રવિવાર, 9 માર્ચ, 2025

નવપદ સ્મરણ શા માટે

 નવપદ સ્મરણ શા માટે❓

⚪ સંસારત્યાગી કે સંસારીના જીવનમાં નવપદનું સ્મરણ નિરંતર રહેવું જોઈએ. પછી એ પ્રસંગ સુખનો હોય કે, દુઃખનો.

 🔴 _આ સ્મરણ કરતાં સંસાર સજાવવાનો ઈરાદો ન હોવો જોઈએ, પણ સંસાર કે સંસારજન્ય દોષોથી બચવાનો ઈરાદો હોવો જોઈએ._ એ સિવાય બીજો કોઈ હેતુ ન હોવો જોઈએ. 

🟡 માટે જ શ્રીપાળ મહારાજા પણ સ્વાર્થ આવે ત્યારે સ્વાર્થને સાધવા માટે નવપદને યાદ નહોતા કરતા, તેઓ તો નિરંતર નવપદને યાદ કરતા હતા. આ માટે રાસની લાઈન બરાબર ધ્યાનમાં લઈએ ! તેમાં જણાવ્યું છે કે, ‘‘સિદ્ધચક્ર ચિત્તમાં ધરી, નવપદ જાપ ન ચૂકે રે’’ 

🟢 શ્રીપાળ મહારાજાનું મન એવું નવપદમય બનેલું હતું કે, રાત્રે-દિવસે, સૂતાં ઊઠતાં બેસતાં, ખાતાં-પીતાં સતત તેમને નવપદ યાદ આવતા હતા. 

⚫ સતત નવપદમય તેઓ બનેલા હતા. વહાણને ચલાવવા માટે તેમણે નવપદને યાદ નહોતા કર્યા. નવપદ તો તેમના શ્વાસે શ્વાસે વણાયેલા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top