શત્રુંજય સ્તવના શ્રી શત્રુંજ્ય લઘુકલ્પ
અઈમુત્તય કેવલિણા, કહિએ સેત્તુંજ તિત્ય માહપ્પં
નારય રિસિમ્સ પુરઓ, તે નિસુણહ ભાવઓ ભવિઆ. ૧
હે ભવ્યજીવો ! જેનું વર્ણન શ્રી અઈમુત્તા કેવળી ભગવાને
નારદઋષિ આગળ મુક્ત કંઠે કર્યું છે, એવા શ્રી શત્રુંજય તીર્થનું માહાભ્ય ભાવ ધરીને સાંભળો !?
સેત્તુંજે પુંડરિઓ, સિદ્ધો મુણિકોડિ પંચ સંજતો,
ચિતસ્સ પુણિમાએ, સો ભણણઈ તેણ પુંડરિ. ૨
શ્રી શત્રુંજયતીર્થ ઉપર ચૈત્રી પૂનમને દિવસે (શ્રી ઋષભદેવ
ભગવાનના પ્રથમ ગણધર) શ્રી પુંડરીક સ્વામી પાંચ કરોડ મુનિઓ સાથે સિધ્ધ થયા, તેથી તે પુંડરીકગિરિના નામથી ઓળખાય છે. ૩
નમિ વિનમિ રાયાણો, સિધ્ધા કોડિહિં દોહિં સાહુણ, તહ દેવિડ
વારિખિલ્લા, નવુઆ દસ ય કોડીઓ. ૪
નમિ અને વિનમિ નામના બે ભાઈઓ જે વિદ્યાધરના રાજા હતાં, તે બે કરોડ મુનિઓ સાથે સિધ્ધિ પામ્યા અને દ્રાવિડ અને વારિખિલ્લ નામના બે ભાઈઓ
દસ કરોડ મુનિઓ સાથે મોક્ષ (નિર્વાણ) પામ્યા. ૫
પજજુંત્ત સંબ પમુહા, અધ્ધુઠાઓ કુમારકોડીઓ,
તહ પંડવા વિ પંચય, સિદ્ધિ ગયા નારયરિસીય ૬.
પ્રદ્યુમ્ન કુમારને શાંબકુમાર વગેરે સાડા આઠ કરોડ
કુમારો-(કૃષ્ણ પુત્ર કુમાર સહિત) પાંચ પાંડવો (વીસ કરોડ સાથે) અને નારદ ઋષિ
(એકાણું લાખ સહિત) આ તીર્થમાં મોક્ષે ગયા. ૭
થાવચ્ચાસ્ય સેલગાઈ, મુણિણો વિ તહ રામમુણી,
ભરહો દસરહપુતો. સિદ્ધા વંદામિ સેતુંજે. ૮
થાવચ્ચપુત્ર (એક હજાર સાથે) શુક મુનિ (એક હજાર સાથે)
સેલગમુનિ (પાંચસો સહિત) વગેરે તથા દશરથ રાજાના પુત્રો-રામચંદ્રજી અને ભરત (ત્રણ
કરોડ સાથે) શ્રી શત્રુંજય ઉપર સિધ્ધ થયા તે સર્વેને હું વાંદુ છું. ૯. 🙏🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો