મંગળવાર, 12 મે, 2020

Janam Maran Sutak - જૈન ધર્મ સૂતક

 Janam Maran Sutak જન્મ સંબંધી સૂતક 

૧ . પ્રસવવાળી સ્ત્રી એક મહિના સુધી જિન પ્રતિમાનાં દર્શન ન કરે . ૪૦ દિવસ સુધી પરમાત્માની પૂજા ન કરે તથા વહોરાવી ન‌ શકે ઘરના બીજા સભ્યો પુત્ર જન્મેતો ૧૦ દિવસ સુધી અને પુત્રી જન્મે તો 11 દિવસ સુધી પુજા ન કરે , વહોરાવી ન શકે , દુરથી દર્શન કરી શકે , સામાયિક - પ્રતિકમણ વિગેરે સૂત્રો મનમાં બોલી કરી શકે .
૨ . પ્રસવવાળી સ્ત્રીનાં ઘરનાં સભ્યો અન્ય સ્થળે સ્નાન કરે અને રસોડું અલગ રાખે તો તેને સૂતક લાગતું નથી .
૩ . ઘરનાં ગોત્રીઓને પ દિવસનું તથા એક મોભવાળાને ૧૦ દિવસનું સૂતક લાગે . જો તે ઘરમાં સ્નાન કે ખાવાપીવાનો વ્યવહાર કરે તો .
૪ . પ્રસવવાળી ભેંસનું દૂધ ૧૫ દિવસ , ગાયનું ૧૦ દિવસ , બકરીનું ૮ દિવસ , અને ઉંઢડીનું ૧૦ દિવસ પછી ખાવું કલ્પે .
૫ . પરમામવાળા જેટલા દિવસે જન્મ સુતકીને ત્યાં જમે તેટલા દિવસનું સૂતક લાગે તે ૧૨ દિવસની અંદર જ દિવસો ગણવાનાં , ૧૨ દિવસ સૂતકીનાં થઈ જાય પછી નહીં .
૬ . ચક્રવર્તિને ત્યાં રસોડું અલગ હોય જેથી સૂતકન લાગે . 


મૃત્યુ સંબંધી સૂતક 


૧ . જેનાં ઘરે મૃત્યુ થયું હોય તે ઘરવાળાને ૧૨ દિવસ સુધી સૂતક લાગે , ગોચરી વિ . વહોરાવી ન શકે , પૂજા ન કરી શકે . હોસ્પિટલમાં  જન્મ મરણ થયું હોય અને સ્પર્શાસ્પશીથી દુર રહેતા હોય - સંપર્ક ન હોયતો સુતક ન લાગે .
૨ . મૃતક ની પાસે સુનારા અને કાંપીયાને 3 દિવસનું . સ્પર્શાસ્પર્શ કરનારને ૨ દિવસ અને માત્ર સમુદાયમાં જનારને ૧ દિવસનું સૂતક લાગે . સ્પશસ્પર્શી ન થાય તેવી રીતે અળગા રહેનારને પુજાદિ થઈ શકે .
૩ . જન્મે તે જ દિવસે મૃત્યુ થાય અથવા દેશાંતરે મરણ પામે તો ૧ દિવસનું સૂતક
૪ . સાધુ - સાધીજીના કાળ ધૅમપ્રસંગે શાસ્ત્રમાં સ્નાનનું વિધાન છે પણ વ્યવહારમાં ઘણે સ્થળે સ્નાન કરે છે અને ઘણે સ્થળે  સ્નાન નથી કરતા માટે આગ્રહ ન રાખવો .
૫ . આઠ વર્ષ સુધીનું બાળક મૃત્યુ પામે તો ૮ દિવસનું સૂતક જેટલા વર્ષો ઓછા તેટલાં દિવસ ઓછાનું સૂતક લાગે .
૬ . કસુવાવડ થાય તો જેટલા મહિનાનો ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક લાગે
૭ . સ્મશાન યાત્રામાં જિનેન્દ્ર ' ન બોલાય .
જન્મ મરણના સૂતક ને પાળવા માટે અહીં આપેલ અનેક પૂજ્ય આગમો અને શાસ્ત્ર પાઠો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રપાઠો પરંપરા વી છે , જે વિગતવાર જાણવા સમજવા માટે સૂતક મર્યાદાયૈ નમ : આ પુસ્તક અવશ્ય વાંચી પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું .
સેન પ્રશ્રમાં ' સ્નાન કરણાન્તરં ’ નો અર્થ સૂતકી સ્નાન કહ્યું છે . ચાલુ સ્નાન કર્યા વગર પૂજા થાય જ નહીં તે તો સૌ સમજે છે.


ઋતુવંતી ( એમ . સી . વાળી ) સ્ત્રી સંબંધી સુતક

 ૧ . ઋતુવંતી સ્ત્રી ૩ દિવસ અડે નહિં , ૪ દિવસ સુધી પ્રતિકમણ ન કરે . પાંય દીન પછી સ્વાધ્યાય કરે .
સાત દિવસ પછી પૂજા કરે . રોમાદિ કારણે ત્રણ દિવસ બાદ અશુચી દેખાય તો દોષ નહી વહોરાવી શકે પણ પ દિન બાદ શુદ્ધિ કરી , અગ્રપુજા કરી શકે , વહોરાવી શકે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top