરક્ષણ કરનારા
આ છે આણગાર અમારા (૨)
જેના રોમરોમ થી ત્યાગ અને સંયમનિ વિલસે ધારા, આ છે આણગાર અમારા, આ છે આણગાર અમારા

જુઠું બોલીને પ્રિય થવાનો, વિચાર પણ ના લાવે
યા મોંન રહે યા સત્ય કહે, પરિણામ ગમે તે આવે; પરિણામ ગમે તે આવે
જાતે ના ળે કોઈ ચીજ કદી, જો આપો તો લેનારા
આ છે આણગાર અમારા (૨)
જેના રોમરોમ થી ત્યાગ અને સંયમનિ વિલસે ધારા, આ છે આણગાર અમારા, આ છે આણગાર અમારા

જો જરૂર પડે તો વાત કરે, પણ નયનો નીચા ઢાળે
મનથી વાણીથી કાયાથી, વ્રતનું પાલન કરનારા; આ છે આણગાર અમારા (૨)
જેના રોમરોમ થી ત્યાગ અને સંયમનિ વિલસે ધારા, આ છે આણગાર અમારા, આ છે આણગાર અમારા

ના સગ્રહ એને કપડાનો, ના બીજા દિવસનું  ખાણું
ના પૈસા એની જોળીમાં, ના એના નામે થાણું; ના એના નામે થાણું
ઓછામાં ઓછા સાધનમાં, સંતોષ ધરી રહેનારા
આ છે આણગાર અમારા (૨)
જેના રોમરોમ થી ત્યાગ અને સંયમનિ વિલસે ધારા, આ છે આણગાર અમારા, આ છે આણગાર અમારા

ના છત્ર ધરે  કદી તડાકામાં, ના ફરે કદી વાહનમાં
મારગ હો ચાહે કાટાળો, પહેરે ના કાઈ પગમાં; પહેરે ના કાઈ પગમાં
હાથેથી સઘળા વાળ ચુંટી, માથે મુંડન કરનારા 
આ છે આણગાર અમારા (૨)
જેના રોમરોમ થી ત્યાગ અને સંયમનિ વિલસે ધારા, આ છે આણગાર અમારા, આ છે આણગાર અમારા

કલ્યાણ જીવોનું કરવા કાજે, વિચરે દેશ વિદેશે
ના રાય રંક કે ઉચ નીચ, સરખા સૌને ઉપદેશે; સરખા સૌને ઉપદેશે
અપમાન કરો યા સન્માનો, સમતાભાવે રહેનારા
આ છે આણગાર અમારા (૨)
જેના રોમરોમ થી ત્યાગ અને સંયમનિ વિલસે ધારા, આ છે આણગાર અમારા, આ છે આણગાર અમારા

ના દેહ તણી દરકાર કરે, અભીરાતત્વ ને આચરતા
અભ્યાસક્રિયા ને ભક્તિ થી, આતમ ને ઉન્ન્નત કરતા; આતમ ને ઉન્ન્નત કરતા
આરાધનામાં આયુષ્ય વિતાવી ઉચ્ચગતિ વરનારા
આ છે આણગાર અમારા (૨)
જેના રોમરોમ થી ત્યાગ અને સંયમનિ વિલસે ધારા, આ છે આણગાર અમારા, આ છે આણગાર અમારા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top