શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022

રજોહરણ

👉ભલે આ એક નાનકડું શબ્દ છે પણ ફક્ત આમા જ સાચું સુખ છે

 

👉દુઃખ થી સુખ ના સરનામા સુધી લઈ જનાર એટલે રજોહરણ!

 

👉બાહ્ય સુખ છોડાવી આંતરિક સુખ આપનાર એટલે રજોહરણ!

 

👉સંસારી દુઃખો થી સંયમી સુખો નો બ્રિજ એટલે રજોહરણ!

 

👉દીક્ષા પછી કોઈ પણ સાધના જેના વગર ના થાય એટલે રજોહરણ!

 

👉જેને હાથ માં લેતા જ મનડું નાચી ઉઠે એવું મન મોહનકારી ઉપકરણ એટલે રજોહરણ!

 

👉ચોર્યાસી લાખ યોનિ માં ફેરા અટકાવનારું ઉપકરણ એટલે રજોહરણ!

 

👉અનહદ પાપો ને અટકાવનારું ઉપકરણ એટલે રજોહરણ!

 

👉જેને ગુરુવર ના વરદ હસ્તે પ્રાપ્ત કરી જલ્દી થી મોક્ષ યાત્રા નો પ્રારંભ કરવાનું મન થાય એ ઉપકરણ એટલે રજોહરણ!

 

👉જેને પામવા માટે દેવો પણ ઝંખના કરતા હોય એ ઉપકરણ એટલે રજોહરણ!

 

👉પોતાના અંદર થી રજ (દોષો) નું હરણ (કરનારું) ઉપકરણ એટલે રજોહરણ!

 

🌸બસ હવે અંતર ની ઝંખના છે જેને પામવાની ગુરુવર ના હાથે લઈ જેને નાચવાની...

 

🌸આજીવન જેના થકી બધી સાધના સાધવાની મોક્ષની યાત્રાની શુરુઆત જેની પ્રાપ્તિ થી કરવાનીએ ઉપકરણ ની ઝંખના જાગી છે

 

🌸અંતર માં એટલે હવે નથી ગમતું આ સંસાર માં બસ હવે આવવું છે તો પ્રભુ તારા ધામ માં.....

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top