શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022

૧૧ શ્રી શ્રેયાંસનાથ સ્વામી

૧૧ શ્રી શ્રેયાંસનાથ સ્વામી

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ - ત્રણ.

(2) જન્મ અને દિક્ષા સ્થળ -સિહપુરનગર

(3) તીર્થંકર નામકર્મ - નલિનીગુલ્મ.વિમાન,

(4) દેવલોકનો અંતિમ ભવ - અચ્યુત વિમાન.

(5) ચ્યવન કલ્યાણક -વૈશાખવદ- ૬,શ્રવણ નક્ષત્રમાં.

(6) માતાનું નામ -વિષ્ણુદેવી અને પિતાનું નામ-વિષ્ણુરાજા.

(7) વંશ - ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.

(8) ગર્ભવાસ -નવમાસ અને છ દિવસ.

(9) લંછન-ગેંડો,અને વર્ણ -સુવર્ણ.

(10) જન્મ કલ્યાણક - મહા-વદ- ૧૨, શ્રવણ નક્ષત્રમાં.

(11) શરીર પ્રમાણ- ૮૦ ધનુષ્ય.

(12) દિક્ષા કલ્યાણક -મહાવદ-૧૩, શતભિષા નક્ષત્રમાં.

(13) કેટલા જણ સાથે દિક્ષા - ૧૦૦૦ સાથે.

(14) દિક્ષાશીબીકા - વિમલપ્રભા,અને દિક્ષાતપ-છઠ્ઠ.

(15) પ્રથમ પારણું -સિદ્ધાર્થ નગરમાં નંદ શ્રાવકે ક્ષીરથી કરાવ્યું.

(16) છદ્મસ્થા અવસ્થા - બે માસ.

(17) કેવલજ્ઞાન કલ્યાણક-છઠ્ઠતપ,તંદુકવ્રુક્ષની નીચે સિંહપૂરી નગરીમાં પોષવદ-૧૫,શ્રવણ નક્ષત્રમાં થયું.

(18) શાશનદેવ-ઈશ્વરયક્ષ અને શાશનદેવી -માનવીદેવી.

(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ - ૯૬૦ ધનુષ્ય.

(20)પ્રથમ દેશનાનો વિષય - નિર્જરા ભાવના.

(21) સાધુ - ૮૪૦૦૦ અને સાધ્વી -ધારિણી આદિ-૧૦૩૦૦૦.

(22) શ્રાવક -૨૭૯૦૦૦ અને શ્રાવિકા - ૪૪૮૦૦૦.

(23) કેવળજ્ઞાની-૬૫૦૦, મન:પર્યાવજ્ઞાની-૬૦૦૦ અને અવધિજ્ઞાની -૬૦૦૦.

(24) ચૌદપૂર્વધર- ૧૩૦૦, અને વૈક્રિયલબ્ધિઘર- ૧૧૦૦૦ તથા વાદી- ૫૦૦૦.

(25) આયુષ્ય -૮૪ લાખ વર્ષ.

(26) નિર્વાણ કલ્યાણક- અષાઢવદ-૩, ઘનિષ્ઠાનક્ષત્રમાં.

(27) મોક્ષ-સમ્મેતશિખર, મોક્ષતપ- મોક્ષાસન

(28) મોક્ષ સાથે -૧૦૦૦ સાધુ.

(29) ગણધર - કચ્છપ આદિ-૭૬.

(30) શ્રી વાસુપૂજ્યપ્રભુ નું અંતર -૫૪ સાગરોપમ

 

૧૧. શ્રી શ્રેયાંશનાથ ભગવાનનું ચૈત્યવંદન

 

🙏💜💚💛❤💜💚💛🙏

 

અચ્યુત કલ્પીથકી ચવ્યા, શ્રી શ્રેયાંશ જિણંદ;

જેઠ અંધારી દિવસે છઠે, કરત બહુ આનંદ.

ફાગણ વદી બારસે જનમ, દીક્ષા તસ તેરસ;

કેવલી મહા અમાવાસી, દેશના ચંદન રસ.

વદી શ્રાવણ ત્રીજે લ્હ્યા એ, શિવમુખ અખય અનંત;

સકલ સમીહિત પુરણો, નય કહે ભગવંત.

 

શ્રી શ્રેયાંસજિન અંતરયામી, આતમરામી નામી રે,

આધ્યાત્મ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ પામી રે... શ્રી શ્રેયાંસ... ૧

 

સયલ સંસારી ઈંદ્રિયરામી, મુનિગણ આતમરામી રે,

મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નોષ્કામી રે... શ્રી શ્રેયાંસ... ૨

 

નિજ સ્વરૂપ જે જકિરિતા સાધે, તેહ અધ્યાતમ લહીએ રે,

જે કિરિયા કરી ચૌગતિ સાધે, તે ન આધ્યાતમ કહીએ રે... શ્રી શ્રેયાંસ... ૩

 

નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે,

ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે... શ્રી શ્રેયાંસ... ૪

 

શબ્દ અધ્યાતમ અરથ સૂણીને, નિર્વિકલ્પ આદર જો રે,

શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાણ ગ્રહણમતિ ધરજો રે... શ્રી શ્રેયાંસ... ૫

 

અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે,

વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મતવાસી રે... શ્રી શ્રેયાંસ... ૬

 

પોષવદ-અમાસ અગિયારમાં તિર્થંકર ભગવાનશ્રી શ્રેયાંસનાથ સ્વામી કેવલજ્ઞાન કલ્યાણક-છઠ્ઠતપ,તંદુકવ્રુક્ષની નીચે સિંહપૂરી નગરીમાં ,શ્રવણ નક્ષત્ર...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શ્રી શ્રેયાંસનાથ ભગવાનને ચ્યવન ,જન્મ , દીક્ષા , તેમ જ કેવળજ્ઞાન કલ્યાણક થયાનો સૌભાગ્ય શ્રી સિંહપુરી તીર્થ ,વારાણસી ,ભેલુપુર તીર્થથી 9 કિ.મીઆ પાવન ભૂમિને પ્રાપ્ત થયેલ છે.

------------------------------------------------------------------------------

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top