રવિવાર, 9 માર્ચ, 2025

વૈયાવચ્ચ એટલે શુ ?

વૈયાવચ્ચ એટલે શુ ?

🔆પ્રભુ એ બતાવેલા માર્ગ પર ચાલીને મુક્તિ પામવા ઇચ્છતા...સાધુ - સાધ્વીજીની સેવા કરવી....!

🔆 પ્રભુની આજ્ઞાને અનુસરનારા સાધુ - સાધ્વીજી ની સેવા કરી ને એમનો માર્ગ સરળ કરવો....!
આપણે પણ આ દુઃખ ના ચક્ર માંથી મુક્તિ મેળવવા ઇચ્છીએ છીએ..
આ અસાર સંસાર..એમા પાછા દુઃખોના ભંડાર...અને પીડા પારાવાર ...
ઘરમા પણ ...
બહાર પણ...
ઓફિસમાં પણ...
દરેક જગ્યાએ...એકબીજાના ટાંટિયા ખેંચવા...બીજાને પછાડવા હંમેશા તૈયાર રહેતા લોકો...સરળ માણસોનો લોકો લાભ ઉઠાવી લે...
કેટકેટલા પ્રોબ્લેમ્સ...?
પણ , આ બધામાંથી મુક્તિ અપાવે છે...સાધુ સાધ્વીજી ભગવંતોની કરેલી ભાવપૂર્વક સેવા...!

🔆એનાથી આપણો પણ મોક્ષ માર્ગ સરળ થાય..

 🔆 એનાથી આપણા ઘરમા પણ સુખ શાંતિ પ્રવર્તે છે...!

🔆 હરેક પ્રોબ્લેમ્સ નુ આપોઆપ નિવારણ.તથા નિરાકરણ થાય છે..!

🔆 બાળકોમાં પણ આનાથી સારા સંસ્કારોનું બીજારોપણ થશે...!

🔆 આપણા દેહ નો પણ સરસ ઉપયોગ થાય...
અહં - અભિમાન દુર ભાગે...

🔆 વીતરાગ પ્રભુની આજ્ઞા પળાઇ જાય...
🔆 સાધુ - સંત પ્રત્યે બહુમાનભાવ થાય...

🔆 આપણે .ચારિત્ર લઇ શકતા નથી...પણ, આ કરવા દ્વારા પાપકર્મોનો તો નિકાલ થાય જ છે...અને કોઇક ભવમાં ચારિત્ર પણ ઉદયમા આવે.... 

🔆 એમનું જીવન જોઇ ને આપણને એમના પ્રત્યે બહુમાનભાવ વધે ...

:~આ એક જાતનો અભ્યંતર તપ જ છે ~:
:~ જેનાથી , પાપકર્મનો થોક નાશ થાય છે. ~:
 
એક વાત ...
આપણુ બાળક આપણે કોઇને ત્યા થોડા દિવસ રોકાવા જાય તો...આપણ ને તેમના પર ખુબ વિશ્વાસ હોય છે...
કે , મારા બાળકને તે સારી રીતે સાચવશે..
હવે જે માતા - પિતાએ પોતાના બાળકને , પોતાના કાળજાના કટકાને શાસનને સોંપે ત્યારે એમને અઠંગ વિશ્વાસ હોય છે કે, મારા બાળકને શાસન સાચવશે...
ભલે, તેમણે ચારિત્ર માર્ગ સ્વીકાર્યો ..
પણ, એમના હ્રદય મા પણ માતા - પિતા જીવે છે...ચિંતા તો એમને પણ થતી હોય..આજે કયા હશે...વિહાર કર્યો હશે ...કેટલી ઠંડી છે...કેટલો તાપ છે..એનુ શુ થાશે...? 
અરે , કેરી , મિઠાઇ , વાપરશે ત્યારે પહેલા એ દીક્ષા લીધેલા સંતાનનો વિચાર કરશે ..!
કેમકે, તેમના હ્રદય મા માતા પિતા નુ અમૃત સદા વહેતુ હોય છે...એ ઝરણું કયારેય સુકાતુ નથી..
અને , આપણી પણ ફરજ છે...કે જેમના થકી વીર પ્રભુનું શાસન ઉજ્જવળ છે ..એ સાધુ - સાધ્વીજી ભગવંત ની સેવા કરીને ..શાસનની તથા વિતરાગી પ્રભુની આપણે સેવા તથા આજ્ઞા પાલન કરવુ જોઇએ..

પંચ મહાવ્રત પાળનારા આ સાધુ સાધ્વીજી ભગવંત ની સેવામાં દેવ દેવી હોય છે...પણ, આપણને એમની વૈયાવચ્ચ કરવાના લાભ થકી..મોક્ષ તો મળી જ શકે...પણ, આ લોક ના ..તથા પરલોકના સુખ નુ આપણે રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ.

 :~ આ સાધુ સાધ્વીજી ભગવંત ના ઉચ્ચ ચારિત્રથી ~:

   🌷 ધરતી રસાતાળ થતાં રોકાય છે .

  🌷 આભ પણ ફાટી જતાં રોકાય છે

 🌷 સાગરો છલકી જતાં રોકાય છે
 કારણ મુળ માં , આ સાધુ - સાધ્વીજી ભગવંતો છે! 

                         ॥ પ્રણામ ॥
   
🌐લવણ સમુદ્ર માઝા નથી મુકતો એનું કારણ મુળમાં , અલમસ્ત મુસાફર.. સાધુ-સાધ્વીજી ભગવંતો ની સાધનાઓ, તપ-જપ જ કારણભૂત છે🍂
        
🌷 એક વંદન કરવા થકી જો કૃષ્ણમહારાજા પોતાની ૪ નારકી ઘટાડી ..તો આપણે વૈયાવચ્ચ કરવા દ્વારા આ લોક , પરલોક તો સુધારી જ શકીએ અને પરમ પદ ને પામી જ શકીએ..
માટે આ મહાન ચારિત્રધારી સાધુ સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ કરીએ..!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top