શનિવાર, 9 મે, 2020

Jain Pachakhan

Vrat Pachakhan

સવારના પચ્ચકખાણો 


નમુક્કારસહિઅં મુટ્ઠિસહિઅં


ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં મુટ્ઠિસહિઅં પચ્ચકખાઈ ( પચ્ચકખામિ ) ચઉવ્વિહંપિ આહારં , અસણં , પાણં , ખાઈમં , સાઈમં અન્નત્થણાભોગેણં , સહસાગારેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિવત્તિયાગારેણં , વોસિરઈ ( વોસિરામિ ) . 

પોરિસિં - સાઢપોરિસિં - પુરિમડ્ઢં - અવડ્ઢં 


ઉગ્ગએ સૂરે , નમુક્કારસહિઅં મુટ્ઠિસહિઅં , પોરિસિં , સાઢપોરિસિં , સૂરે ઉગ્ગએ પુરિમડ્ઢ - અવડ્ઢ મુટ્ઠિસહિઅં પચ્ચકખાઈ ( પચ્ચકખામિ ) . ઉગ્ગએ સૂરે ચઉવ્વિહંપિ આહારં , અસણં , પાણં , ખાઇમં , સાઈમં અન્નત્થણાભોગેણં , સહસાગારેણં , પચ્છન્નકાલેણં , દિસામોહેણં , સાહુવયણેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિત્તિયાગારેણં , વોસિરઈ ( વોસિરામિ ) .

આયંબિલ - નિવિ - એકાસણું - બિયાસણું 


ઉગ્ગએ સૂરે , નમુક્કારસહિઅં , પોરિસિં , સાઢપોરિસિં , સૂરેઉગ્ગએ પુરિમુડ્ઢ અવડ્ઢ મુઠ્ઠિસહિઅં પચ્ચકખાઈ ( પચ્ચકખામિ ) , ઉગ્ગએ સૂરે ચઉવ્વિહંપિ આહારં , અસણં , પાણં , ખાઇમં , સાઈમં અન્નત્થણાભોગેણં , સહસાગારેણં , પચ્છન્નકાલેણં , દિસામોહેણં , સાહુવયણેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિત્તિયાગારેણં , આયંબિલ નિવ્વિગઇયં વિગઈઓ પચ્ચકખાઈ ( પચ્ચકખામિ ) અન્નથણા ભોગેણં સહસાગારેણં લેવાલેવેણં , ગિહત્થસંસટ્ઠેણં , ઉક્ખિત્તવિવેગેણં પડુચ્ચમખિએણં , પારિઠ્ઠાવણિયાગારેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિત્તિયાગારેણં એકાસણે બિચાસણં પચ્ચકખાઈ ( પચ્ચકખામિ ) તિવિહંપિ આહારં , અસણં , પાણં , ખાઇમં , સાઇમં , અન્નત્થણાભોગેણં , સહસાગારેણં , સાગરિયાગારેણં , આઉંટણપસારણં ગુરૂ અબ્ભુટ્ટાણેણં , પારિટ્ઠાવણિયાગારેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિવત્તિયાગારેણં , પાણસ્સ લેવેણ વા , અલેવેણવા વા , અચ્છેણ વા , બહુલેવેણ વા , સસિત્થેણ વા , અસિત્થેણ વા વોસિરઈ ( વોસિરામિ ) .

તિવિહાર ઉપવાસ 


સૂરે ઉગ્ગએ , અવમત્તડું પચ્ચકખાઈ ( પચ્ચકખામિ ) . તિવિહંપિ આહારે , અસણં , ખાઇમં , સાઈમં , અન્નત્થણાભોગેણં , સહસાગારેણં , પારિટ્ઠાવણિયાગારેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિવત્તિયાગારેણં , પાણહાર , પોરિસિં , સાઢપોરિસિં , મઠ્ઠિસહિઅં , પચ્ચકખાઈ ( પચ્ચકખામિ ) અન્નત્થણાભોગેણે સહસાગારેણં , પચ્છન્નકાલેણ , દિસામોહેણં , સાહુવયણેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિવત્તિયાગારેણં , પાણસ્સ લેવેણ વા , અલેવેણ વા , અચ્છેણ વા , બહુલેવેણ વા , સસિત્થેણ વા , અસિત્થેણ વા વોસિરઈ ( વોસિરામિ ) . 

ચઉવિહાર ઉપવાસ 


સૂરે ઉગ્ગએ , અબ્ભત્તટ્ઠં પચ્ચકખાઈ ( પચ્ચખામિ ) . ચઉવ્વિહંપિ , આહારં , અસણં , પાણં , ખાઇમં , સાઈમં , અન્નત્થણાભોગેણં , સહસાગારેણં , પારિટ્ઠાવણિયા - ગારેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ ( વોસિરામિ ) . 

સાંજના પચ્ચકખાણો 


પાણહાર 


પાણહાર દિવસચરિમં પચ્ચકખાઈ ( પચ્ચકખામિ ) અન્નત્થણાભોગેણં , સહસાગારેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ ( વોસિરામિ ) . 

ચઉવિહાર - તિવિહાર - દુવિહાર 


દિવસચરિમં પચ્ચકખાઈ ( પચ્ચકખામિ ) ચઉવ્વિહંપિ આહારં , તિવિહંપિ આહારં , દુવિહંપિ આહારં , અસણં , પાણં , ખાઈમં , સાઈમં , અન્નત્થણાભોગેણં , સહસાગારેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિવત્તિયાગારેણે વોસિરઈ ( વોસિરામિ ) . 

દેસાવગાસિક


દેસાવગાસિયં , ઉવભોગં , પરિભોગં , પચ્ચકખાઈ અન્નત્થણાભોગેણં , સહસાગારેણં , મહત્તરાગારેણં , સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ ( વોસિરામિ ) .

 ( પચ્ચકખાણ કરનારે પચ્ચકખામિ અને વોસિરામિ શબ્દ બોલવો . ) 

ઘારણા અભિગ્રહ પચ્ચકખાણ ૮ પ્રકારે ( ભાષ્યસૂત્ર સૂત્રના આધારે ) 

૧ . અંગુટ્ઠ સહિયં : મુઠ્ઠીમાં અંગૂઠો વાળીને છૂટો ન કરે ત્યાં સુધી 
૨ . મુટિ્ઢ સહિયં : મુઠ્ઠી વાળીને છુટી ન કરે ત્યાં સુધી 
૩ . ગઠ્ઠી સહિયં : વસ્ત્રની અથવા દોરાની ગાંઠ વાળી છુટી ન જાય ત્યાં સુધી 
૪ . ઘર સહિયં : ઘરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી ( પોતાના અથવા બીજાના ધારેલા ) 
૫ સ્વેદ સહિયં : શરીર ઉપરનાં પરસેવાના બિંદુ સૂકાય નહી ત્યાં સુધી 
૬ ઉચ્છશ્વાસ સહિયં : અમુક શ્વાસોશ્વાસ ન થાય ત્યાં સુધી 
૭ છિબુક સહિયં : પાણી વગેરેમાંથી લાગેલા જળના બિંદુ ન સૂકાય ત્યાં સુધી 
૮ દીપ સહિયં : દીપક ન ઓલાવાય ત્યાં સુધી 

પરચક્ખાણમાં આવતા આગોરના અર્થ 


આગાર : જે અપવાદ સેવવા છતાં પચ્ચકખાણનો ભંગ ન થાય તે શબ્દનો અર્થ 

અન્નત્થણાભોગેણં : ત્યાગ કરેલી વસ્તુ ભૂલથી ખવાઈ લેવાય કે મુખમાં રાખી દેવાય તો યાદ આવતાં જ કાઢી નાખવું જોઈએ . 

સહસાગારેણ : અકસ્માતે કોઈ વસ્તુ મુખમાં આવી પડે છે . દા . ત . વરસાદના ટીપા વગેરે 

પચ્છન્નકાલેણ ; પવન , ઘુળ , ગોઢ વાદળા આદિકારણે પચ્ચકખાણ સમય થયે જાણી વહેલું પચ્ચકખાણ પારે તો 

દિશા મોહેણં : પૂર્વ દિશાને પશ્ચિમદિશા જાણી ભૂલથી વહેલું પચ્ચકખાણ પારે તો 

સાહુવયણેણં : પોરિસી ( બહુ પડિપુત્ર પોરિસી પચ્ચકખાણ વહેલું પારે તો ) 

મહતરાગારેણં : પોતાના સિવાય અન્યથી ન બની શકે તેવા સંઘ, ચૈત્યમુનિ આદિના મહાન લાભ કાર્યપ્રસંગે પચકખાણના સમય પહેલા પચ્ચકખાણ પારે તો . 

સવ્વસમાહિવતિયા ગારેણં : પચ્ચકખાણવાળી વ્યક્તિ તીવ્ર શૂળાદિની પીડાને લીધે , દુર્ગતિના નિશ્વિત. ભૂત આર્ત - રૌદ્ધ ધ્યાન થતું હોય , તો તેના નિવારણ માટે વૈધાદિના અંગે વહેલુ પચ્ચકખાણ પારે વો અથવા શ્વાન સાધુ આદિની એષણાદિ પ્રસંગે વૈધાધિની સૂચનાથી પારે તો.

લેવાલેવેણં : આયંબિલ આદિમાં ન કલ્પે તેવી વસ્તુવાળા ચમચાદિ લૂછવા છતા અંશ રહ્યો હોય એવા ચમચા વડે વસ્તુ વાપરે તો .

ચાર પ્રકારના આહારની સમજ 


અસણં : જેને ખાવાથી ક્ષુઘાની નિવૃતિ થાય , દા . ત . રોતલી - ભાત અને રસોઈ - મિષ્ઠાન વગેરે . 

પાણં : જેને પીવાથી તૃષાની નિવૃત્તિ થાય કોઈ પણ અન્ય પદાર્થના મિશ્રણ વિનાનું એકલું પાણી . 

ખાઈમં : જેના ખાવાથી ક્ષુઘાની અલ્પ નિવૃતિ થાય , દા.ત. દ્રાક્ષાદી - મેવો અને ફળ ફળાદી. 

સાઈમં : સ્વાદ લેવા યોગ્ય , સોપારી - તજ - લવીંગ - સુંઠ - જીરુ - અજમો - ચૂર્ણ ગોળી - મુખવાસ વગેરે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top