તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે ;
શ્રદ્ધાપૂર્વક માથું ધરજે, બાકી સઘળું ઈશ્વર કરશે.
સારી નરસી વેળા આવે હિમ્મત રાખી આગળ વધજે
શ્વાસે શ્વાસે એનું સ્મરણ કરજે,
બાકી સઘળું ઈશ્વર કરશે.
દરિયામાં ઝંઝા તોફાનો સાવ સહજ એ ઘટનાક્રમ છે
તું કેવળ જુસ્સાથી તરજે ,
બાકી સઘળું ઈશ્વર કરશે.
જીવનમાં જે કંઇ મળશે એની ઈચ્છા છે સમજીને,
અંતે એના ચરણે ધરજે, બાકી સઘળું ઈશ્વર કરશે.
જ્યાં પહોંચીને એવું લાગે પોતીકાં પણ આઘા ભાગે,
ત્યાંથી તુર્તજ પાછો ફરજે
બાકી સઘળું ઈશ્વર કરશે.
જેવું છે એવું જાણીને, જીવન આખ્ખુએ માણીને,
મૃત્યુ આવે ત્યારે મરજે, બાકી સઘળું ઈશ્વર કરશે.
તારું હોવું કેવળ એના આયોજનનો હિસ્સો
સત કર્મોનું ભાથું ભરજે
બાકી સઘળું ઈશ્વર કરશે.
✍🏼 અજ્ઞાત.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો