શ્રી સ્નાત્ર - પૂજા
( વિધિસહિત )
સ્નાત્ર ભણાવતાં પહેલાંની વિધિ
૧ . પ્રથમ પૂર્વ દિશાએ કે - ઉત્તર દિશાએ અથવા મૂળ પ્રતિમા સન્મુખ ત્રણ સુંદર બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું .
૨ . પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરનો સાથિયો કરી ઉપર ચોખા પૂરીને શ્રીફળ મૂકવું .
૩ . પછી તે જ બાજોઠ ઉપર કેસરના સાથિયા આગળ બીજા ચાર સાથિયા કરી , તે ઉપર ચાર કળશ નાડાછડી બાંધી પંચામૃત ( દૂધ , દહીં , ઘી , મધ અને સાકરનું મિશ્રણ કરી ) ભરીને મૂકવા .
૪ . સિંહાસનના મધ્ય ભાગમાં કેસરનો સાથિયો કરી , રૂપાનાણું મૂકી , ત્રણ નવકાર ગણી તેના ઉપર પરિકરવાળાં પ્રતિમાજી પધરાવવાં .
૫ . વળી પ્રતિમાજીની આગળ બીજો સાથિયો કરી તેના ઉપર શ્રી સિદ્ધચક્રજી પધરાવવા .
૬ . પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઊંચો ધીનો જ દીવો મૂકવો .
૭ . પછી સ્નાત્રિયાઓએ હાથે નાડાછડી બાંધી , હાથમાં પંચામૃત ભરેલો કળશ લઈ , ત્રણ નવકાર ગણી , પ્રતિમાજી તેમજ સિદ્ધચક્રજીને પખાળ કરવો .
૮ . પછી પાણીનો પખાળ કરી ત્રણ અંગલૂછણાં કરી કેસર વડે પૂજા કરવી .
૯ . પછી હાથ ધોઈ ધૂપી પોતાના જમણા હાથની હથેલીમાં કેસરનો સાથિયો કરવો .
૧૦ . પછી કુસુમાંજલિ ( કેસર , ચોખા અને પુષ્પનો થાળ ) લઈ સ્નાત્રિયાઓએ ઊભા રહેવું
સ્નાત્ર પૂજા
( પ્રથમ કળશ લઈ ઊભા રહેવું )
કાવ્ય ( દ્રુતવિલંબિત વૃત્તમ )
સરસંશાન્તિસુધારસસાગરં ,
શુચિતરં ગુણરત્નમહાગરં
ભવિકપંકજબોધદિવાકરં ,
પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વરં . ૧
દુહા
કુસુમાભરણ ઉતારીને , પડિમાંધરિય વિવેક ,
મજ્જનપીઠે થાપીને , કરીએ જળ અભિષેક , ૨
( અહીં જમણે અંગૂઠે પખાળ કરી . અંગલૂછણાં , પૂજા કરી કુસુમાંજલિની થાળી લઈ ઊભા રહેવું . )
ગાથા - આર્યા ગીતિ
જિન જન્મ સમયે મેરુ સિહરે , રયણ - કણય - કલસેહિ
દેવાસુરેહિંણ્હવિઓ , તે ધન્નાજેહિંદિઠ્ઠોસિ . ૩
(જ્યાં જ્યાં કુસુમાંજલિ મેલો આવે ત્યાં ત્યાં પ્રભુના જમણે અંગૂઠે કુસુમાંજલિ મૂકવી . )
કુસુમાંજલિ - ઢાળ
નિર્મળ જળકળશે ન્હવરાવે , વસ્ત્ર અમૂલક અંગ ધરાવે ,
કુસુમાંજલિ મેલો આદિ જિણંદા , સિદ્ધસ્વરૂપી અંગ પખાલી ,
આતમ નિર્મલ હુઈ સુકુમાલી . કુસુમાં . ૪
( પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી . )
ગાથા - આર્યા ગીતિ
મચકુંદચંપ માલઈ , કમલાઇપુપ્ફ પંચવણ્ણાઈ ,
જગન્નાહ ન્હવણ સમયે , દેવા કુસુમાંજલિદિતિ . ૫
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય :
રયણ - સિંહાસન જિન થાપીજે ,
કુસુમાંજલિ પ્રભુ ચરણે દીજે
કુસુમાંજલિ મેલો શાન્તિ જિણંદા . ૬
દુહા
જિણતિહું કાલયસિદ્ધની , પડીમાં ગુણભંડાર ,
તસુચરણે કુસુમાંજલિ , ભવિક દુરિત હરનાર . ૭
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય :
કુસુમાંજલિ - ઢાળ
કૃષ્ણાગુરુ વર ધૂપ ધરીજે ,
સુગંધકર કુસુમાંજલિ દીજે ,
કુસુમાંજલિ મેલો નેમિ જિણંદા .
ગાથા - આર્યા ગીત
જસુ પરિમલ બલ દહ દિસિ
મહુકર ઝંકાર સત્ સંગીયા
જિણ ચલણોવરિ મુક્કા ,
સુરનરકુસુમાંજલિ સિદ્ધા . ૯
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય :
કુસુમાંજલિ ઢાળ
પાસ જિણેસર જગ જયકારી ,
જલથલ ફૂલ ઉદક કરધારી ,
કુસુમાંજલિ મેલો પાર્શ્વજીણંદા . ૧૦
દુહા
મૂકે કુસુમાંજલિ સુરા , વીર ચરણ સુકુમાલ ,
તે કુસુમાંજલિ ભવિકનાં , પાપ હરે ત્રણ કાલ. ૧૧
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય :
વિવિધ કુસુમ વર જાતિ ગહેવી ,
જિનચરણે પણમંત ઠવેવી ,
કુસુમાંજલિ મેલો વીર જિણંદા
વસ્તુ - છંદ
ન્હવણકાલે ન્હવણકાલે , દેવદાણવસમુચ્ચિય ,
કુસુમાંજલિ તહિ સંઠવિય , પસરંતદિસિ પરિમલ સુગંધિય
જિણપયકમલે નિવડેઈ વિગ્ઘહર જસ નામ મંતો ,
અનંત ચઉવીસ જિન , વાસવ મલીય અશેસ .
સા કુસુમાંજલિ સુહકરો , ચઉવિહ સંગ વિશેષ .
કુસુમાંજલિ મેલો ચઉવીસ જિણંદા . - ૧૩
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય :
કુસુમાંજલિ - ઢાળ
અનંત ચઉવીસી જિનજી જુહારુ ,
વર્તમાન ચઉવીસી સંભારું ,
કુસુમાંજલિ મેલો ચોવીસ જિગંદા , ૧૪
દુહા
મહાવિદેહે સંપ્રતિ , વિરહમાન જિન વીસ
ભક્તિ ભરે તે પૂજિયા , કરો સંઘ સુજગીશ . ૧૫
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય :
કુસુમાંજલિ - ઢાળ
અપચ્છરમંડલી ગીત ઉચ્ચારા ,
શ્રી શુભવીરવિજય જયકારા
કુસુમાંજલિ મેલો સર્વ જીણંદા . ૧૬
( પછી બધા સ્નાત્રિઓએ પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી . )
પછી શ્રી શત્રુંજયના નીચેના દુહા બોલતાં બોલતાં સિંહાસનની ત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં પ્રભુસન્મુખ ત્રણ ખમાસમણાં દઈ જગચિંતામણિ ચૈત્યવંદન શરૂ કરવું .
એ કે કું ડગલું ભરે , શેત્રુંજય સમો જેહ ,
રીખવ કહે ભવ ક્રોડનાં , કર્મ ખપાવે તેહ . ૧ .
શેત્રુંજય સમો તીરથ નહિ , રીખવ સમો નહિ દેવ ,
ગૌતમ સરખા ગુરુ નહિ , વળી વળી વંદુ તેહ . ૨ .
સિદ્ધાચલ સમરુ સદા , સોરઠ દેશ મોઝાર ,
મનુષ્યજન્મ પામી કરી , વંદુ વાર હજા૨ . ૩ .
ઈચ્છામિ ખમાસમણો , વંદિઉ જાવણિજજાએ નિસીહિઆએ મત્થએણ વંદામિ . ( એમ ત્રણ વાર ખમાસમણાં દેવા . )
૧ . જગચિંતામણિનું ચૈત્યવંદન
ઇચ્છાકારેણ સંદિંસહ ભગવન , ચૈત્યવંદન કરુ ઇચ્છ .
જગચિતામણિ જગનાહ , જગગુરુ જગરખ્ખણ , જગબંધવ જગસત્થવાહ જગભાવવિક્ખણ , અઠ્ઠાવયસંઠવિઅ રૂ વ કમ્મઠ્ઠ વિણાસણ , ચઉવીસંપિ જિણવર જયંતુ , અપ્પડિહયસાસણા . ૧
કમ્મભૂમિહિં , કમ્મભૂમિહિં પઢમસંઘયણિ , ઉક્કોસય સત્તરિસય , જિણવરાણ વિહરંત લબ્ભઈ , નવકોડિહિ કેવલિણ , કોડિસહસ્સનવ સાહુ ગમ્મઈ , સંપઈ જિણવર વીસમુણિ બિહું કોડિહિં વ૨નાણ , સમણહ , કોડિસહસ્સદુઅ , થુણિજ્જઈ નિચ્ચ વિહાણિ . ૨
જયઉસામિય જયઉસામિય , રિસહસતુજિ , ઉજિજતિ પહુ . નેમિજિણ , જયઉ વીર સચ્ચ ઉરિ . મંડણ , ભરૂ અચ્છહિં મુણિસુવ્વય મુહરિ પાસ દુહ - દુરિઅ ખંડણ , અવર - વિદેહિ તિત્થયરા , ચિહુદિસિ વિદિસિ જિ કેવિતિઆણાગય - સંપઈઅ વંદૂ જિણ સવ્વેવિ . ૩
સત્તાણવઈ સહસ્સા લખ્ખા છપ્પન્ન અઠ્ઠ - કોડિયો , બત્તિસય બાસિઆઈ , તિઅલોએ ચેઈએ વંદે , પનસ્સ કોડિ સયાઈ કોડિ બાયાલ લખ્ખઅડવન્ના , છત્તીસ સહસ અસિઈ , સાસયબિબાઈ પણમામિ . ૪
૨ . જંકિચિ
જંકિચિ નામ તિત્થં , સગ્યે પાયાલિ માણુસે લોએ ,
જા ઇં જિણિબિબાઈ , તાઈ સવ્વાઈ વંદામિ .
પછી બે હાથ જોડીને .
૩ .નમુત્થણં
નમુત્થણે અરિહંતાણં , ભગવંતાણં , ૧ આઇગરાણં , તિત્થયરાણં સયંસંબુદ્વાણં , ૨ , પુરિસુત્તમાણ , પુરિસસીહાણં , પુરિસવરપુંડરીઆણં , પુરિસવરગંધહથ્થાં , ૩ . લાગુત્તમાણે , લોગનાહાણે , લોગહિઆણં , લોગપઈવાણ , લોગપજ્જોઅગરાણ , ૪ . અભયદયાણં , ચખ્ખુદયાણ , મગ્ગદયાણં , સરણદયાણં , બોહિદયાણં , પ . ધમ્મદયાણં , ધમ્મદેસયાણં , ધમ્મનાયગાણં , ધમ્મસારહીણં , ધમ્મવરચારંતચક્કવટ્ટીણં , અપ્પડિહયવરનાણં દંસણધરાણં , વિઅટ્ટછઉમાણં , ૭ . જિણાણંજાવયાણં , તિન્નાણં તારયાણં , બુદ્ધાણં બોહયાણં , મુતાણંમોઅગાણં , ૮ . સવ્વનુણં , સવ્વદરિસીણં , સિવમયલ - મરુઅમણંતમકખય - મવ્વાબાહ - મપુણરાવિત્તિ - સિદ્ધિગઈ - નામધેયં ઠાણે સંપત્તાણં , નમો જિરાણં જિઅભયાણં . ૯ . જેઅ અઈયા સિદ્ધા , જેઅ ભવિસંતિ - ણાગયે કાલે , સંપઈઅવટ્ટમાણા , સવ્વે તિવિહેણ વંદામિ ૧૦
૪ . જાવંતિ ચેઈઆઈ
જાવંતિ ચેઈ આઈ ઉઠ્ઠેઅ અહેઅ , તિરિઅ લોએઅ ,
સવ્વાઈ , તાઈ વંદે ઇહ સંતો તત્થ સંતાઈ .
ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ , નિસીહિઆએ , મત્થએણ વંદામિ .
૫ . જાવંત કેવિસાહુ
જાવંત કેવિ સાહુ , ભરહેરવય મહાવિદેહેઅ , સવ્વેસિંતેસિંપણઓ , તિવિહેણ તિદંડવિયાણં
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય :
૬ . ઉવસંગ્ગહર
ઉવસગ્ગ - હરં પાસં પાસં વંદામિ , કમ્મુ - ઘણ - મુક્કં ,
વિસહર - વિસ - નિન્નાસં મંગલ કલ્યાણ આવાસં .
વિસહર - ફુલિંગ મંત , કંઠે ધારેઈ જો સયા મણુઓ ,
તસ્સ ગહ - રોગ મારી , દુઠ્ઠ જરા જંતિ ઉવસામં .
ચિઠ્ઠઉ દૂરે મંતો , તુજઝ પણામો વિ બહુફલો હોઈ ,
નર તિરિએસુ વિ જીવા પાવંતિ ન દુખ્ખ દોગચ્ચં .
તુહ સમ્મત્તે લબ્ધે , ચિંતામણિ કપ્પપાય વબ્ભહિએ ,
પાવંતિ અવિગ્ઘેણં , જીવા અયરામરં ઠાણં .
ઈઅસંથુઓ મહાયસ ! ભત્તિબ્ભર નિભ્ભરેણ,
તા દેવ ! દિજ્જ બોહિં , ભવે ભવે પાસ જિણચંદ .
( પછી લલાટ સુધી હાથ જોડી )
૭ . જયવીયરાય
જયવીયરાય જગગુરૂ , હોઉ મમં તુહ પભાવઓ ભયવં ભવનિવ્વેઓ મગ્ગાણુસારિયા ઈઠ્ઠફલ સિદ્ધિ .
લોગવિરુદ્ધચ્ચાઓ ગુરુજણપૂઆ પરત્થકરણંચ , સહુ - ગુરુ - જોગો , તવ્વયણ સેવણા આભવ મખંડા
( હાથ નીચા ઉતારી નાસિકા સુધી રાખવા )
વારિજ્જઈ જઈ વિ નિયાણ - બંધણં વીયરાય ! તુહ સમએ , તહવિ મમ હુજ્જ સેવા , ભવે ભવે તુમ્હ ચલણાણં .
દુક્ ખઓ કમ્મખઓ , સમાહિમરણં ચ બોહિલાભોઅ સંપજ્જઉ મહ એ - અં , તુહ નાહ પણામકરણે -ણં .
સર્વ મંગલ માંગલ્ય , સર્વ કલ્યાણકારણં
પ્રધાનં સર્વધર્માણાં , જૈનં જયતિ શાસનમ્ .
( પછી સ્નાત્રિયાઓએ હાથ ધૂપી હાથમાં કળશ લઈ મુખકોશ બાંધી ઊભા રહેવું . )
દુહો
સયલ જિણેસર પાય નમી , કલ્યાણક વિધિ તાસ ,
વર્ણવતાં સુણતાં થકાં , સંધની પૂગે આશ .૧
( ઢાળ )
સમકિત ગુણઠાણે પરિણમ્યા ,
વળી વ્રતધર સંયમસુખ રમ્યા ,
વીશસ્થાનક વિધિએ તપ કરી ,
એસી ભાવ દયા દિલમાં ધરી . ૧
જો હોવે મુજ શક્તિ ઇસી ,
સવિ જીવ કરુ સાશનરસી ,
શુચિરસ ઢલતે તિહાં બાંધતાં ,
તીર્થ કર નામ નિકાચતાં . ૨
સરાગથી સંયમ આચરી ,
વચમાં એક દેવનો ભવ કરી ,
ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે ,
મધ્ય ખંડે પણ રાજવી કુલે . ૩
પટરાણી કુખે ગુણનીલો ,
જેમ માનસરોવર હંસલો .
સુખ શય્યાએ રજની શેષે ,
ઊતરતાં ચૌદ સુપન દેખે . ૪
ઢાળ - ચૌદ સ્વપ્નની
પહેલે ગજવર દીઠો , બીજે વૃષભ પઇઠ્ઠો ,
ત્રીજે કેસરી સિહ , ચોથે લમી અબીહ .
પાંચમે ફૂલની માળા , છઠ્ઠે ચન્દ્ર વિશાળા ,
રવિ રાતો ધ્વજ મ્હોટો , પૂરણ કળશ નહિ છોટો .
દશમે પદ્મ સરોવર , અગિયારમે ૨ત્નાકર ,
ભુવ વિમાન રત્નગંજી , અગ્નિશિખા ધુમવજિ .
સ્વપ્ન લહી જઈ રાયને ભાખે . રાજા અર્થ પ્રકાશે ,
પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે , સંકલ મનોરથ ફળશે .
વસ્તુ - છંદ
અવધિ નાણે અવધિ નાણે , ઉપના જિનરાજ ,
જગતજસ પરમાણુઓ , વીસ્તર્યાવિશ્વજંતુસુખકાર ,
મિથ્યાત્વ તારા નિર્બળા , ધર્મ ઉદય પરભાતસુંદર ,
માતા પણ આનંદિયા , જાગતી ધર્મ વિધાન ,
જાણંતી જગતિલક સમો , હોશે પુત્ર પ્રધાન .
દોહા
શુભ લગ્ને જિન જનમીયા , નારકીમાં સુખ જ્યોત ,
સુખ પામ્યા ત્રિભુવન જના , હુઓ જગત ઉદ્યોત .
ઢાળ - કડખાની દેશી
સાંભળો કળશ જિન - મહોત્સવનો ઇહાં ,
છપ્પન કુમરી દિશી વિદિશી આવે તિહાં ,
માય સુત નમીય , આનંદ અધિકો ધરે .
અષ્ટ સંવતૅ વાયુથી કચરો હરે .
વૃષ્ટિ ગંધોદકે , અષ્ટ કુમરી કરે ,
અષ્ટ કલશા ભરી , અષ્ટ દર્પણ ધરે ,
અષ્ટ ચામર ધરે , અષ્ટ પંખા લહી ,
ચાર ૨ક્ષા કરી , ચાર દીપક ગ્રહી .
ધર કરી કેળનાં , માય સુત લાવતી ,
ક૨ણ શુચિકર્મ જળ - કળશે વરાવતી ,
કુસુમ પૂજી , અલંકાર પહેરાવતી ,
રાખડી બાંધી જઈ , શયન પધરાવતી .
નમીય કહે માય તુજ બાળ લીલાવતી ,
મેરુ રવિ ચન્દ્ર લગે , જીવજો જગપતિ ,
સ્વામી ગુણ ગાવતી , નિજ ઘર જાવતી ,
તેણે સમે ઇન્દ્રસિહાસન કંપતી .
ઢાળ - એકવીશાની દેશી
જિન જન્મ્યાજી , જિન વેળા જનની ધરે ,
તિણ વેળાજી , ઇન્દ્રસિહાસન થરહરે ,
દાહિણોત્તરજી , જેતા જિન જનમે યદા ,
દિશિનાયકજી , સોહમ ઇશાન બિહુ તદા .
ત્રોટક છંદ
( અહીં ઘંટ વગાડવો )
તદા ચિંતે ઇન્દ્ર મનમાં , કોણ અવસર એ બન્યો ,
જિનજન્મ અવધિનાણે જાણી હર્ષ આનંદ ઊપન્યો . ૧
સુઘોષ આદે ઘંટનાદે , ઘોષણા સુર મેં કરે ,
સવિ દેવીદેવા જન્મમહોત્સવે આવજો સુરગિરિવરે . ૨
ઢાળ - પૂર્વલી
એમ સાંભળીજી , સુરવર કોડી આવી મળે ,
જન્મ મહોત્સવજી , કરવા મેરુ ઉપર ચલે ,
સોહમપતિજી , બહુ પરિવારે આવિયા .
માય જિનનેજી , વાંદી પ્રભુને વધાવિયા ( અહીં પ્રભુને ચોખાથી વધાવવા )
ત્રોટક
વધાવી બોલે હે રત્નકુક્ષી , ધારિણી , તુજ સુતતણો ,
હું શક્ર સોહમ નામે કરશું જન્મ મહોત્સવ અતિ ઘણો .
એમ કહી જિન પ્રતિબિંબ થાપી , પંચરૂપે પ્રભુ ગ્રહી ,
દેવદેવી નાચે હર્ષ સાથે , સુરગિરિ આવ્યા વહી .
ઢાળ - પૂર્વલી
મેરુ ઉપ૨જી , પાંડુક-વનમેં ચિહું દિશે ,
શિલા ઉપરજી , સિંહાસન મન ઉલ્લસે ,
તિહાં બેસીજી , શક્રે જિન ખોળે ધર્યા ,
હરિ ત્રેસઠજી , બીજા તિહાં આવી મળ્યાં .
ત્રોટક
મળ્યા ચોસઠ સુરપતિ તિહાં , કરે કળશ અડ જાતિના ,
માગધાદિ જળ તીર્થ ઔષધિ . ધૂપ વળી બહુ ભાતિના ,
અચ્ચુતપતિએ હુકમ કીનો , સાંભળો દેવા સવે ,
ક્ષીરજલધિગંગાનીર લાવો ઝટિતિ જિનજન્મ મહોત્સવે .
ઢાળ - વિવાહલાની દેશી
સુર સાંભળીને સંચરિયા , માગધ વરદામે ચલિયા ,
પદ્મદ્રહ ગંગા આવે , નિર્મલ જળકળશા ભરાવે . ૧
તીરથ જળ ઔષધિ લેતાં , વળી ખીરસમુદ્ર જાતા ,
જળકળશા બહુલ ભરાવે , ફૂલ ચંગેરી થાળ લાવે . ૨
સિંહાસન ચામર ધારી , ધૂપધાણાં રકેબી સારી ,
સિદ્ધાંતે ભાખ્યા જેહ , ઉપકરણ મિલાવે તેહ . ૩
તે દેવા સુરગિરિ આવે , પ્રભુ દેખી આનંદ પાવે ,
કળશાદિક સહુ તિહાં ઠાવે , ભક્તે પ્રભુના ગુણ ગાવે ૪
ઢાળ - રાગ ધનાસરી
આતમભક્તિ મળ્યા કોઈ દેવા , કેતા મિત્તનું જાઈ ,
નારીપ્રેર્યા વળી નિજ ફુલવટ , ધર્મી ધર્મસખાઈ ,
જોઈસ વ્યંતર ભુવનપતિના વૈમાનિક સુર આવે .
અચ્ચુતપતિ હુકમે ધરી કળશા , અરિહાને નવરાવે . આ . ૧
અડજાતિ કળશા પ્રત્યેકે , આઠ આઠ સહસ પ્રમાણો ,
ચઉસઠ સહસ હુઆ અભિષેક , અઢીસેં ગુણ કરી જાણો ,
સાઠ લાખ ઉપર એક કોડી , કળશાનો અધિકાર ,
બાસઠ ઇન્દ્ર તણા તિહાં બાસઠ લોકપાલના ચાર . આ . ૨
ચન્દ્રની પંક્તિ છાસઠ છાસઠ , રવિશ્રેણી નરલોકો ,
ગુરુસ્થાનક સુરકેરો એક જ , સામાનિકનો એ કો ,
સોહમપતિ ઈશાનપતિની , ઇન્દ્રાણીના સોળ ,
અસુરની દશ ઇન્દ્રાણી , નાગની બાર કરે કલ્લોલ . આ . ૩
જ્યોતિષ વ્યંતર ઇન્દ્રની ચઉ ચઉં , પર્ષદા ત્રણનો એકો ,
કટકપતિ અંગરક્ષક કેરો , એ એ ક સુવિવેકો ,
પરચુરણ સુરનો એક છેલ્લો , એ અઢીસે અભિષેકો ,
ઈશાન ઇન્દ્ર કહે મુજ આપો , પ્રભુને ક્ષણ અતિરેકો . આ ૪
તવ તસ ખોળે ઠરી અરિહાને , સોહમપતિ મનરંગે ,
વૃષભ રૂપ કરી શૃંગ જળ ભરી , ન્હવણ કરે પ્રભુઅંગે ,
પુષ્પાદિક પૂજીને છાંટે , કરી કેસર રંગ રોળે ,
મંગળ દીવો આરતી કરતાં , સુરવર જય જય બોલે . આ . ૫
ભેરી ભુગલ તાલ બજાવત , વળિયા જિનકર ધારી ,
જનની ઘર માતાને સોંપી એણી પેરે વચન ઉચ્ચારી ,
પુત્રે તમારો , સ્વામી હમારો , અમ સેવક આધાર ,
પંચ ધાવી - રંભાદિક થાપી , પ્રભુ ખેલાવણ હાર . આ . ૬
બત્રીસ કોડી કનક મણિ માણિક , વસ્ત્રની વૃષ્ટિ કરાવે ,
પૂરણ હર્ષ કરેવા કારણ , દ્વીપ નંદીસર જાવે ,
કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા , નિજ નિજ કલ્પ સધાવે .
દીક્ષા કેવલને અભિલાષે , નિત નિત જિન ગુણ ગાવે . આ . ૭
તપગચ્છ - ઈસર સિંહસૂરીશ્વર , કેરા શિષ્ય વડેરા ,
સત્યવિજય પંન્યાસતણે પદ , કપૂરવિજય ગંભીરા ,
ખિમાવિજય તસ સુજસવિજયના , શ્રી શુભવિજય સવાયા ,
પંડિત વીરવિજય તસ શિષ્યે જિન જન્મમહોત્સવ ગાયા . આ . ૮
ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર , સંપ્રતિ વિચરે વીશ ,
અતીત અનાગત કાલે અનંતા , તીર્થક૨ જગદીશ ,
સાધારણ એ કળશ જે ગાવે શ્રીશુભવીર સવાઈ ,
મંગળલીલા સુખભર પાવે . ઘર ઘર , હર્ષ વધાઈ . ઓ . ૯ અહીં પ્રભુને ચોખાથી વધાવવા .
(અહી કળશથી અભિષેક કરી પંચામૃતનો પખાલ કરવો . પછી પુજા કરી , પુષ્પ ચડાવી , ધૂપ પૂજા , દીપક પુજા , અક્ષત પૂજા , નૈવેધ પૂજા તથા કૃલ પુજા એમ અષ્ટ પ્રકારી પૂજા કરવી. લુણ ઉતારી આરતી તથા મંગળ દીવો ઉતારવો . ત્યારબાદ શાંતિકળશ કરી મોટું ચૈત્યવદન કરવું)
અષ્ટ પ્રકારી પૂજા માટે અહી ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો