Dhanya Dhanya Banavish Janma Maharo Lyrics
રાગ : રોમે રોમે હું તારો થતું જાવ છુ
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો, મને પંથ જડ્યો છે દાદા તાહરો
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો, મને પંથ જડ્યો છે દાદા તાહરો
જે પંથ પર ચાલ્યા સ્વયમ તીર્થકરો, એવો પંથ જડ્યો છે દાદા તાહરો
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો,મને પંથ જડ્યો છે દાદા તાહરો
કોઈ કહેશે કે હૈયે મને ડર હશે, કોઈ કહેશે કે મુશ્કીલ સફર
હશે
મને વિશ્વાસ છે મારા સાશન પર, જેની કરુણા થી ભીની આ શ્રુટ્રી
સફર
ગુરુ ભગવંત નો મળ્યો મને આશરો, જેમ બનિ બેઠા સ્વયમ તીર્થન્કરો
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો,મને પંથ જડ્યો છે દાદા તાહરો
જયારે સંયમ અપાશે હશે મુક્તિ લક્ષ, નાચશે ઓઘો લઈને હું
સહુની સમક્ષ
મનમાં રાખીશ સત્ય અહિંસા નું પક્ષ, દાદા રહેજો હાજારા હજૂર
પ્રત્યક્ષ
મારા શ્વાસ માં શ્વાસ નવો પાથરરો, લખી આપો મુક્તીસુખ ના
હસ્તાક્ષરો
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો,મને પંથ જડ્યો છે દાદા તાહરો
ભલે ચાલતા વિહારો માં કાંટા ખુચે, ભલે કોઈ મને સુખ સાત પૂછે
ભલે ના કોઈ માન મને પૂછે, ભલે કોઈ મને ગુરુ જેમ પૂજે
નહિ બાંધીશ હું આશા ના વાદળો, રાખીશ સમતા ને શાતા માં હરપળો
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો,મને પંથ જડ્યો છે દાદા તાહરો
જે પંથ પર ચાલ્યા સ્વયમ તીર્થકરો, એવો પંથ જડ્યો છે દાદા તાહરો
જેમ બની બેઠા સ્વયમ તીર્થાકરો, રાખીશ સમતા ને શાતા માં હરપળો
લખી આપો મુક્તીસુખ ના હસ્તાક્ષરો….
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો