Guru ae Aapyo Ogho Aaj Lyrics
શબ્દ : મુની
શ્રી જીનઆગમરત્નવિજયજી
(રાગ : ગોરી
રાધા ને કાળો કાન )
હે.... હે....
રજોહરણ લઇ જુમતો
એ એને મોક્ષ
કરવો ગેલ
મારા વાલા
ગુરુજી તમે કરી અનુપમ મેર
ગુરુ એ
આપ્યો ઓઘો આજ રહેવું આતમકાજ...(૨)
ગુરુ નો હાથ
છે, પ્રભુ નો શાથ છે ભીડવી કર્મ થી બાથ
ગુરુ નો હાથ
છે તો પ્રભુ નો શાથ છે સજીયો સંયમ સાજ
ગુરુ એ
આપ્યો ઓઘો આજ રહેવું આતમકાજ
મારા ગુરુ એ
આપ્યો ઓઘો આજ રહેવું આતમકાજ
કરોડો દેવો
મળી ઉત્સવ અનેરો કરી
માંગે સંયમ
નો વેશ રે
વીતરાગ ના
રાહ પર સાધના નિ કેડીએ
કર્મો કરે
અશેષ રે
કરોડો દેવો
મળી ઉત્સવ અનેરો કરી
માંગે સંયમ
નો વેશ રે
વીતરાગ ના
રાહ પર સાધના નિ કેડીએ
કર્મો કરે
અશેષ રે
પ્રભુ નું
મુખડું જોઈ મનડું જુમે
પ્રભુ નિ
ભક્તિ કરી કરીશું સ્વ ના કાજ...
મારા ગુરુ એ
આપ્યો ઓઘો આજ રહેવું આતમકાજ
મનોરથ આજે ફળ્યો
વેષ પ્રભુનો મળ્યો
કેવા ઉપકારી
ગુરુ રે
ભાવી છે
ભાવના કરવી આરાધના
ભવ ભ્રમણ
કરે પૂરું રે
મનોરથ આજે ફળ્યો
વેષ પ્રભુનો મળ્યો
કેવા ઉપકારી
ગુરુ રે
ભાવી છે
ભાવના કરવી આરાધના
ભવ ભ્રમણ
કરે પૂરું રે
જયન્તઆશિષ
લઈ ચરણ ગ્રહી
જીન આગમ ને
વશાવજો ને કર્મ કાજ...
ગુરુ એ
આપ્યો ઓઘો આજ રહેવું આતમકાજ
મળ્યો ઓઘો મને
આજ રહેવું ગુરુ સંગાથ
ગુરુ નો હાથ
છે, પ્રભુ નો શાથ છે ભીડવી કર્મ થી બાથ
ગુરુ નો હાથ
છે તો પ્રભુ નો શાથ છે સજીયો સંયમ સાજ
ઓઘો મળતા પ્રદક્ષીના
દેતા
મોક્ષ
મેળવવા થનગનતા.....
પ્રભુ સંગ
જુમતા કર્મો ખપતા
હદય એ ધારે
ઉતમતા....
સોંને ગમતા
સંધ ને નમતા
દીપે જગમાં
ટમટમતા....
ધરે સમતા
મારે મમતા
ગુરુ મળ્યા
આજે મનગમતા
ગુરુ મળ્યા
આજે મનગમતા...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો