અરિહંત
પરમાત્માના પાંચ કલ્યાણકો અનુક્રમે ચડિયાતા છે. અર્થાત નિર્વાણ કલ્યાણક સર્વ
શ્રેષ્ઠ છે.
નિર્વાણ કલ્યાણક એટલે શું?
🪔આયુષ્યની અંતિમ ઘડીએ, સંસારસાગર
નો સામો કિનારો- સિદ્ધશિલા પ્રતિ પરમાત્માનું પ્રયાણ તે નિર્વાણ કલ્યાણક છે.
🪔અંતિમ સમયની પૂર્વે
ચોક્કસ સમયથી જ પ્રભુ બાહ્ય દેશનાદિ વ્યવહારથી વિરામ પામી, તીર્થ
ગણધરને સોંપી અનશન સ્વીકારે છે.
🪔પ્રભુના અનશન સમયે ઇન્દ્રાદિ દેવતાઓ
પ્રભુની સેવામાં ઉપસ્થિત રહે છે.
🪔પ્રભુ ચૌદમા
ગુણસ્થાનકને પામી,
શૈલેષીકરણ
દ્વારા ચારે અધાતી કર્મોનો ક્ષય કરી પાંચ હ્રસ્વાક્ષર (અ, ઈ, ઉં, ઋ
લૃ) બોલતાં જેટલો સમય લાગે તેટલો સમય ત્યાં રહી,
માત્ર એક જ સમયમાં મોક્ષે જાય છે.
🪔નિર્વાણ વેળાએ,પ્રભુ
સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાત
થાય છે. કૃતકૃત્ય થાય છે. સાદિ અનંતા ભાંગે સુખના સ્વામી બને છે. સિદ્ધપદમાં સ્થાન
માન પામે છે.
🪔પ્રભુના નિર્વાણથી જગતમાં અંધકાર વ્યાપે
છે. ભાવદીપકનો અસ્ત થતાં દેવો-માનવો દ્રવ્યદીપ પ્રગટાવી દિવાળી મનાવે છે.
🪔ઇન્દ્રાદિ દેવો અને રાજરાજેશ્વરો શોક
સહિત પ્રભુનો અગ્નિ સંસ્કાર કરે છે.
🪔પ્રભુના સંસ્કાર
સ્થાને ઇન્દ્ર મહારાજ, પ્રભુ પ્રતિમાથી શોભતું સ્તૂપમંદિર બનાવે
છે.
શોક દૂર કરવા નંદીશ્વર દ્વીપ જઇ અટ્ઠાઇ મહોત્સવ ઉજવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો