શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022

શ્રી સત્તર ભેદી પૂજા

શ્રી સત્તર ભેદી પૂજા... 

🌻🌻🌻🌻🌻🌻

અનુભવી વિધિકારો જણાવતા હોય છે કે,

દરેક સંઘમાં,

વર્ષમાં એકવાર, શ્રી શાંતિ સ્નાત્ર મહાપૂજન, અઢાર અભિષેક, તથા સત્તરભેદી પૂજા અવશ્ય ભણાવવી જોઈએ.

 

પ્રત્યેક સાલગીરા માં

આરાધકો,જિનાલયમાં સત્તરભેદી પૂજા ભણાવતા હોય છે.

 

 

મૂર્તિપૂજાનો નિષેધ કરનારા મતમાં દીક્ષિત બન્યા બાદ પણ,

શાસ્ત્રોના અજવાળે

 મૂર્તિપૂજા શાસ્ત્ર માન્ય સિદ્ધાંત છે એવો નિર્ણય કર્યા બાદ,

  પૂજ્ય આત્મારામ જી મહારાજાએ આ સત્તરભેદી પૂજા રચી હોય,

તો એ પૂજાનું અર્થ ગાંભીર્ય અને ઊંડાણ કેવું અને કેટલું હોય એ આપણને ખ્યાલમાં આવે તેમ છે.

 

સકળ શ્રી સંઘ માં અષ્ટ પ્રકારી પૂજા નો મહિમા પ્રચલિત છે.

એવી રીતે સત્તર પ્રકારી પૂજા પણ પ્રચલિત થાય તો તે શ્રી સંઘના અભ્યુદય માટે થાય.

 

સત્તર ભેદી પૂજાના રચયિતા પૂજ્ય આત્મારામ જી મહારાજાનું જીવન કવન અને સત્ય ની પ્રાપ્તિ માટે તેઓશ્રીએ કરેલો જબ્બરજસ્ત પુરુષાર્થ જાણવા માણવા જેવો છે.

 

તેઓ શ્રીજીએ રચી આપેલી સત્તરભેદી પૂજા ના અર્થ નો આજથી આપણે સ્વાધ્યાય કરીશું.

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top