Sayam Maro Swas Sayam Parbhu No Aheshash lyrics
હો..................
પર થી થયા
પરાયા, અમે સ્વ ના સગા થયા (૨)
સંસાર નો
સાર સમજી, પરમ ના પથીક થયા
આતમ થયો
ઉજાગર......, આતમ થયો ઉજાગર, પરમાત્મા થવા
સંયમ મારો
શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ
કાયાનો મેલ
ધોવા, કેટલા ભવો કર્યા (૨)
આતમનો મેલ
ધોવા, ગુરુ ના ચરણ મળ્યા
ગુરુ ના વચન
થી જાણે .... હો, ગુરુ ના વચન થી જાણે, સિધ્ધી ના દ્ર્વાર ખુલ્યા
સંયમ મારો
શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ (૨)
દુનિયા નિ
દ્રષ્ટી છૂટી, અંતર ના નયન ખુલ્યા (૨)
પ્રભુ ને
પામવા હવે, પલ પલ તરસી રહ્યા
પ્રીત પરમ
નિ પામવા .... હો, પ્રીત પરમ નિ પામવા, પ્રભુ ના પગલે ચાલ્યા
સંયમ મારો
શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ (૨)
જગ માં
મારું ન કોઈ, એ સત્ય ને સમજી ગયા (૨)
આ આતમ એક જ
મારો, એ સત્ય ને જાણી ગયા
વિતરાગી
જેવા બનવા .... હો, વિતરાગી જેવા બનવા, અમે વૈરાગી થયા
સંયમ મારો
શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ
પર થી થયા
પરાયા, અમે સ્વ ના સગા થયા (૨)
સંસાર નો
સાર સમજી, પરમ ના પથીક થયા
આતમ થયો
ઉજાગર......, આતમ થયો ઉજાગર, પરમાત્મા થવા
સંયમ મારો
શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ (૨)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો