બુધવાર, 2 ફેબ્રુઆરી, 2022

Bhavpuja ભાવપૂજા

દ્રવ્યનાં આલંબન વિના પરમાત્માની સાથે મન અને આત્મા થકી થતી પૂજા એટલે ભાવપૂજા...

 

🔷 આ ભાવપૂજા કઈ રીતે કરી શકીએ ?

 

પરમાત્માની... ચૈત્યવંદન...સ્તુતિ...સ્તવન... દ્વારા ભક્તિ એ ભાવપૂજા છે...

 

પરમાત્મા સમક્ષ...

 

💫 હૈયાનાં ઉમળકા સાથે એમની સ્તવના કરવી 😌

 

💫 એમની પાસે યાચક થઈને એમના ગુણોની માંગણી કરવી 🤲🏼

 

💫 પોતાના દોષો માટે પોક મૂકીને રડવું 😭

 

💫 એક નિર્દોષ બાળકની જેમ દિલ ખોલીને એમની સાથે વાતો કરવી 👶🏻

 

💫 મન મૂકીને નાચવું 😅

 

💫 એમને અપલક નજરે બસ જોયા કરવું 🙂

 

💫 એમના ધ્યાનમાં... એમના વિચારોમાં... ખોવાઈ જવું... એમનામાં લય પામી જવું... એમના મય થઈ જવું..... 😇

 

 આ બધી રીતે ભાવપૂજા કરી શકીએ છે...

 

🔷 ભાવપૂજાથી તરનારા આત્માઓ...

 

વીણાવાદન કરતાં કરતાં રાવણ એ અષ્ટાપદ તીર્થ પર તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું... 😍

 

       👇🏻 👇🏻 👇🏻 👇🏻

 આજ કાળમાં ભાવપૂજાથી થયેલ ચમત્કારિક ઘટના... 

 

33 વર્ષના સાધ્વીજી... અચાનક બંને આંખોની રોશની ગઈ... બધા ર્ડા. નો એક જ જવાબ... હવે રોશની ન આવે... Operationમાં પણ No ગેરંટી... પછી... Operationનો દિવસ... પણ ગયા... ગોપીપુરા... સહસ્રફણા પાર્શ્વનાથ દાદાનાં દરબારે... ત્યાં અભિષેક થયો ચાલુ... અહીં સાધ્વીજીનું ધ્યાન ચાલું... ત્યાં પરમાત્માનાં મસ્તકે અભિષેક... અહીં સાધ્વીજીનાં અશ્રુજળ ચાલું... 9.30 નું ઓપરેશન દાદાએ 8.30 વાગ્યે એમના દરબારમાં જ કરી દીધું... 

 

આવો જ એક કિસ્સો એક કાકા જોડે શંખેશ્વર દાદાનાં દરબારે એમના મોતીયાનું ઓપરેશન વખતે થયો હતો...

 

🔷 ભાવપૂજાની તાકાત 

 

સંબોધ સત્તરી ગ્રંથની ૪૪ અને ૪૫ મી ગાથા...(ભાવાર્થ)

 

મેરુ પર્વત અને સરસવમાં જેટલું અંતર છે તેટલું અંતર અહી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં જાણવું... ૪૪ 

 

દ્રવ્યસ્તવનો આરાધક ઉત્કૃષ્ટથી અચ્યુત નામનાં બારમાં દેવલોક સુધી જાય અને ભાવસ્તવે કરીને અંતર્મુહૂર્ત માં નિર્વાણ પદને પામે છે... ૪૫ 

 

સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રની ત્રીજી ગાથા...(ભાવાર્થ)

 

જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર નર અને નારીને સંસાર સમુદ્રથી તારે છે...

એક નમસ્કારમાં આટલી બધી તાકાત ! ! ! 

હા, આ એક જ નમસ્કારની વાત છે... 

જે ભાવ નમસ્કારની વાત છે...

વિચાર કરો ભાવમાં કેટલી તાકાત...

જો એમાં તદ્-અનુરૂપ ભાવનો ઉમેરો થાય તો શું ન આપી શકે ! ! !

 

🔷 ઉત્કૃષ્ટ ભાવપૂજા

 

દ્રવ્યપૂજા કદાચમાત્ર જિનાલય સંબંધી સીમિત રહે પરંતુ ભાવપૂજા તો ચોવીસ કલાક ક્ષણે ક્ષણે જીવનમાં કરી શકાય છે... જે છે ઉત્કૃષ્ટ ભાવપૂજા = આજ્ઞાપાલન...  

 

હા આ એક એવી ઉત્કૃષ્ટ પૂજા જે જીવનમાં પળેપળ કરી શકાય છે...

 

આજ્ઞાપાલન થી ઊંચી ભાવભક્તિ કોઈ નથી 🙏🏼 

 

પળેપળ આજ્ઞાપાલનરૂપી ભાવપૂજામાં રહેતાં સાધુ સાધ્વીજી ભગવંતોનાં સુખને તો જ્ઞાની ભગવંતોએ અનુત્તર દેવોનાં સુખ કરતાં પણ ચડિયાતું કહ્યું છે...

 

આ તાકાત છે આજ્ઞાપાલનરૂપી ભાવપૂજાની જે ઊંચામાં ઊંચા દેવલોકનાં સુખને પણ ઝાંખું પાડી દે છે...

 

 ભાવપૂજા માટે જરૂરી...  

 

સંવેદનાસભર હૃદય...💖

 

નિર્મળ મન...🥰

 

પરમાત્માની મહાનતાની ઓળખ...🙏🏼

 

પરમાત્માનાં ગુણોની ઝંખના... 💕

 

પોતાના દોષો પ્રત્યેનો ધિક્કાર... 😥

 

અવનવાં...સ્તુતિ... સ્તવનોનો... ભંડાર...🤗

 

સત્વ... સ્થિરતા... વિગેરે... 😊

 

જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં 🙏🏼

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top