અષ્ટપ્રકારી પૂજા વિધી
પ્રદક્ષિણાના દુહા
કાળ અનાદિ - અનંતથી ... ભવભ્રમણનો નહિ પાર
તે ભ્રમણ નિવારવા ... પ્રદક્ષિણા દઉં ત્રણ વાર
ભમતીમાં ભમતાં થકા ... ભવ ભાવઠ દૂર પલાય
દર્શન - જ્ઞાન ચારિત્ર રૂપ ... પ્રદક્ષિણા ત્રણ દેવાય
દર્શન - જ્ઞાન - ચારિત્ર એ રત્નત્રયી નિરધાર
ત્રણ પ્રદક્ષિણા તે કારણે ... ભવ દુઃખ ભંજણહાર
અષ્ટપ્રકારી પૂજાના દુહા
નોંધ : દરેક દુહાની શરૂઆતમાં નમોડહૅત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ બોલવું .
૧ . જળપૂજા :
જળપૂજા જુગતે કરો , મેલ અનાદિ વિનાશ ,
જળપૂજા ફળ મુજ હોજો , માગો એમ પ્રભુ - પાસ .
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય , પરમેશ્વરાય , જન્મ - જરા - મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં પુજા યજામહે સ્વાહા .
દૂધનો પ્રક્ષાલ કરતી વખતે બોલવું
મેરુશિખરે નવરાવે હો સુરપતિ , મેરુશિખરે નવરાવે
જન્મકાળ જિનવરજીકો જાણી , પંચ રૂપ કરી ભાવે
હો સુરપતિ , મેરુશિખરે - ૧
પાણીનો પ્રક્ષાલ કરતી વખતે બોલવું
જ્ઞાન કલશ ભરી આત્મા , સમતા ૨સ ભરપુર ,
શ્રી જિનને નવરાવતા , કર્મ થાયે ચકચૂર .
૨ . ચંદનપૂજા :
શીતલ ગુણ જેમાં રહ્યો , શીતલ પ્રભુ મુખ રંગ
આત્મ શીતલ કરવા ભણી , પૂજો અરિહા અંગ .
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય , પરમેશ્વરાય , જન્મ - જરા - મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનંમ્ પુજા યજામહે સ્વાહા .
ચંદનપૂજા કરતી વખતે બોલવાના નવ અંગપૂજાના દુહા
( ૧ ) અંગૂઠે :
જળ ભરી સંપુટ પત્રમાં , યુગલીક નરપુજંત .
ઋષભ ચરણ અંગૂઠડે , દાયક ભજવલ અંત
( ૨ ) ઘૂંટણે :
જાનુ બળે કાઉસગ્ગ રહ્યા , વિચર્યા દેશ - વિદેશ
ખડા ખડા કેવલ લહ્યું , પૂજો જાનુ નરેશ
( ૩ ) કાંડે :
લોકાંતિક વચને કરી , વરસ્યા વરસી - દાન ,
કરકાંડે પ્રભુ પૂજના , પૂજો ભવિ બહુમાન .
( ૪ ) ખભે :
માન ગયું દોય અંશથી , દેખી વીર્ય અનંત ,
ભુજા - બળે ભવ - જલ તર્યા પૂજો ખંધ મહંત .
( ૫ ) મસ્તકે :
સિદ્ધ શિલા ગુણ ઊજળી , લોકાંતે ભગવંત ,
વસિયા તેણે કારણ ભવિ ! શિર શિખા પૂજંત .
( ૬ ) કપાળે :
તીર્થંકર - પદ - પુણ્યથી , ત્રિભુવન - જન - સેવંત ,
ત્રિભુવન તિલક સમા પ્રભુ , ભાલ તિલક જયવંત .
( ૭ ) ગળે :
સોળ પ્રહર પ્રભુ દેશના , કંઠે વિવર વર્તુલ ,
મધુર - ધ્વનિ સુર - નર સુણે , તિણે ગળે તિલક અમૂલ .
( ૮ ) હૃદયે :
હૃદયકમળ ઉપશમ - બળે , બાળ્યા રાગ ને રોષ .
હિમ દહે વન - ખંડને , હૃદય તિલક સંતોષ .
( ૯ ) નાભિએ :
રત્નત્રયી ગુણ ઊજળી , સકળ સુગુણ વિશ્રામ ,
નાભિ કમળની પૂજના , કરતા અવિચળ ધામ .
ઉપસંહાર :
ઉપદેશક નવતત્ત્વના , તિણે નવ અંગ જિણંદ
પૂજો બહુવિધ રાગશું કહે શુભવીર મુણીદ .
૩ . પૂષ્પપૂજા :
સુરભિ અખંડ કુસુમ ગ્રહી , પૂજો ગતસંતાપ ,
સુમ જંતુ ભવ્ય જ પરે , કરીએ સમકિત - છાપ .
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય , પરમેશ્વરાય , જન્મ - જરા - મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પૂષ્પં પુજા યજામહે સ્વાહા .
૪ . ધૂપપૂજા :
ધ્યાન ધટા પ્રગટાવીએ , વામ નયન જિન ધૂપ ;
મિચ્છત દુર્ગધ દૂર ટળે , પ્રગટે આત્મસ્વરૂપ
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય , પરમેશ્વરાય , જન્મ - જરા - મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધુપં પુજા યજામહે સ્વાહા .
ધૂપપૂજા કરતાં બોલવું
અમે ધૂપની પૂજા કરીએ રે , ઓ મનમાન્યા મોહનજી ,
પ્રભુ ! ધૂપ ઘટા અનુસરીએ રે , ઓ મનમાન્યા મોહનજી ,
પ્રભુ ! નહિ કોઈ તમારી તોલે રે , ઓ મનમાન્યા મોહનજી ,
પ્રભુ ! અંતે શરણ તમારું રે , ઓ મનમાન્યા મોહનજી .
૫ . દીપકપૂજા :
દ્રવ્ય - દીપક સુવિવેકથી , કરતાં દુઃખ હોય ફોક ,
ભાવ - પ્રદીપ પ્રગટ હુએ , ભાસિત લોકાલોક .
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય , પરમેશ્વરાય , જન્મ - જરા - મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપં પુજા યજામહે સ્વાહા . .
દીપક - પૂજા કરતાં બોલવું
શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે ,
નિશનદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે ,
મનના મંદિરે જોજે અંધારું થાય ના ,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના .
૬ . અક્ષતપૂજા :
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી , નંદાવર્ત વિશાળ ,
પૂરી પ્રભુ સન્મુખ રહો , ટાળી સકળ જંજાળ
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય , પરમેશ્વરાય , જન્મ - જરા - મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં પુજા યજામહે સ્વાહા .
સાથિયો કરતાં બોલવું
અક્ષત પૂજા કરતાં થકા , સફળ કરું અવતાર ,
ફળ માંગુ પ્રભુ આગળે , તાર તાર મુજ તાર ,
સાંસારિક ફળ માંગીને , રવડ્યો બહુ સંસાર ,
અષ્ટકર્મ નિવારવા , માંગુ મોક્ષફળ સાર ,
ચિહું ગતિ ભ્રમણ સંસારમાં , જન્મ મરણ જંજાળ ,
પંચમગતિ વિણ જીવને , સુખ નહિ ત્રિહુંકાળ .
ત્રણ ઢગલી તથા સિદ્ધશિલા કરતાં બોલવું
દર્શન જ્ઞાન ચારિત્રના , આરાધનથી સાર .
સિદ્ધ શિલાની ઉપરે , હો મુજ વાસ સ્વીકાર .
૭ . નૈવેધપૂજા :
અણાહરી પદ મેં કર્યા , વિગ્ગહગઈઅ અનંત ,
દૂર કરી તે દીજીયે અણાહારી શિવ સંત .
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય , પરમેશ્વરાય , જન્મ - જરા - મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેધં પુજા યજામહે સ્વાહા . .
૮ . ફળપૂજા :
ઇન્દ્રાદિક પૂજા ભણી , ફળ લાવે ધરી રાગ ,
પુરુષોત્તમ પૂજી કરી માંગે શિવફળ ત્યાગ
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય , પરમેશ્વરાય , જન્મ - જરા - મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલં પુજા યજામહે સ્વાહા .
ચામર પૂજા કરતી વખતે બોલવું
૧ . બે બાજુ ચામર ઢાળે , એક આગળ વ્રજ ઉલાળે
જઈ મેરુ ધરી ઉત્સંગે , ઇન્દ્ર ચોસઠ મળીઆ રંગે
પ્રભુ પાશ્વૅનું મુખડું જોવા , ભવોભવના પાતિક ખોવા .
૨ . જિનજી ચામર કેરી હાર ચલતી એમ કહે રે લોલ
મહારા નાથજી રે લોલ ,
જિનજી જે નમે અમ પરે તે ભવિ ઊર્ધ્વગતિ લહે રે લોલ
મહારા નાથજી રે લોલ ,
પૂજા પછીનો સંકલ્પ
હે કરુણાસાગર પ્રભુ ! હે દેવાધિદેવ ! આજની તારી અષ્ટપ્રકારી પૂજાના અચિંત્ય પ્રભાવથી મને જે કાંઈ શુદ્ધિ ઉત્પન્ન થઈ હોય , તેનાથી મારા કામ ક્રોધાદિ દોષોથી મને મોક્ષ જ મળો . અને જે કાંઈ પુન્ય ઉત્પન્ન થયું હોય , તેનાથી જગતના સર્વજીવોને સુખ , શાંતિ અને સદબુદ્ધિ મળો . અને મારી વ્હાલી ગુરુમાને જિનશાસન સેવા માટે વધુ ને વધુ બળ , આરોગ્ય તથા દીર્ધાયુની પ્રાપ્તિ થાઓ . ( ત્રણ નવકાર )
( અંતિમ પ્રાર્થના )
શક્તિ મળે તો સહુને મળજો . . . જિનશાસન સેવા સારુ
ભક્તિ મળે તો સહુને મળજો . . . જિનશાસન લાગે પ્યારું
મુક્તિ મળે તો સહુને મળજો . . . રાગ - દ્વેષ અજ્ઞાન થકી
જિનશાસન સહુને મળો ભવોભવ . . . . એવી શ્રદ્ધા થાય નક્કી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો